કાનપુરમાં ભયાનક અકસ્માત, કાર નાળામાં ખાબકતા 6ના કરૂણ મોત, બે બાળકોની હાલત ગંભીર

અકસ્માત સિકંદરા-સંદલપુર રોડ પર જગન્નાથપુર ગામ પાસે થયો હતો

કારમાં સવાર તમામ લોકો લગ્ન પ્રસંગમાં હાજરી આપવા માટે ગયા હતા

Updated: Feb 5th, 2024


Google NewsGoogle News
કાનપુરમાં ભયાનક અકસ્માત, કાર નાળામાં ખાબકતા 6ના કરૂણ મોત, બે બાળકોની હાલત ગંભીર 1 - image


Road Accident : ઉત્તર પ્રદેશના કાનપુરના દેહતમાં એક ભયાનક માર્ગ અકસ્માતમાં 6 લોકોના મોત થયા છે. જ્યારે બે બાળકોની હાલત ગંભીર છે. મળતી માહિતી અકસ્માતની ઘટના મોડી રાતે જગન્નાથપુર પાસે બે વાગ્યાની આસપાસ બની હતી જેમાં કાર ડ્રાઇવરે સ્ટીયરીંગ પરથી કાબુ ગુમાવતા કાર કાબુ બહાર જઈને નાળામાં ખાબકી હતી. આ દુર્ઘટનામાં 6 લોકોના મોત થયા હતા, જેઓ તિલક સમારોહમાંથી પરત ફરી રહ્યા હતા.

અકસ્માત સિકંદરા-સંદલપુર રોડ પર જગન્નાથપુર ગામ પાસે થયો

આ અકસ્માત સિકંદરા-સંદલપુર રોડ પર જગન્નાથપુર ગામ પાસે થયો હતો. કારમાં સવાર તમામ લોકો લગ્ન પ્રસંગમાં હાજરી આપવા માટે ગયા હતા. આ લોકો ઈટાવાના ફુક ગામમાંથી તિલક સમારોહમાંથી પરત ફરી રહ્યા હતા. કહેવામાં આવી રહ્યું છે કે વરસાદના કારણે રસ્તો લપસણો બની ગયો હતો. કાર જગન્નાથપુર પહોંચી ત્યારે  ડ્રાઇવરે સ્ટીયરીંગ પરથી કાબુ ગુમાવતા  નાળામાં પડી ગઈ હતી. કારમાં સવાર 6 લોકોના મોત થયા હતા જ્યારે બે બાળકોની હાલત ગંભીર હોવાથી કાનપુર સારવાર માટે રીફર કરવામાં આવ્યા હતા.

જેસીબીની મદદથી કારને બહાર કાઢવામાં આવી હતી

આ અકસ્માતની ઘટનાની માહિતી મળતા જ પોલીસની ટીમ અને અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. જેસીબીને મદદથી કારને બહાર કાઢવામાં આવી હતી. કારમાં સવાર તમામ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. તેઓને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા, જ્યાં 6 લોકોને ડૉક્ટરોએ મૃત જાહેર કર્યા. પોલીસના જણાવ્યા અનુસાર, કારમાં સવાર લોકો મુર્રા ગામ અને ડેરાપુરના શિવરાજપુર ગામના રહેવાસી હતા.

કાનપુરમાં ભયાનક અકસ્માત, કાર નાળામાં ખાબકતા 6ના કરૂણ મોત, બે બાળકોની હાલત ગંભીર 2 - image


Google NewsGoogle News