Get The App

સંજીવ ખન્ના હશે ભારતના આગામી ચીફ જસ્ટિસ,11 નવેમ્બરે લેશે શપથ, રાષ્ટ્રપતિએ કરી નિમણૂક

Updated: Oct 24th, 2024


Google NewsGoogle News
Justice Sanjeev Khanna



Justice Sanjiv Khanna Appointment: જસ્ટિસ સંજીવ ખન્ના દેશના આગામી મુખ્ય ન્યાયાધીશ બનશે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુએ ભારતના આગામી ચીફ જસ્ટિસ તરીકે તેમની નિમણૂક કરી છે. વર્તમાન ચીફ જસ્ટિસ ડી.વાય. ચંદ્રચૂડ 10 નવેમ્બરે નિવૃત્ત થશે અને જસ્ટિસ ખન્ના 11 નવેમ્બરથી ચીફ જસ્ટિસનું પદ સંભાળશે. તેઓ દેશના 51માં ચીફ જસ્ટિસ બનશે. તેઓ 13 મે 2025ના રોજ નિવૃત્ત થશે આમ તેમનો કાર્યકાળ લગભગ છ મહિના જેટલું હશે.  

1983માં વકિલાતની પ્રેક્ટિસ શરૂ કરી હતી

1983માં વકિલાતની પ્રેક્ટિસ શરૂ કરનારા જસ્ટિસ ખન્ના 2005માં દિલ્હી હાઇકોર્ટના જજ બન્યા. જાન્યુઆરી 2019માં તેમને સુપ્રીમ કોર્ટના જજ તરીકે નિયુક્ત કરાયા હતા. તેમને ફોજદારી, સિવિલ, ટેક્સ અને બંધારણીય કાયદાઓના નિષ્ણાત માનવામાં આવે છે. તેમનો એક પરિચય એ પણ છે કે તે પ્રખ્યાત જજ જસ્ટિસ હંસ રાજ ખન્નાના ભત્રીજા છે. જસ્ટિસ એચ.આર. ખન્ના ઇમરજન્સી સમયની 5 જજોની બેન્ચના એક માત્ર જજ હતા જેમણે ઇમરજન્સી દરમિયાન લોકોની વ્યક્તિગત સ્વતંત્રતાના અધિકાર અંગે અન્ય જજોથી અલગ મત આપ્યું હતું. 

આ પણ વાંચોઃ જમ્મુ-કાશ્મીરના ગુલમર્ગમાં સેનાના વાહન પર આડેધડ ગોળીબાર, બે જવાન શહીદ, ચાર લોકોના મોત

કયા ચર્ચાસ્પદ ચુકાદાઓમાં સામેલ રહ્યા?

જસ્ટિસ સંજીવ ખન્નાએ સુપ્રીમ કોર્ટમાં પોતાના કાર્યકાળ દરમિયાન ઘણા મોટા નિર્ણયો આપ્યા છે. તેમણે લોકસભા ચૂંટણી પ્રચાર માટે તત્કાલિન દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને વચગાળાના જામીન આપ્યા હતા. મનીષ સિસોદિયાને જામીન આપતી વખતે તેમણે કહ્યું હતું કે PMLA એક્ટની કડક જોગવાઈઓ કોઈને ટ્રાયલ વિના લાંબા સમય સુધી જેલમાં રાખવાનો આધાર બની શકે નહીં. તેમણે VVPAT અને EVMના 100 ટકા મેચિંગની માંગને નકારી કાઢી હતી. તેઓ એ બેંચના સભ્ય હતા જેણે ચૂંટણી બોન્ડને ગેરબંધારણીય જાહેર કર્યા હતા. તેમણે એ પણ ચુકાદો આપ્યો હતો કે જો લગ્ન ચાલુ રાખવું અશક્ય છે, તો સુપ્રીમ કોર્ટ તેની વિશેષ સત્તાનો સીધો ઉપયોગ કરીને છૂટાછેડાનો આદેશ આપી શકે છે.

આ પણ વાંચોઃ ભારતીય યુવાનો માટે જર્મનીમાં નોકરીની તક: બે મહત્ત્વપૂર્ણ કરાર માટે ભારત આવી રહ્યા છે ચાન્સેલર



Google NewsGoogle News