Get The App

કમલનાથ અંગે આવ્યા મોટા સમાચાર, રાહુલ ગાંધી સાથે વાતચીત બાદ નિર્ણય બદલ્યો!

કમલનાથની ભાજપમાં જોડાવાની માત્ર અફવા, તેઓ કોંગ્રેસમાં જ રહેશે : મધ્ય પ્રદેશ કોંગ્રેસ

નકુલનાથ અને કેટલાક ધારાસભ્યો ભાજપમાં જોડાવાની નવી અટકળો વહેતી થઈ

Updated: Feb 19th, 2024


Google NewsGoogle News
કમલનાથ અંગે આવ્યા મોટા સમાચાર, રાહુલ ગાંધી સાથે વાતચીત બાદ નિર્ણય બદલ્યો! 1 - image


Kamal Nath News : મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા કમલનાથ ભાજપમાં જોડાવા હોવાની અટકળો વહેતી થયા બાદ બે દિવસથી રાજકારણમાં ખળભળાટ મચી રહ્યો છે. જોકે કમલનાથે ગઈકાલે તમામ અટકળોનો જવાબ આપતા કહ્યું હતું કે, ‘જો આવું થશે તો બધાને ખબર પડી જશે, પરંતુ મારે હજુ સુધી કોઈની સાથે વાત થઈ નથી.’ તેમના આ નિવેદન બાદ તેમણે ‘કોંગ્રેસમાં જ હોવાનો અને ભાજપમાં હું નથી જ જવાનો’ હોવાનું ભારપૂર્વક ન કહેતા હજુ પણ કોંગ્રેસ પર સંકટના વાદળો ઘેરાતા જોવા મળી રહ્યા છે. દરમિયાન તેઓ ભાજપમાં જોડાવા નથી, એવું સૂત્રોને ટાંકીને કહેવાઈ રહ્યું છે. જોકે તેમના પુત્ર નકુલનાથ અને કોંગ્રેસના કેટલાક ધારાસભ્યો ભાજપમાં સામેલ થઈ શકે છે.

કમલનાથની રાહુલ ગાંધી સાથે વાતચીત

મીડિયા અહેવાલો અને કેટલીક રાજકીય અટકળો મુજબ કમલનાથની રાહુલ ગાંધી (Rahul Gandhi) સાથે વાતચીત થઈ છે, જેમાં તેમણે પાર્ટીમાં જ રહેવાનો નિર્ણય કર્યો છે. અગાઉ કોંગ્રેસ (Congress)ના વરિષ્ઠ નેતા દિગ્વિજય સિંહે ભારપૂર્વક જણાવ્યું હતું કે, ‘મારી કમલનાથ સાથે વાતચીત થઈ છે અને તેઓ આવો નિર્ણય લેવાના નથી.’

‘કમલનાથ કોંગ્રેસના છે અને કોંગ્રેસના જ રહેશે’

મધ્યપ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ જીતુ પટવારીએ કહ્યું કે, ‘આ બધી અફવા છે અને તે માટે મીડિયા જવાબદાર છે. આ કમલનાથ વિરુદ્ધનું ષડયંત્ર છે. મેં તેમની સાથે વાતચીત કરી છે, જેમાં તેમણે કહ્યું કે, આ અટકળો માત્ર અફવા છે અને તેઓ કોંગ્રેસના છે અને કોંગ્રેસના જ રહેશે. તેઓ છેલ્લા શ્વાસ સુધી કોંગ્રેસની વિચારધારા સાથે કાયમ રહેશે.’ જોકે કોંગ્રેસ તરફથી નકુલનાથ (Nakul Nath) અને કોંગ્રેસના ધારાસભ્યો અંગે કંઈપણ કહેવામાં આવ્યું નથી.

કમલનાથ અફવાઓને નકારતા કેમ નથી?

જીતુ પટવારી અને દિગ્વિજય સિંહનું નિવેદનથી અલગ ખુદ કમલનાથે મીડિયાને આપેલા બે નિવેદનો જોઈએ તો સમજાશે કે, કમલનાથે ભાજપમાં જોડાવાની યોજના બનાવી હતી, પરંતુ તે શક્ય ન બની શકે, જોકે આ અટકળો છે. જ્યારે મીડિયાએ કમલનાથને પૂછ્યું કે, શું તેઓ ખરેખર ભાજપમાં જઈ રહ્યા છે, તેમણે કહ્યું હતું કે, ‘જો આવું થશે તો તેઓ સૌથી પહેલા મીડિયાને જણાવશે.’ તેમના આ નિવેદનથી શું સમજવામાં આવે? તેઓ સ્પષ્ટ કેમ કહી રહ્યા નથી કે, હું ક્યાય જવાનો નથી, આ માત્ર અફવા છે. દિગ્વિજય સિંહે કહ્યું હતું કે, કોંગ્રેસે તેમને શું નથી આપ્યું ? તેઓ કોંગ્રેસ છોડીને જાય, તેવું ક્યારે ન બની શકે.


Google NewsGoogle News