રૂ.92 લાખમાં કચોરીની દુકાન, લાડુની દુકાન માટે રૂ.76 લાખ: મહાકુંભમાં દુકાનોના ભાડા જાણી ચોંકી જશો
Image: Facebook
Maha Kumbh Mela 2025: ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં 14 જાન્યુઆરીથી મહાકુંભની શરૂઆત થઈ રહી છે. આ પહેલા તંત્ર અને સરકારની તૈયારીઓને પૂરી કરવામાં આવી રહી છે. દેશ-દુનિયાની લગભગ 40 કરોડ લોકો મહાકુંભ મેળામાં પહોંચવાની આશા છે. મેળામાં આવતાં લોકોની સંખ્યાને જોતાં તમામ વ્યવસાયી પોતાનો સ્ટોલ ત્યાં લગાવવાનું વિચારી રહ્યાં છે. દરમિયાન મેળા તંત્ર તરફથી પણ સ્ટોલની ફાળવણીને લઈને સ્થિતિ સ્પષ્ટ થતી નજર આવી રહી છે. 30X30 ફૂટની દુકાનનું ભાડું જાણીને તમે ચોંકી જશો. એક પ્લેટ કચોરીની કિંમત ભલે 30 રૂપિયા હોય પરંતુ લગભગ 900 સ્કવેર ફૂટની દુકાનનું ભાડું 92 લાખ રૂપિયા નક્કી કરવામાં આવ્યું છે.
13 જાન્યુઆરીથી શરૂ થશે મહાકુંભ
પ્રયાગરાજ મહાકુંભનું આયોજન 13 જાન્યુઆરી 2025થી શરૂ થશે. આને લઈને જમીનની ફાળવણી શરૂ થઈ છે. ત્યાં સ્ટોલ લગાવવા માટે ફાળવવામાં આવતી જમીનની કિંમત લાખોમાં છે. પ્રાઈમ લોકેશન પર જમીનનું ભાડું ખૂબ મોંઘું છે. કચોરીની દુકાનની બાજુમાં લાડુની દુકાન માટે જમીનની ફાળવણી કરવામાં આવી છે. તેનું ભાડું 75 લાખ રૂપિયા રાખવામાં આવ્યું હતું. મહાકુંભમાં લાગનારા સ્ટોલ પર મહાકુંભના દોઢ મહિનાની ભીડ રહેશે.
ભવ્ય મહાકુંભની છે તૈયારી
પ્રયાગરાજ મહાકુંભને આ વર્ષે દિવ્ય અને ભવ્ય બનાવવાની યોજના તૈયાર કરવામાં આવી છે. 4000 હેક્ટર એટલે કે 15,840 વીઘા વિસ્તારમાં મેળા વિસ્તારને બનાવવામાં આવશે. અહીં પહેલી વખત 13 કિલોમીટર લાંબો રિવર ફ્રન્ટ બની રહ્યો છે. જેમાં 40 કરોડ લોકોના આવવાની શક્યતા છે. ભવ્ય આયોજનમાં કમાણીની અપાર શક્યતાઓને જોતાં દરેક વેપારી ત્યાં દુકાન લગાવવા ઈચ્છે છે. મેળા વિસ્તારમાં નિર્માણ માટે દરેક સ્થળે જેસીબીથી જમીન સમતલ કરવામાં આવી રહી છે. ગંગા પર પાંટૂન પુલ (પીપા પુલ) બની રહ્યાં છે.
આ પણ વાંચો: હવે ગરીબો કોર્ટ-કચેરીમાં પગ મૂકતાં ગભરાશે નહીં, સમય પર મળશે ન્યાય: PM મોદી
દુકાનો સજવા લાગી
મેળા વિસ્તારમાં દુકાનો પણ સજવા લાગી છે. દુકાનોમાં હવે લોકોની ભીડ પણ આવવા લાગી છે. સંગમ કિનારે નક્કી દુકાનોના ભાડા સૌથી વધુ છે. કચોરી અને લાડુની દુકાનો સૌથી મોંઘી છે. પરેડ ગ્રાઉન્ડમાં મહારાજ કચોરી અને પ્રસાદ ભોગના નામથી એક દુકાન છે. 30 X 30 સ્કવેર ફૂટની આ દુકાનનું ટેન્ડર 92 લાખ રૂપિયામાં ફાઈનલ થયું છે. આ દુકાનને પવન કુમાર મિશ્રાએ લગાવી છે. તેઓ કહે છે કે 'કચોરી અને લાડુ બનાવવાનું કામ પહેલેથી કરતાં રહ્યાં છે પરંતુ કુંભમાં પહેલી વખત દુકાન લગાવવાનું વિચાર્યું. મેળા તંત્રએ મને પોતાની દુકાનથી લગભગ 200 મીટર દૂર જગ્યા આપી. તે પણ રોડ પર સ્થિત છે. 2 મહિના હું ત્યાં દુકાન લગાવીશ. તે બાદ પાછો આ સ્થળે આવી જઈશ. જે સ્થળે મારી દુકાન છે ત્યાં વિશ્વ હિન્દુ પરિષદને સ્થાન આપવામાં આવ્યું છે. ભલે ભાડું વધું હોય પરંતુ સામગ્રીઓના ભાવ વધારીશું નહીં.'
76 લાખમાં લાડુની દુકાન
સૂતેલા હનુમાન મંદિર પર આ વખતે લાડુના સ્ટોલમાં વધારો થયો છે. જય બજરંગ ભોગ નામની એક દુકાન હવે ત્યાં ખુલી છે. આ લાડુની દુકાન માટે ટેન્ડર 76 લાખ રૂપિયામાં ખુલી. પરેડ ગ્રાઉન્ડમાં જ મહાકાલ પ્રસાદ ભોગ અને કચોરી ભંડાર દુકાન 75 લાખ રૂપિયામાં વેચાઈ છે. ઝૂંસી સાઈડ અને મેળાવિસ્તારની અંદર પણ દુકાનોનું વેચાણ થઈ રહ્યું છે. ત્યાં પણ ભાડું વધારે છે. ગંગાના કિનારે કુંભ દરમિયાન લાગનારા સ્ટોલનો રેટ અન્ય સ્થળોની સરખામણીએ ઓછો છે.
10 હજાર દુકાનનો ટાર્ગેટ
મહાકુંભના આયોજનને જોતાં તંત્રએ 10 હજાર સ્ટોલ વેચવાનો ટાર્ગેટ રાખ્યો છે. 2019 ના કુંભમાં કુલ 5721 સ્ટોલની અરજી આવી હતી. 2012ના મહાકુંભના આ સંખ્યા લગભગ 2000 હતી. તે સમયે ઓફલાઈન ટેન્ડર દ્વારા ફાળવણી થતી હતી. 2019થી ટેન્ડર પ્રક્રિયા ઓનલાઈન કરી દેવાઈ. 13 નવેમ્બરથી દુકાનો માટે ટેન્ડર પ્રક્રિયા ચાલી રહી છે. અત્યાર સુધી 2000 થી વધુ દુકાનોનું ટેન્ડર થઈ ચૂક્યું છે. ગંગા કિનારે લાગનારા સ્ટોલનું ભાડું પણ ત્રણથી પાંચ લાખ સુધી પહોંચી રહ્યું છે.