Get The App

ભાજપના 'મહારાજા' એ લોકસભા ચૂંટણીમાં કર્યો આટલો ખર્ચો, સામે કોંગ્રેસના ઉમેદવારે કેટલાં પૈસા વાપર્યા?

Updated: May 12th, 2024


Google NewsGoogle News
ભાજપના 'મહારાજા' એ લોકસભા ચૂંટણીમાં કર્યો આટલો ખર્ચો, સામે કોંગ્રેસના ઉમેદવારે કેટલાં પૈસા વાપર્યા? 1 - image


Image Source: Twitter

Lok Sabha Election 2024: હાઈપ્રોફાઈલ બેઠકોમાં સામેલ ગુના લોકસભા બેઠક પર ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારોએ ચૂંટણીની વિગતો રજૂ કરી છે. જ્યોતિરાદિત્ય સિંધિયા અને યાદવેન્દ્ર સિંહે લોકસભા ચૂંટણીમાં થયેલા ખર્ચનો હિસાબ રજૂ કર્યો છે.

જ્યોતિરાદિત્ય સિંધિયાએ 71 લાખ 82 હજાર 780 રૂપિયાનો ખર્ચ કર્યો

જ્યોતિરાદિત્ય સિંધિયાએ 26 એપ્રિલથી લઈને છેલ્લા દિવસ સુધી 71 લાખ 82 હજાર 780 રૂપિયાનો ખર્ચ બતાવ્યો છે. જ્યોતિરાદિત્ય સિંધિયાએ રેલી, વાહન, હેલિપેડ, સ્ટેજ, ટેન્ટ, કુલર, પાણી, ટેન્કર, ફૂલમાળા અને અન્ય સામગ્રી પર ખર્ચ બતાવ્યો છે. ચૂંટણી ખર્ચમાં VIP મૂવમેન્ટ માટે બનાવવામાં આવેલા બે હેલિપેડનો ખર્ચ પણ ઉમેરવામાં આવ્યો છે. ભાજપના ઉમેદવાર જ્યોતિરાદિત્ય સિંધિયા માટે અમિત શાહ અને યોગી આદિત્યનાથે પબ્લિક મીટિંગ કરી હતી. 

સંસદીય સંસદીય ક્ષેત્રના ગુના શિવપુરી અશોકનગરમાં નુક્કડ સભાઓનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેની વિગતો જ્યોતિરાદિત્ય સિંધિયાએ આપી છે. ગુના-શિવપુરી સંસદીય ક્ષેત્રના ભાજપના ઉમેદવાર જ્યોતિરાદિત્ય સિંધિયા તરફથી ગ્વાલિયરના પૂર્વ ધારાસભ્ય રમેશ અગ્રવાલે ચૂંટણી ખર્ચનો હિસાબ રજૂ કર્યો છે. તેમાં તેમણે ગુના શહેરી વિસ્તારમાં હોર્ડિંગ્સ લગાવવા માટે 56,000 રૂપિયાનો ખર્ચ કર્યો છે. તેમના પેટ્રોલ અને ડીઝલ પાછળ 90 હજાર રૂપિયાનો ખર્ચ થયો છે. સિંધિયાના ચૂંટણી એજન્ટે વાહન ભાડા તરીકે રૂ. 2 લાખનો ખર્ચ બતાવ્યો છે. 

 કોંગ્રેસના ઉમેદવાર યાદવેન્દ્ર સિંહે 7 લાખ 90 હજાર 813 રૂપિયાનો ખર્ચ કર્યો

જ્યોતિરાદિત્ય સિંધિયા સામે ચૂંટણી મેદાનમાં ઉતરેલા કોંગ્રેસના ઉમેદવાર યાદવેન્દ્ર સિંહે પણ ચૂંટણી ખર્ચનો હિસાબ રજૂ કર્યો છે. યાદવેન્દ્ર સિંહે ચૂંટણીમાં 7 લાખ 90 હજાર 813 રૂપિયાનો ખર્ચ કર્યો છે. ચૂંટણીમાં વપરાતા વાહનો, કાર્યાલય અને રેલીઓ પાછળનો ખર્ચ બતાવ્યો છે. યાદવેન્દ્ર સિંહનો ચૂંટણી ખર્ચ સિંધિયાના ખર્ચની તુલનામાં દસ ગણો ઓછો છે. યાદવેન્દ્રના પક્ષમાં કોઈ મોટા નેતાએ ચૂંટણી સભા પણ નથી કરી. 

ચૂંટણી ખર્ચ તરીકે 95 લાખ રૂપિયાની રકમ નક્કી કરાઈ હતી

લોકસભા ચૂંટણી માટે ચૂંટણી પંચે એક ઉમેદવાર દ્વારા ચૂંટણી ખર્ચ તરીકે 95 લાખ રૂપિયાની રકમ નક્કી કરી હતી. ગુના-શિવપુરી સંસદીય ક્ષેત્રમાંથી 15 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં ઉતર્યા હતા. જેમાં ભાજપમાંથી જ્યોતિરાદિત્ય સિંધિયા, કોંગ્રેસમાંથી રાવ યાદવેન્દ્ર સિંહ અને બસપા તરફથી ધની રામ મુખ્ય ઉમેદવાર હતા. આ ઉપરાંત વધુ 12 લોકો ચૂંટણી લડીને પોતાનું નસીબ અજમાવી રહ્યા હતા. આવી જ રીતે અન્ય ઉમેદવારોએ પણ પોતપોતાના ખર્ચનો હિસાબ રજૂ કર્યો છે. સૌથી સારી બાબત એ છે કે એક પણ ઉમેદવારે નિર્ધારિત ખર્ચની રકમ જેટલા પૈસા ખર્ચ નથી કર્યા.

ગુના-શિવપુરી સંસદીય ક્ષેત્રના બસપા ઉમેદવાર ધનીરામ ચૌધરીએ પણ ચૂંટણી પંચ સમક્ષ પોતાનો ચૂંટણી ખર્ચ રજૂ કર્યો છે, જેમાં તેમણે જણાવ્યું છે કે ચૂંટણીમાં અલગ-અલગ ખર્ચ તરીકે 1 લાખ 96 હજાર રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે. તેમણે પણ વાહનો, ટેન્ટ વગેરેનું ભાડું ચૂકવવાનો પણ ઉલ્લેખ કર્યો છે.


Google NewsGoogle News