Get The App

HIV પોઝિટિવ મહિલાઓ દ્વારા હની ટ્રેપ કરાવ્યાં, દુષ્કર્મ કેસમાં ફસાયેલા ભાજપના ધારાસભ્યની કરતૂતો ખુલી

Updated: Dec 29th, 2024


Google NewsGoogle News
HIV પોઝિટિવ મહિલાઓ દ્વારા હની ટ્રેપ કરાવ્યાં, દુષ્કર્મ કેસમાં ફસાયેલા ભાજપના ધારાસભ્યની કરતૂતો ખુલી 1 - image


Karnataka Crimeકર્ણાટકની સીઆઈડી અને એસઆઈટીએ ભાજપ ધારાસભ્ય મુનિરત્ના નાયડુ અને ત્રણ સાથીઓ દુષ્કર્મના કેસમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે. જેના માટે વિશેષ કોર્ટમાં ચાર્જશીટ પણ દાખલ કરવામાં આવી છે. 2481 પાનાની ચાર્જશીટમાં આરોપ છે કે, મુનિરત્ના નાયડૂએ 2020થી લઈને બે વર્ષ સુધી 40 વર્ષીય મહિલા પર દુષ્કર્મ ગુજાર્યું હતું. સાથે જ તેના ત્રણ સાથી (આર સુધાકર, પી શ્રીનિવાસ અને સસ્પેન્ડેડ ઈન્સ્પેક્ટર બી અયન્ના રેડ્ડી) પર સાક્ષ્ય નષ્ટ કરવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. 

ભાજપ ધારાસભ્ય સામે ચાર્જશીટ દાખલ

આ સિવાય ભાજપ ધારાસભ્ય મુનિરત્ના નાયડૂ પર હરીફોને HIV સંક્રમિત મહિલાઓ દ્વારા હની-ટ્રેપમાં ફસાવવાનો આરોપ પણ લગાવ્યો છે. જણાવી દઈએ કે, ચાર્જશીટમાં 146 સાક્ષીના નિવેદન અને 850 દસ્તાવેજી સાક્ષ્ય સામેલ છે.

આ પણ વાંચોઃ રાજીનામાની ચર્ચા વચ્ચે અચાનક દિલ્હી પહોંચ્યા નીતિશ કુમાર, જાણો શું છે તેમનો નવો પ્લાન

એસઆઈટી ભાજપ ધારાસભ્ય નાયડૂની સામે અત્યાચાર, ભ્રષ્ટાચાર અને છેતરપિંડી જેવા અન્ય મામલે પણ તપાસ કરી રહી છે. જોકે, આ મામલે હજુ સુધી ચાર્જશીટ દાખલ કરવામાં નથી આવી. આ મામલે નાયડૂ અને તેના સાથીઓ પર ગંભીર આરોપ લગાવ્યા છે. જેના કારણે પણ આ મામલો ચર્ચામાં બનેલો છે. 

મારા જીવને જોખમ છેઃ મુનિરત્ના

હાલમાં જ પૂર્વ મંત્રી મુનિરત્નાએ એક કાર્યક્રમ દરમિયાન કહ્યું કે, મારા પર ઈંડા ફેંક્યા બાદ તેમની હત્યાનો પ્રયાસ કરવામાં આવ્યો. પોલીસે કથિત હુમલાવરની અટકાયત કરી છે. પત્રકારો સાથે વાત કરતાં મુનિરત્નાએ પોતાના જીવને જોખમની પૂર્વ ચેતવણી આપી દાવો કર્યો કે, જો તેમની સાથે કંઈપણ અપ્રિય થાય છે તો તેના જવાબદાર મુખ્યમંત્રી ડી.કે શિવકુમાર, તેનો ભાઈ ડી.કે સુરેશ, કોંગ્રેસ નેતા કુસુમા અને તેમના પિતા હનુમંતરાયપ્પા જવાબદાર રહેશે.

આ પણ વાંચોઃ થર્ટી ફર્સ્ટ પહેલા માઉન્ટ આબુમાં શિમલા જેવો માહોલ: ઠેર ઠેર જામ્યો બરફ, માઇનસ તાપમાનથી સહેલાણીઓ ખુશ

અલગ-અલગ મામલે એસઆઈટીની તપાસના દાયરામાં આવેલા ધારાસભ્યોએ આ ઘટનાને પોતાને નુકસાન પહોંચાડવા માટેનું કાવતરૂ કરાર કરી દીધું છે. તે એક ઔપચારિક ફરિયાદ દાખલ કરવાની યોજના બનાવી રહ્યા છે. આરોપો પર પ્રતિક્રિયા આપતા ડી.કે શિવકુમારે કહ્યું કે, આ ઘટનાક્સરમથી અજાણ છે અને વિગતોની સમીક્ષા કર્યા બાદ કોઈ ટિપ્પણી આપશે.



Google NewsGoogle News