Get The App

કેનેડાની ટ્રુડો સરકારનો યુ-ટર્ન ! ભારત જતા મુસાફરોની વધુ તપાસ કરવાનો નિર્ણય પાછો ખેંચ્યો

Updated: Nov 22nd, 2024


Google NewsGoogle News
કેનેડાની ટ્રુડો સરકારનો યુ-ટર્ન ! ભારત જતા મુસાફરોની વધુ તપાસ કરવાનો નિર્ણય પાછો ખેંચ્યો 1 - image


Canada-India Conflict : કેનેડાની જસ્ટિન ટ્રુડો સરકારે ભારત જતા મુસાફરોની વધુ તપાસ કરવાનો નિર્ણય પરત ખેંચી લીધો છે. કેનેડાના ટ્રાન્સપોર્ટ મંત્રીની ઓફિસે નિર્ણય પરત ખેંચાયો હોવાની જાહેરાત કરી છે. આ નવા નિયમો ગયા સપ્તાહે જ લાગુ કરાયા હતા. કેનેડાના પરિવહન મંત્રી અનિતા આનંદે ગયા સોમવારે કહ્યું હતું કે, કેનેડાથી ભારત જતા મુસાફરો માટે અત્યંત સાવધાની રાખવામાં આવી રહી છે. એર કેનેડા દ્વારા ભારત જતા મુસાફરોને એક નોટિસ પણ મોકલવામાં આવી હતી, જેમાં કહેવામાં આવ્યું હતું કે, કડક સુરક્ષાના આદેશ હેઠળ ભારત જતા તમામ મુસાફરોની વધુ તપાસ કરવાનો નિર્ણય લીધો હોવાથી તેમની આગામી ફ્લાઇટ્સમાં વિલંબ થવાની સંભાવના છે.

અગાઉ ભારત જતા મુસાફરોની વધુ તપાસ કરવાનો આદેશ આપ્યો હતો

આ પહેલા કેનેડા સરકારે ભારત જતા મુસાફરોને ચિંતા વધારતો નિર્ણય લીધો હતો. સરકારે ગત સોમવારે ભારત આવતા મુસાફરોની વધુ સુરક્ષા તપાસ કરવાનો તેમજ તેમના સામાનનું એરપોર્ટ પર ખાસ સ્ક્રિનિંગ કરવાનો નિર્ણય લીધો છે. આ દરમિયાન એમ પણ કહ્યું હતું કે, આ સુરક્ષા કારણોસર મુસાફરોની તપાસમાં થોડો વધુ સમય આગશે. કેનેડાના પરિવહન મંત્રી અનિતા આનંદે સોમવારે સાંજે આ નિર્ણય વિશે વાત કરતા તેને નવા અસ્થાયી પ્રોટોકોલનો એક ભાગ ગણાવ્યો હતો, જેને ખૂબ જ સાવધાની પૂર્વક લાગુ કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો : કેનેડા આવતા ભારતીયોનું એરપોર્ટ પર ખાસ ચેકિંગ કરો, ટ્રુડો સરકારના નિર્ણયથી બંને દેશ વચ્ચે તિરાડ વધશે

કેનેડા પોલીસે ભારત પર નિશાન સાધી પ્રોટોકોલ કડક કર્યાનો દાવો કર્યો હતો

રોયલ કેનેડિયન માઉન્ટેડ પોલીસે દાવો કર્યો હતો કે, તેમની પાસે ભારત સરકાર વતી કામ કરતા એજન્ટોની સંડોવણીના પુરાવા છે, જેઓ કેનેડામાં ગેરવસૂલી, ધાકધમકી, સતામણી જેવા સંગઠિત ગુનાઓમાં સામેલ હતા. આ દાવાના એક મહિના પછી ભારત મુસાફરી કરતા પ્રવાસીઓ માટે સુરક્ષા પ્રોટોકોલ કડક કરવાનું પગલું ભરવામાં આવ્યું છે. જોકે બીજીતરફ ભારતે કેનેડિયન પોલીસના દાવાને રદિયો આપ્યો હતો. ઓટાવાના આરોપોને નકારી કાઢ્યા બાદ ભારતે કેનેડા ખાતેના તેના હાઈ કમિશનર સંજય કુમાર વર્માને પણ પાછા બોલાવ્યા હતા. ત્યારથી બંને દેશોએ એકબીજાના ટોચના રાજદ્વારીઓને હાંકી કાઢ્યા હતા. 

આ પણ વાંચો : લંડનમાં અમેરિકન એમ્બેસી બહાર ભયંકર વિસ્ફોટ, એરપોર્ટ ખાલી કરાવાયું, આસપાસના તમામ રસ્તા બંધ


Google NewsGoogle News