Get The App

કંગનાનો ફરી નવો વિવાદ! ગડકરીએ શિલાન્યાસ કરેલા પ્રોજેક્ટથી નારાજ થઈ કહ્યું- ‘અમારા દેવતાનો આદેશ...’

Updated: Sep 27th, 2024


Google NewsGoogle News
કંગનાનો ફરી નવો વિવાદ! ગડકરીએ શિલાન્યાસ કરેલા પ્રોજેક્ટથી નારાજ થઈ કહ્યું- ‘અમારા દેવતાનો આદેશ...’ 1 - image


Kangana Ranaut Protest Against Central Government Project : વિવાદાસ્પદ નિવેદનોના કારણે હંમેશામાં ચર્ચામાં રહેતી ભાજપના સાંસદ અને બોલિવૂડની જાણીતી અભિનેત્રી કંગના રનૌત ફરી નવો વિવાદ ઉભો કરી તેણે કેન્દ્ર સરકારની મુશ્કેલી વધારી છે. આ વખતે કંગનાને ગડકરી દ્વારા શિલાન્યાસ કરેલા પ્રોજેક્ટથી વાંધો પડ્યો છે.

કંગના કેન્દ્ર સરકારના 272 કરોડના પ્રોજેક્ટથી નારાજ

કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ છ મહિના પહેલા હિમાચલ પ્રદેશના કુલ્લુ સ્થિત ખરાહલ ખીણમાં વીજળી મહાદેવ રોપવે પ્રોજેક્ટની જાહેરાત કરી હતી. હવે આ 272 કરોડના પ્રોજેક્ટનો કંગના રનૌતે વિરોધ કરવાનો શરૂ કરી દીધો છે.

આ પણ વાંચો : ઉજ્જૈનમાં મહાકાલ મંદિર પાસે મોટી દુર્ઘટના, દિવાલ ધરાશાઈ થતાં બે શ્રદ્ધાળુના મોત

ગામના લોકો પણ પ્રોજેક્ટના વિરોધમાં

વાસ્તવમાં વીજળી મહાદેવ મંદિર માટે 272 કરોડ રૂપિયાના ખર્ચે રોપ-વે બનાવવામાં આવનાર છે, જોકે જ્યારથી આ પ્રોજેક્ટની જાહેરાત કરવામાં આવી છે, ત્યારથી ખરાહલ અને કશાવરી ખીણના ગ્રામીણો તેનો વિરોધ કરી રહ્યા છે. ગ્રામીણોએ અગાઉ રસ્તા પર ઉતરીને દેખાવો કર્યા હતા. તેઓનું કહેવું છે કે, રોપ-વે બનવાના કારણે દેવતા ખુશ નથી. પ્રોજેક્ટથી રોજગારીને પણ ખરાબ અસર પડશે. આ પ્રોજેક્ટના કારણે અનેક વૃક્ષો કાપવામાં આવ છે, જેનાથી પર્યાવરણને પણ નુકસાન થશે.

દેવતાનો આદેશ આધુનિકીકરણથી પણ વધુ મહત્વનો : કંગના

ભાજપ સાંસદ કંગના રનૌતે કહ્યું કે, ‘મેં આ પ્રોજેક્ટ મુદ્દે નીતિન ગડકરી સાથે મુલાકાત કરી હતી. જો અમારા દેવતા ન ઈચ્છે તો આ પ્રોજેક્ટ બંધ થવો જોઈએ. હું ફરી નીતિન ગડકરીને મળીશ. અમારા માટે અમારા દેવતાનો આદેશ આધુનિકીકરણથી પણ વધુ મહત્વનો છે.’

આ પણ વાંચો : ‘પ્રદૂષણ નાથવા તમે શું કાર્યવાહી કરી’ અધિકારીએ સંતોષકારક જવાબ ન આપતાં સુપ્રીમ કોર્ટે ઝાટક્યા


Google NewsGoogle News