Get The App

ચાંદીપુરા બાદ ઝીકા વાયરસે વધારી સરકારની મુશ્કેલી, બેંગલુરુમાં પાંચ કેસ નોંધાતા એલર્ટ

Updated: Aug 18th, 2024


Google NewsGoogle News
ચાંદીપુરા બાદ ઝીકા વાયરસે વધારી સરકારની મુશ્કેલી, બેંગલુરુમાં પાંચ કેસ નોંધાતા એલર્ટ 1 - image


Zika Virus Infection in Bengaluru : થોડા દિવસે પહેલા દેશના ત્રણ રાજ્ય ગુજરાત, રાજસ્થાન અને મધ્ય પ્રદેશમાં ચાંદીપુરા વાઈરસે હાહાકાર મચાવ્યો હતો, જેની સૌથી વધુ અસર ગુજરાતમાં જોવા મળી હતી. આ વાયરસને લઈ કેન્દ્ર સરકારે પણ ચિંતિત થઈ હતી, ત્યારે હવે બેંગલુરુમાં ઝીકા વાયરસે માથુ ઊંચકા સરકારે એલર્ટ જાહેર કર્યું છે.

બેંગલુરુમાં ઝિકા વાયરસના પાંચ કેસ નોંધાયા

કર્ણાટકના સ્વાસ્થ્ય મંત્રી દિનેશ ગુંડુ રાવે રવિવારે કહ્યું કે, બેંગલુરુમાં ઝીકા વાયરસના પાંચ કેસ નોંધાયા છે. પ્રથમ કેસ નોંધાયા બાદ આસપાસના વિસ્તારોમાં તબીબી પરીક્ષણો હાથ ધરવામાં આવ્યા હતા અને ઝીકા સંક્રમણના પાંચ કેસોની પુષ્ટિ કરવામાં આવી હતી, તે મુજબ પ્રતિબંધિત વિસ્તારો બનાવવામાં આવ્યા છે.

આ પણ વાંચો : કોલકાતામાં દુષ્કર્મ-હત્યા કેસના વિરોધમાં બબાલ, પોલીસનો લાઠીચાર્જ, અનેકને ઈજા

આરોગ્ય વિભાગ એલર્ટ પર

સ્વાસ્થ્ય મંત્રીના જણાવ્યા અનુસાર, ચોથી ઓગસ્ટથી 15 ઓગસ્ટ સુધીમાં બેંગલુરુના જીગાનીમાં ઝીકા વાયરસના ચેપના પાંચ કેસ નોંધાયા છે. તેમણે કહ્યું કે, પ્રથમ કેસ નોંધાયા બાદ આરોગ્ય વિભાગ એલર્ટ પર આવી ગયું છે અને ચેકગ્રસ્ત આસપાસના વિસ્તારોમાં તબીબી તપાસ કરવામાં આવી હતી અને ઝિકા ચેપના પાંચ કેસની પુષ્ટિ કરવામાં આવી હતી. તે મુજબ પ્રતિબંધિત વિસ્તારો બનાવવામાં આવ્યા છે. મંત્રીએ કહ્યું કે, ઝિકા સંક્રણની સારવાર ડેન્ગ્યુ જેવી જ છે.

આ પણ વાંચો : દેશમાં UPSCના બદલે RSS દ્વારા થઈ રહી છે ભરતી, રાહુલ ગાંધીનો મોદી સરકાર પર ગંભીર આરોપ


Google NewsGoogle News