Get The App

ફિલ્મ કારકિર્દી અંગે કંગના રણૌતની મોટી જાહેરાત, ચૂંટણી જીતીશ તો બોલિવૂડ છોડી દઈશ

Updated: May 6th, 2024


Google NewsGoogle News
ફિલ્મ કારકિર્દી અંગે કંગના રણૌતની મોટી જાહેરાત, ચૂંટણી જીતીશ તો બોલિવૂડ છોડી દઈશ 1 - image


Image Source: Twitter

Kangana Ranaut quit film career: બોલિવૂડ ક્વીન કંગના રનૌત આ વખતે લોકસભા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર છે. તેમને હિમાચલ પ્રદેશના મંડીથી ટિકિટ મળી છે. હાલમાં કંગના રણૌત જોરશોરથી પ્રચાર કરી છે. તેમને આશા છે કે, આ ચૂંટણીમાં તેમની જીત થશે. કંગનાએ એક ન્યૂઝ ચેનલ સાથે ફિલ્મો, લોકસભા ચૂંટણી અને રાજકારણ પર વાત કરી છે. આ દરમિયાન કંગનાએ પોતાના ફિલ્મી કારકિર્દી અંગે પણ મોટી જાહેરાત કરી છે.  

રાજકારણ માટે બોલિવૂડ છોડી દેશે કંગના?

કંગનાએ આ દરમિયાન સંકેત આપ્યો કે, ‘જો હું ચૂંટણી જીતીશ તો તો ધીમે-ધીમે ફિલ્મી દુનિયા છોડી દઈશ. કારણ કે, હું એક જ કામ પર ફોકસ કરવા માગુ છું.’ કંગનાને પૂછવામાં આવ્યું કે, ‘ફિલ્મ અને રાજકારણ બંનેને કેવી રીતે મેનેજ કરશો?’

આ અંગે તેણે જવાબ આપ્યો કે, ‘હું ફિલ્મોમાં અભિનય પણ કરું છું અને દિગ્દર્શન પણ કરું છું. જો મને રાજકારણમાં એવી શક્યતા દેખાઈ કે લોકો મારી સાથે જોડાઈ રહ્યા છે તો પછી હું રાજનીતિ જ કરીશ. આઈડિયલી હું માત્ર એક જ કામ કરવા માગુ છું. જો મને એવું લાગે કે, લોકોને મારી જરૂર છે તો હું એ જ દિશામાં જઈશ. જો હું મંડીથી જીતી જઈશ તો પછી હું રાજનીતિ જ કરીશ. મને અનેક ફિલ્મમેકરે રાજકારણમાં ન જવા કહ્યું. તમારે લોકોની આશા પર ખરા ઉતરવું જોઈએ. મારી અંગત મહત્ત્વકાંક્ષાઓના કારણે લોકો મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે, તે યોગ્ય નથી ને. હું એક પ્રિવિલેજ લાઈફ જીવી છું અને જો હવે લોકો સાથે જોડાવાની તક મળી રહી છે તો તેને પણ પૂરી કરીશ. મને લાગે છે કે, સૌથી પહેલા લોકોને તમારી પાસે જે આશા છે તેની સાથે ન્યાય કરવો જોઈએ.’

રાજકારણ અને ફિલ્મી દુનિયામાં કેટલો ફર્ક?

કંગનાને પૂછવામાં આવ્યું કે, ‘ફિલ્મોની તુલનામાં રાજકારણની લાઈફ એકદમ અલગ હોય છે. શું આ બધું તેમને શૂટ થઈ રહ્યું છે?’ આ સવાલના જવાબમાં કંગનાએ કહ્યું કે, ‘ફિલ્મોની દુનિયા જૂઠી છે. તેમાં એક અલગ જ માહોલ તૈયાર કરાય છે. લોકોને આકર્ષિત કરવા માટે એક બબલ બનાવવામાં આવે છે, પરંતુ રાજકારણ હકીકત છે. લોકો સાથે તેમની આશા પર ખરા ઉતરવાનું છે. હું પબ્લિક સર્વિસમાં નવી છું. મારે ઘણું બધુ શીખવાનું છે.’ 


Google NewsGoogle News