ભારત જોડો ન્યાય યાત્રામાં જોડાયા તેજસ્વી યાદવ, રાહુલ સાથેની તસવીર ચર્ચાનો વિષય બની

રાહુલ ગાંધી અને તેજસ્વી યાદવ એક જ ગાડીમાં બેઠા હતા

Updated: Feb 16th, 2024


Google NewsGoogle News
ભારત જોડો ન્યાય યાત્રામાં જોડાયા તેજસ્વી યાદવ, રાહુલ સાથેની તસવીર ચર્ચાનો વિષય બની 1 - image

image : Twitter



Bharat jodo Nyay Yatra | ભારત જોડો ન્યાય યાત્રામાં બિહારના પૂર્વ ઉપમુખ્યમંત્રી તેજસ્વી યાદવ પણ જોડાયા હતા. તેમણે શુક્રવારે સાસારામમાં કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીને જોઈન કર્યા હતા. આ દરમિયાન બંને વચ્ચેની મિત્રતા સ્પષ્ટ દેખાઈ રહી હતી. સૌથી રસપ્રદ નજારો એ હતો કે રાહુલ ગાંધી અને તેજસ્વી યાદવ એક જ ગાડીમાં બેઠા હતા. જેમાં તેજસ્વી યાદવ ડ્રાઈવ કરી રહ્યા હતા અને રાહુલ ગાંધી બાજુની સીટ પર બેઠા હતા. 

રાજકીય જગતમાં આ તસવીર ચર્ચાનો વિષય બની 

બંને નેતાઓની આ તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે જેની ભારે પ્રશંસા થઇ રહી છે. જોકે અમુક યુઝર્સ તેમને ટ્રોલ પણ કરી રહ્યા છે. પરંતુ રાજકીય જગતમાં આ આ તસવીર ચર્ચાનો વિષય બની ચૂકી છે. ઉલ્લેખનીય છે કે રાહુલ ગાંધી આજે કૈમૂરના દુર્ગાવતીના ધનેછામાં એક સભાને સંબોધશે. બંને નેતાઓ એકસાથે મોદી સરકાર સામે હુંકાર ભરશે અને નીતીશ કુમાર સામે પણ નિશાન તાકે તેવી શક્યતા છે.

ભારત જોડો ન્યાય યાત્રામાં જોડાયા તેજસ્વી યાદવ, રાહુલ સાથેની તસવીર ચર્ચાનો વિષય બની 2 - image


Google NewsGoogle News