Get The App

કંગના રનૌતનું સંસદમાં પ્રથમ ભાષણ, વડાપ્રધાનના કર્યા વખાણ, કોંગ્રેસ પર સાધ્યું નિશાન

Updated: Jul 26th, 2024


Google NewsGoogle News
કંગના રનૌતનું સંસદમાં પ્રથમ ભાષણ, વડાપ્રધાનના કર્યા વખાણ, કોંગ્રેસ પર સાધ્યું નિશાન 1 - image


Kangana Ranaut Speech In Lok Sabha : હિમાચલ પ્રદેશની મંડી બેઠક પરના સાંસદ કંગના રનૌતે આજે (26 જુલાઈ) સંસદમાં પ્રથમવાર ભાષણ આપ્યું છે. તેમણે સંસદમાં બજેટ-2024 પર ચર્ચા દરમિયાન પોતાની વાત રજુ કરી છે. આ પહેલા કંગનાએ ગુરુવારે સંસદમાં પ્રશ્નકાળ દરમિયાન પ્રશ્નો પૂછ્યા હતા.

વડાપ્રધાન 60 વર્ષનો રેકોર્ડ તોડ્યો : કંગના રનૌત

કંગના રનૌતે કહ્યું કે, ‘આ જગ્યા માટે માટે તદ્દન નવી છે. હું એક નવી સાંસદ છું. મને આભાસ છે કે, 18મી લોકસભા સામાન્ય લોકસભા નથી. આ લોકસભાની ચૂંટણીમાં આપણા ટોચના નેતા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi) છે, જેમણે સતત ત્રીજી વખત વડાપ્રધાન બનીને છેલ્લા 60 વર્ષનો રેકોર્ડ તોડ્યો છે.’

આ પણ વાંચો : યોગીની બદલે બીજા નેતાને CM બદલવાની તૈયારી? ખેંચતાણ વચ્ચે આખરે ભાજપે કરી સ્પષ્ટતા

કંગનાએ વડાપ્રધાનનો આભાર વ્યક્ત કર્યો

તેમણે કહ્યું કે, ‘અમે બધા વડાપ્રધાન મોદીને અભિનંદન આપીએ છીએ. સાથે જ ભારતીય જનતા પાર્ટીના તમામ લોકો પણ અભિનંદનને પાત્ર છે, જેમને આ સૌભાગ્ય પ્રાપ્ત થયું છે. આપણી ભારતની જનતા પણ અભિનંદનને પાત્ર છે, જેમણે સરળ, સહજ અને સફળ સરકારને પસંદગી કરી છે.’ આ દરમિયાન તેમણે અર્થવ્યવસ્થા મુદ્દે કોંગ્રેસ સરકાર પર પણ નિશાન સાધ્યું હતું.

અર્થવ્યવસ્થા મુદ્દે વિપક્ષ પર સાધ્યું નિશાન

કંગનાએ કહ્યું કે, ‘આપણે બધા જાણીએ છીએ કે, આજથી 10 વર્ષ પહેલા આપણી અર્થવ્યવસ્થાની સ્થિતિ કેવી હતી. આજથી 10 વર્ષ પહેલા આપણી ખાડે ગયેલી અર્થવ્યવસ્થા 11 અથવા 12માં ક્રમાંકે હતી, જેના કારણે આખો દેશ ચિંતિત હતો. જોકે હવે અર્થવ્યવસ્થા 11 પરથી પાંચમા ક્રમાંકે આવી ગઈ છે અને ખૂબ ઝડપથી ત્રીજા ક્રમાંક તરફ જઈ રહી છે.’

આ પણ વાંચો : અગ્નિવીરો માટે કેન્દ્ર સરકારની વધુ એક મોટી જાહેરાત, ITBPમાં પણ મળશે અનામતનો લાભ

કંગનાએ કેન્દ્રીય બજેટના કર્યા વખાણ

કંગનાએ ભાષણ દરમિયાન કેન્દ્રીય બજેટ-2024ના વખાણ કર્યા હતા. તેમણે કહ્યું કે, ‘કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સિતારમણે મંગળવારે (23 જુલાઈ) રજુ કરેલું બજેટ તમામ વર્ગોને શક્તિ આપનારું છે. આ બજેટથી આપણી અર્થવ્યવસ્થા પણ આગળ વધશે. આપણે આ બજેટની મદદથી 2047ના લક્ષ્ય વિકસિત ભારતના સંકલ્પ તરફ પણ આગળ વધી શકીશું.’ આ દરમિયાન તેમણે હિમાચલમાં આવેલી કુદરતી આફતોનો પણ ઉલ્લેખ કર્યો હતો.

કંગનાએ કોંગ્રેસ પર સાધ્યું નિશાન

તેમણે કહ્યું કે, ‘હિમાચલ પ્રદેશમાં વર્ષ 2023માં ભીષણ પૂર આવ્યું હું, જેમાં મોટાપાયે જાન-માલને ઘણું નુકસાન થયું હતું. એક વર્ષ વિતવા છતાં હિમાચલ પૂરના મારમાંથી બહાર આવી શક્યું ન હતું, જેનું મુખ્ય કારણ કોંગ્રેસ (Congress)ની બેદરકારી અને ભ્રષ્ટાચારી નીતિઓ છે.’

નાણામંત્રીનો માન્યો આભાર

તેમણે કહ્યું કે, ‘નાણામંત્રી નિર્મલા સીતારમણે (Nirmala Sitharaman) બજેટમાં હિમાચલ માટે વિશેષ રાહત પેકેજની જાહેરાત કરી છે. જે બદલ અમે તમામ હિમાચલવાસીઓ તેમનો આભાર માનીએ છીએ. ભારતીય જનતા પાર્ટીએ હિમાચલ માટે છેલ્લા 10 વર્ષમાં જે કામ કર્યું છે, તેટલું કામ ભારત આઝાદ થયા બાદના 60 વર્ષમાં પણ થયું નથી.’


Google NewsGoogle News