Get The App

કંગના રણૌત ફરી ટ્રોલ, જૂની પોસ્ટ વાયરલ, યુઝર્સે કહ્યું - એ થપ્પડ યોગ્ય હતી તો આ કઈ રીતે ખોટી?

Updated: Jun 9th, 2024


Google NewsGoogle News
કંગના રણૌત ફરી ટ્રોલ, જૂની પોસ્ટ વાયરલ, યુઝર્સે કહ્યું - એ થપ્પડ યોગ્ય હતી તો આ કઈ રીતે ખોટી? 1 - image


Kangana Ranaut News | ઓસ્કર 2022ની જાહેરાત દરમિયાન જ્યારે વિલ સ્મિથ સ્ટેજ પર આવ્યો અને યજમાન ક્રિસ રોકે તેને થપ્પડ મારી ત્યારે આ સમાચાર આંતરરાષ્ટ્રીય મીડિયામાં વ્યાપકપણે પ્રસારિત થયા. ત્યારે ક્રિસ વિલ સ્મિથથી છુટાછેડા લઇ ચૂકેલી પત્ની જેડા પિંકેટ સ્મિથના ખર્ચા વિશે મજાક ઉડાવી રહ્યો હતો. તે સમયે કંગના રણૌતે વિલ સ્મિથ દ્વારા ક્રિસને થપ્પડ મારવાની ઘટનાનું  સમર્થન કર્યું હતું અને હવે જ્યારે એરપોર્ટ પર મહિલા સુરક્ષાકર્મીએ ખુદ અભિનેત્રી કંગનાને થપ્પડ મારી છે ત્યારે લોકો તેની જૂની પોસ્ટનો સ્ક્રીનશોટ શેર કરી રહ્યા છે.

ઓસ્કરના નિવેદન સાથે કનેક્શન કાઢ્યું 

ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ મંડી લોકસભા સીટથી સાંસદ તરીકે ચૂંટાયેલી કંગના રણૌતને મહિલા CISF કોન્સ્ટેબલે થપ્પડ મારી દીધી હતી. જ્યારે તેને આનું કારણ પૂછવામાં આવ્યું તો સુરક્ષાકર્મીઓએ જણાવ્યું કે તેની માતા જે સમયે ખેડૂત આંદોલનમાં બેઠી હતી ત્યારે કંગનાએ નિવેદન આપ્યું હતું કે આ તમામ મહિલાઓ 100-100 રૂપિયા લઈને ધરણા કરવા બેસે છે. કંગનાએ ઓસ્કર 2022 દરમિયાન ત્યાં બનેલી ઘટનાની તસવીર પોસ્ટ કરતા કહ્યું હતું કે ‘જો હું વિલની જગ્યાએ હોત તો મેં પણ આવું જ કર્યું હોત.’

ત્યારે કંગના રણૌતે આવી પોસ્ટ કરી હતી

કંગના રણૌતે લખ્યું કે, ‘જો કોઈ મૂર્ખ મારી માતા કે બહેનની બીમારીની મજાક ઉડાવશે તો હું તેને પણ એવી જ રીતે થપ્પડ મારીશ. બિલકુલ બરાબર છે.’ શનિવારે કંગના રણૌતે એરપોર્ટ પર બનેલી તાજેતરની ઘટના અંગે પોતાના મંતવ્યો વ્યક્ત કરતા તેને થપ્પડ મારવાની ઘટના પર મૌન ધારણ કરનારાઓની ઝાટકણી કાઢી હતી. હવે લોકોએ સોશિયલ મીડિયા પર કંગના રણૌતના જૂના નિવેદનને લઈને ટ્રોલ કરવાનું શરૂ કરી દીધું છે. ઘણા લોકોએ કંગના રનૌતને બેવડું વલણ ધરાવતી મહિલા ગણાવી છે અને તેના પર આરોપ લગાવ્યો છે કે જો વિલ સ્મિથને થપ્પડ મારવી યોગ્ય છે તો સીઆઈએસએફના કર્મચારીએ થપ્પડ મારવી તે કેવી રીતે ખોટું હોઈ શકે.

કંગના રણૌત ફરી ટ્રોલ, જૂની પોસ્ટ વાયરલ, યુઝર્સે કહ્યું - એ થપ્પડ યોગ્ય હતી તો આ કઈ રીતે ખોટી? 2 - image


Google NewsGoogle News