Get The App

'હવે તુ હિન્દુ બની ગઈ છે...' ભગવો દુપટ્ટો પહેરીને CM યોગીને મળવા ગયેલી મહિલા પર મૌલવી ભડક્યાં

લોકોએ મને કહ્યું કે શરીયત અનુસાર તેને કોઈ મદદ નહીં મળે

શહેરના કાજીએ દંડો બતાવી ભગાડી દીધી હતી

Updated: Dec 24th, 2023


Google NewsGoogle News
'હવે તુ હિન્દુ બની ગઈ છે...' ભગવો દુપટ્ટો પહેરીને CM યોગીને મળવા ગયેલી મહિલા પર મૌલવી ભડક્યાં 1 - image


Uttarpradesh Muslim women News | ઉત્તરપ્રદેશના કાનપુરમાં એક મુસ્લિમ મહિલા નકાબ પર ભગવો દુપટ્ટો ઓઢીને પોલીસ કમિશનર ઓફિસે પહોંચી હતી. આ દરમિયાન ત્યાં મહિલા મીડિયા સમક્ષ તેની આપવીતી સંભળાવી રહી હતી. મહિલાએ કહ્યું કે હું છેડછાડ અને મિલકત વિવાદની ફરિયાદને લઈને મુખ્યમંત્રીને મળવા આવી હતી. આ દરમિયાન શહેરના અનેક લોકોએ મને કહ્યું કે તુ હિન્દુ બની ગઈ છે. હવે તને શરીયત અનુસાર કોઈ મદદ નહીં મળે. શહેરના કાજીએ મને દંડો બતાવી ભગાડી દીધી હતી.  

મહિલાએ કહ્યું - જમિયત ઉલેમાને પણ ફરિયાદ કરી 

માહિતી અનુસાર મહિલાએ કહ્યું કે મેં આ મામલે જમિયત ઉલેમા એ હિન્દના અધ્યક્ષ અરશદ મૌલાનાને પણ શહેરકાજી વિશે ફરિયાદ કરી છે. મહિલાનો આરોપ છે કે 29 નવેમ્બરે તે શહેરના કાજી અબ્દુલ કુદ્દુસ હાજીને મળવા ગઈ હતી ત્યારે શહેર કાજીએ કહ્યું કે તુ ભગવો પહેરીને મુખ્યમંત્રી પાસે ગઇ હતી એટલે હવે તુ હિન્દુ બની ગઈ છે. અહીંથી જતી રહે. ઉલ્લેખનીય છે કે કાનપુરના મૂળગંજ વિસ્તારની મહિલાએ શનિવારે નકાબ પર ભગવો દુપટ્ટો પહેરીને સીએમને મળવા પહોંચી હતી. 

'હવે તુ હિન્દુ બની ગઈ છે...' ભગવો દુપટ્ટો પહેરીને CM યોગીને મળવા ગયેલી મહિલા પર મૌલવી ભડક્યાં 2 - image


Google NewsGoogle News