કંગના રણૌતે કર્યા પ્રિયંકા ગાંધીના વખાણ, કહ્યું- 'તેમની સાથે વાતો કરવાની મજા આવે છે...'
Kangana Ranaut Appreciate priyanka Gandhi: બોલિવૂડ એક્ટ્રેસ અને ભાજપની સાંસદ કંગના રણૌતે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને પોતાની આગામી ફિલ્મ 'ઈમરજન્સી' જોવાનું નિમંત્રણ આપ્યું છે. આ ફિલ્મ રાહુલ ગાંધીના દાદી અને પૂર્વ વડાંપ્રધાન ઈન્દિરા ગાંધીના જીવન પર આધારિત છે. કંગનાએ કોંગ્રેસ સાંસદ પ્રિયંકા ગાંધીને પણ ફિલ્મ જોવાનું નિમંત્રણ આપ્યું છે. ફિલ્મ 17 જાન્યુઆરીએ સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે. આ ફિલ્મમાં કંગના પોતે જ દિગ્દર્શક અને એક્ટ્રેસનું કામ કરી રહી છે. ફિલ્મમાં કંગના ઈન્દિરા ગાંધીનું પાત્ર ભજવતી જોવા મળી મળશે.
પ્રિયંકા ગાંધીના કર્યા વખાણ
કંગના રણૌતે પોતાના એક ઇન્ટરવ્યુમાં રાહુલ ગાંધીના વ્યવહારની ટીકા કરી હતી અને પ્રિયંકા ગાંધીના સ્વભાવને રાહુલ કરતાં સારો ગણાવ્યો હતો. કંગનાએ સંસદમાં પ્રિયંકા ગાંધી સાથે પોતાની વાતચીતને યાદ કરતાં કહ્યું કે, 'જ્યારે હું તેમને મળી તો તેઓએ સ્મિત સાથે કહ્યું કે, આપણી વાતચીત ખૂબ સારી રહી. મને ખૂબ જ સારી રીતે આ વાતચીત યાદ છે. તે ખૂબ જ વિનમ્ર છે. તેણે મારા કામ અને વાળના વખાણ કર્યા હતાં. તે ખૂબ જ સમજદાર છે અને જે બોલે છે, તે સાચું હોય છે. મને તેમની સાથે વાત કરવાની મજા આવી હતી.'
આ પણ વાંચોઃ વિખેરાઈ જશે I.N.D.I.A. ગઠબંધન? મમતા, અખિલેશ, તેજસ્વી બાદ હવે અબ્દુલ્લાહના પણ સૂર બદલાયા
રાહુલ ગાંધીને આપ્યું નિમંત્રણ
કંગના રણૌતે રાહુલ ગાંધીની ટીકા કરતા કહ્યું કે, 'તેમના ભાઈને તો તમે જાણો જ છો. તેઓએ મને જોઈને સ્માઇલ આપી. તેમને શિષ્ટાચારનું કોઈ જ્ઞાન નથી. તેમ છતાં હું તેમને પણ ફિલ્મ જોવા માટે નિમંત્રણ આપું છું.'
આ પણ વાંચોઃ આજકાલ ટ્રેન્ડમાં છે ‘પાન્ડા પેરેન્ટિંગ’, જાણો શું છે બાળકોને ઉછેરવાની આ અનોખી શૈલી
દિગ્ગજ કલાકારોએ કર્યું કામ
'ઈમરજન્સી' ફિલ્મમાં અનુપમ ખેર, શ્રેયસ તલપડે, અશોક છાબડા, મહિમા ચૌધરી, મિલિંદ સોમણ, વિશાલ નાયર અને દિગ્ગજ સતીશ કૌશિક જેવા કલાકારોએ પણ કામ કર્યું છે. આ ફિલ્મ 1975 થી 1977 સુધી ઈન્દિરા ગાંધી દ્વારા લગાવવામાં આવેલી કટોકટી અને તેના પરિણામો પર આધારિચ છે. કટોકટીને ભારતીય લોકતંત્રમાં કાળા અધ્યાય તરીકે જોવામાં આવે છે.