Get The App

કોંગ્રેસ નેતાએ કેન્દ્રીય મંત્રીને કાળિયા કુમારસ્વામી કહેતા વિવાદ, JDSએ કહ્યું- રંગભેદી ટિપ્પણી બદલ રાજીનામું આપો

Updated: Nov 11th, 2024


Google NewsGoogle News
કોંગ્રેસ નેતાએ કેન્દ્રીય મંત્રીને કાળિયા કુમારસ્વામી કહેતા વિવાદ, JDSએ કહ્યું- રંગભેદી ટિપ્પણી બદલ રાજીનામું આપો 1 - image


zameer ahmeds racial slur against H D Kumaraswamy: કોંગ્રેસ નેતા અને કર્ણાટક સરકારમાં મંત્રી ઝમીર અહેમદે કેન્દ્રીય મંત્રી એચડી કુમાર સ્વામી પર રંગભેદી ટિપ્પણી કરી છે. એક જનસભાને સંબોધિત કરતા ઝમીર અહેમદે કુમારસ્વીમીને 'કાળિયા કુમારસ્વામી' કહી દીધા હતા. ઝમીર અહમદ સીએમ સિદ્ધારમૈયાના નેતૃત્વ વાળી કર્ણાટક કેબિનેટના સદસ્ય છે. ચામરાજપેટ મતવિસ્તારમાંથી 5 વખત ધારાસભ્ય રહી ચૂકેલા ઝમીર અહેમદ લઘુમતી બાબતોના મહત્વપૂર્ણ વિભાગના પ્રભારી છે.

 'કાળિયા કુમારસ્વામી' ભાજપ કરતા વધુ ખતરનાક 

ઝમીર અહેમદ તાજેતરમાં જ ભાજપમાંથી કોંગ્રેસમાં સામેલ થયેલા પક્ષપલટો કરનાર નેતા સીપી યોગેશ્વર વિશે વાત કરી રહ્યા હતા. તેમણે કહ્યું કે, 'કેટલાક કોંગ્રેસના નેતાઓ સાથે મતભેદને કારણે તેઓ (CP યોગેશ્વર) BSPમાં સામેલ થઈ ગયા. અપક્ષ તરીકે ચૂંટણી લડ્યા અને અન્ય કોઈ વિકલ્પ ન હોવાના કારણે તેઓ ભાજપમાં સામેલ થઈ ગયા, કારણ કે તેઓ જનતા દળ સાથે જવા નહોતા માગતા. કારણ કે, તેમને લાગ્યું કે 'કાળિયા કુમારસ્વામી' ભાજપ કરતા વધુ ખતરનાક છે. હવે આ અમારી પાર્ટીના ઉમેદવાર સીપી યોગેશ્વરની ઘર વાપસી છે.

કોંગ્રેસ પર જેડીએસના પ્રહાર

કુમારસ્વામીની પાર્ટી જેડીએસે ઝમીરના નિવેદનની આકરી ટીકા કરી છે. જેડીએસએ x પર પોસ્ટ કરતા કહ્યું કે, 'ઝમીર અહેમદે ચન્નાપટના પેટાચૂંટણીના પ્રચાર દરમિયાન રંગભેદી અપશબ્દોનો ઉપયોગ કર્યો છે. કેન્દ્રીય મંત્રી એચડી કુમારસ્વામીને ઝમીર અહેમદ ખાને ઉર્દૂમાં 'કાળિયા કુમારસ્વામી' કહીને તેમનું અપમાન કર્યું છે. આવી ટીપ્પણી કરીને તેમણે અશ્વેત લોકોનું વંશીય રીતે અપમાન કર્યું છે અને રંગભેદી ભેદભાવ કર્યો છે. તેમના મોંમાંથી નીકળેલા આવા વંશીય તિરસ્કારના શબ્દો અક્ષમ્ય છે.'

આ પણ વાંચો: 'અયોધ્યાને હચમચાવી નાખીશું...' ખાલિસ્તાની આતંકી પન્નુની રામમંદિરને ઉડાવી દેવાની ધમકી

જેડીએસે રાજ્યના ગૃહમંત્રી જી પરમેશ્વર અને રામનગર પોલીસને આ મામલે કાર્યવાહી કરવાની અપીલ કરી છે. પાર્ટીએ માગ કરી કે, ઝમીર અહેમદ સામે રંગભેદી દુર્વ્યવહાર, જાતિવાદ અને સમાજમાં શાંતિ ભંગ કરવાનો પ્રયાસ કરવા બદલ તાત્કાલિક યોગ્ય કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે. 


Google NewsGoogle News