કમલા હેરિસ અને ભારત : કમલા વિજયી થાય તો ભારત-અમેરિકા સંબંધો પર શી અસર પડશે ?
- કોઇપણ સરકાર અમેરિકામાં કે ભારતમાં આવે છતાં છેલ્લા 3 દાયકાથી ભારત-અમેરિકા સંબંધો વધુને વધુ દ્રઢ બન્યા છે
નવી દિલ્હી : અમેરિકાના પ્રમુખપદની ચૂંટણીનાં પરિણામો હવે ગણતરીના કલાકોમાં પ્રસિદ્ધ થવાનાં છે ત્યારે રીપબ્લિકન ઉમેદવાર ડૉનાલ્ડ ટ્રમ્પની સામે ડેમોક્રેટઉમેદવાર કમલા હેરિસ ટક્કર લઇ રહ્યાં છે ત્યારે જો હેરિસ વિજયી બને તો તેની ભારત-અમેરિકા સંબંધો પર શી અસર પડી શકે. તે વિષે બહુવિધ મંતવ્યો વહેતાં થયાં છે.
કમલા હેરિસ અર્ધા ભારતીય છે. તેમના પિતાશ્રી જમૈકાના હતા પરંતુ માતા તમિલનાડુનાં છે. કમલા ઘણીવાર તેઓનાં મોસાળ ચેન્નાઇ આવ્યાં હતાં. તેઓ ભારતીય પરંપરાની ઘણી વાતો કરે છે. જો કે તેઓ ભારતની આંતરિક અને આંતરરાષ્ટ્રીય નીતિઓ વિષે પોતાનાં સ્પષ્ટ મંતવ્યો આપે છે. જેમ કે જમ્મુ અને કાશ્મીર સંબંધ ૩૭૦મી કલમ દૂર કરવાની ભારત સરકારની કાર્યવાહીની તેઓએ ઉગ્ર ટીકા કરી હતી. પરંતુ ૨૦૧૯માં ભારતે જે રીતે કોવિડનો સામનો કર્યો તેની તેઓએ પ્રશંસા કરી હતી. અને ભારત સરકાર તથા વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સવિશેષ પ્રશંસા કરી હતી. ૨૦૨૩માં ક્વૉડ સંબંધે તેઓએ મોદી સરકારની પ્રશંસા કરી હતી.
વિશ્લેષકોના મતે મોદી સરકાર અને બાયડેન સરકાર વચ્ચે થયેલા શસ્ત્ર સોદાઓ અને વિશેષ: તાજેતરમાં પ્રીડેટરી ડ્રોન્સનો થયેલો સોદો તથા બંને દેશો વચ્ચે થયેલા સંરક્ષણ કરારો અંગે એમ જરૂર કહી શકાય કે અમેરિકામાં કોઈપણ સરકાર સામે ભારત સાથેના સંબંધો અકબંધ રહેશે.
ઉલ્લેખનીય છે કે હેરિસ તેમના ભારત સામેના સંબંધો વિષે હજી સુધી ખાસ બોલતાં જ નહતાં. ઉલટાનાં કલમ ૩૭૦ માટે તેઓએ ભારત સરકારની ટીકા પણ કરી હતી. પરંતુ સાથે તે વાત પણ નિશ્ચિત છે કે હવે પરિસ્થિતિ પલટાઇ ગઇ છે. ચીનની કાર્યવાહી ભયજનક બનતી જાય છે તેથી અમેરિકાએ જાપાન અને ઓસ્ટ્રેલિયા સાથે ભારતને પણ ક્વૉડ જૂથમાં જોડયું છે.
હવે હેરિસની આંખ ઉઘડી છે. સપ્ટેમ્બર મહિનામાં જ તેઓએ તાઈવાનને ચીનનાં સંભવિત આક્રમણ સામે તાઈવાનને રક્ષવા મજબૂત સુરક્ષા કવચ ઊભું કરવાની તેઓ તરફદારી કરે છે.
ટૂંકમાં ચીનનો યલો પેરિલ ભારત અમેરિકાને નિકટ લાવી રહ્યો છે. તે નિર્વિવાદ છે. આમ છતાં ઇન્દ્રાણી વાગસી જેવાં આંતરરાષ્ટ્રીય બાબતોમાં નિષ્ણાત તેવાં ઇન્દ્રાણી બાગચીએ વૉશિંગ્ટન પોસ્ટ જુલાઈ મહિનામાં કહ્યું હતું કે કમલા હેરિસે જ તાજેતરમાં ભારત અમેરિકા સંબંધો જે ટીકાઓ કરી હતી તે મૈત્રી પૂર્ણ તો ન જ હતી મને લાગે છે કે ભારત કેટલાક મુદ્દાઓ અંગે ક્યા ઉભું છે તે દર્શાવી આપે છે.