Get The App

Kanpur Clash: કાનપુર હિંસામાં અત્યાર સુધીમાં 35ની ધકપકડ, આરોપીઓ પર ગેંગસ્ટર એક્ટ હેઠળ થશે કાર્યવાહી

Updated: Jun 4th, 2022


Google NewsGoogle News
Kanpur Clash: કાનપુર હિંસામાં અત્યાર સુધીમાં 35ની ધકપકડ, આરોપીઓ પર ગેંગસ્ટર એક્ટ હેઠળ થશે કાર્યવાહી 1 - image


- અત્યાર સુધીમાં 40 લોકોને નામજોગ કરતા 1000 અજાણ્યા લોકો પર ગંભીર ધારાઓમાં રિપોર્ટ નોંધવામાં આવ્યો છે

કાનપુર, તા. 04 જૂન 2022, શનિવાર

શુક્રવારે કાનપુરના બીકનગંજમાં નવા રોડ પર નમાઝ પછી બજાર બંધ થવાને લઈને ભારે હંગામો થયો હતો. આ હિંસામાં અત્યાર સુધીમાં 3 FIR નોંધવામાં આવી છે.  FIRમાં 40 લોકોને આરોપી ગણાવવામાં આવ્યા છે. જ્યારે 1000 અજાણ્યા લોકોને પણ આરોપી ગણાવવામાં આવ્યા છે. પોલીસે નવા રોડમાં અઘોષિત કર્ફ્યુ લગાવતા 35 ઉપદ્રવીઓની ધરપકડ કરી હતી. 

અત્યાર સુધીમાં 40 લોકોને નામજોગ કરતા 1000 અજાણ્યા લોકો પર ગંભીર ધારાઓમાં રિપોર્ટ નોંધવામાં આવી છે. મોડી રાત સુધી મોટી સંખ્યામાં પોલીસ-પીએસી, આરએએફ અને આરઆરએફ માર્ચ કરતા રહ્યા હતા. અત્યાર સુધીમાં 40 ઉપદ્રવીઓની ઓળખ કરવામાં આવી છે. આ આરોપીઓ પર ગેંગસ્ટર એક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવશે. તેમની સંપત્તિઓ જપ્ત કરી લેવામાં આવશે અને તેના પર બુલડોઝર પણ ફેરવવામાં આવશે. બીજી તરફ પરૌંખથી પરત ફરતી વખતે એરપોર્ટ પર મુખ્યમંત્રીના ઉપદ્રવીઓ પર કાર્યવાહીનો નિર્દેશ આપ્યો છે. 

સીએમ યોગી આદિત્યનાથે ઓફિસરોને કહ્યું કે, ઉપદ્રવીઓને કહ્યું કે, ઉપદ્રવીઓ પર ગેંગસ્ટર એક્ટ હેઠળ તેમની સંપત્તિને જપ્ત કરવી. જો જરૂર પડે તો સંપત્તિઓ પર બુલડોઝર પણ ફેરવવામાં આવશે. 

બંધી અને પ્રદર્શન બાદ હંગામા પર સીએમએ કહ્યું કે, જાણી જોઈને ષડયંત્ર રચવામાં આવ્યું છે. વીડિયો અને સોશિયલ મીડિયા પરથી હંગામો કરનારાઓને ઓળખો અને તેમની સામે કેસ દાખલ કરો. ઉપદ્રવમાં કોનો હાથ છે અને પરદા પાછળથી કોણ હંગામો કરી રહ્યું છે તેનો ઉદ્દેશ્ય જાણો અનો કડક કાર્યવાહી કરો.

પોસ્ટર છાપનાર પ્રિન્ટિંગ પ્રેસ પર કાર્યવાહી કરો

સીએમએ કહ્યું કે, આ પ્રકારના પોસ્ટર અને સ્ટીકર લગાવીને બંધી અને પછી ઉપદ્રવ કરનારાના મદદગારોને પણ શોધો. પોસ્ટર છાપનાર પ્રિન્ટિંગ પ્રેસ અને તેને લગાવનાર સામે પણ કાર્યવાહી કરવામાં આવે. 

રસ્તા પર ઉતરેલી હજારોની ભીડે પથ્થરમારો અને બોમ્બમારો કર્યો હતો. એક ડઝનથી વધુ ગાડીઓ તોડી નાખી હતી. પોલીસે ઘેરો કરી ઉપદ્રવીઓ પર લાઠીચાર્જ કર્યો હતો અને ટિયર ગેસ છોડ્યો હતો. લગભગ બે કલાક સુધી તણાવ રહ્યો હતો. આ હંગામામાં 35 લોકો ઘાયલ થયા હતા. 



Google NewsGoogle News