કંગનાની ‘ઈમર્જન્સી’ ફિલ્મ પર પ્રતિબંધ મૂકો, ઈન્દિરા ગાંધીની હત્યા કરનારા બોડીગાર્ડના સાંસદ પુત્રની માગ
Kangana Ranaut New Film ‘Emergency’ Controversy : બોલિવૂડ અભિનેત્રી કંગના રનૌતની ફિલ્મ ‘ઈમર્જન્સી’ વિવાદમાં આવી ગઈ છે. આ ફિલ્મ મુદ્દે ફરીદકોટના અપક્ષ સાંસદ સરબદીત સિંહ ખાલસાએ વાંધો ઉઠાવ્યો છે. તેમણે ફેસબુક પોસ્ટમાં કહ્યું છે કે, ‘ફિલ્મમાં શિખ સમાજને ખોટી રીતે દેખાડવામાં આવ્યો છે, જેના કારણે સમાજમાં મુશ્કેલીઓ ઉભી થઈ છે.’
‘ફિલ્મમાં શિખ સમાજને ખોટી રીતે દેખાડાયો’
સરબજીતે ફેસબુક પોસ્ટમાં લખ્યું છે કે, ‘અમને અહેવાલ મળ્યો છે કે, નવી ફિલ્મ ઈમર્જન્સીમાં શીખોને ખોટી રીતે દર્શાવવામાં આવ્યા છે. આમ કરવાથી સમાજમાં કાયદો વ્યવસ્થા બગડવાનો ડર ઉભો થયો છે. શિખોને ફિલ્મમાં ભાગલાવાદીઓ અને આતંકવાદી તરીકે દેખાડાશે તો આ મોટું ષડયંત્ર છે. આ ફિલ્મ શિખો વિરુદ્ધ અન્ય દેશોમાં નફરત ફેલાવવાનું મનોવૈજ્ઞાનિક એટેક છે. આ બાબત પર સરકારે ધ્યાન આપવું જોઈએ અને ફિલ્મ પર પ્રતિબંધ મુકવો જોઈએ.’
આ પણ વાંચો : બોલિવૂડના જાણીતા અભિનેતાના નિધનની અફવા ફેલાઈ, કહ્યું- હું જીવિત, ખુશ અને સ્વસ્થ છું...
‘શિખ સમાજે દેશ માટે મોટું બલિદાન આપ્યું છે’
તેમણે વધુમાં લખ્યું છે કે, ‘દેશમાં હંમેશા શિખો પર નફરતભર્યા હુમલાઓના અહેવાલો સામે આવતા રહ્યા છે, ત્યારે આવી સ્થિતિમાં આ ફિલ્મ શિખ સમાજ વિરુદ્ધ નફરત ભડકાવવાનું કામ કરશે. દેશ માટે શિખ સમાજે આપેલા મોટાં બલિદાનને ફિલ્મોમાં સંપૂર્ણ દર્શાવાતા નથી, પરંતુ શિખોને બદલનામ કરવા માટે તમામ પ્રયાસો કરવામાં આવે છે. કાયદાકીય વ્યવસ્થાને જાળવી રાખવા માટે વાંધાજનક ફિલ્મો અને ગીતો પર પ્રતિબંધ લગાવી દેવો જોઈએ.’
આ પણ વાંચો : કરીના કપૂરની ફિલ્મ The Buckingham Murdersનું ધમાકેદાર ટીઝર રિલીઝ