Get The App

'હું અયોધ્યા અંગેના ચુકાદાનો બચાવ કરવા નથી માગતો..', જસ્ટિસ નરીમનને પૂર્વ CJIનો જવાબ

Updated: Dec 13th, 2024


Google News
Google News
'હું અયોધ્યા અંગેના ચુકાદાનો બચાવ કરવા નથી માગતો..', જસ્ટિસ નરીમનને પૂર્વ CJIનો જવાબ 1 - image

Former CJI vs Justice Nariman on Ayodhya Case| ભારતના પૂર્વ ચીફ જસ્ટિસ ડી.વાય. ચંદ્રચૂડે અયોધ્યા-બાબરી મસ્જિદ અંગેના ચુકાદા પર ખુલીને વાત કરી છે. તેમણે કહ્યું કે આ નિર્ણયની ટીકા કરનારા ઘણા લોકોએ એક હજારથી વધુ પાનાના ચુકાદાનું એક પાનું પણ વાંચ્યું નથી. તેમણે જસ્ટિસ રોહિંગ્ટન નરીમનના નિવેદન પર પણ પ્રતિક્રિયા આપી હતી જેમાં અયોધ્યા-બાબરી મસ્જિદ વિવાદ પર ચુકાદો આપતી વખતે ધર્મનિરપેક્ષતાને ધ્યાને જ લેવામાં આવી નહોતી. 

જસ્ટિસ ચંદ્રચૂડે શું જવાબ આપ્યો જુઓ 

એક કોન્ક્લેવમાં હાજરી આપતા પૂર્વ જસ્ટિસ ચંદ્રચૂડે જસ્ટિસ નરીમનની ટિપ્પણીનો જવાબ આપતાં કહ્યું કે, 'હું પણ અયોધ્યા અંગેના ચુકાદાનો પક્ષકાર હતો, એટલા માટે હું ચુકાદાનો બચાવ કરવા કે ટીકા કરવામાં નથી માનતો, એ મારા કામનો ભાગ નથી. જ્યારે ન્યાયાધીશ ચુકાદામાં પક્ષકાર હોય ત્યારે ચુકાદો એક જાહેર સંપત્તિ બની જાય છે અને અન્યોએ તેના વિશે વાત કરવી પડે છે.

જસ્ટિસ નરીમન વિશે શું કહ્યું...? 

તેમણે કહ્યું કે જસ્ટિસ નરીમને અમારા ચુકાદાની ટીકા કરી છે, તેથી હું કહેવા માંગુ છું કે તેમની ટીકા એ હકીકતને સમર્થન આપે છે કે ભારતમાં ધર્મનિરપેક્ષતાનો સિદ્ધાંત જીવંત છે કારણ કે બિનસાંપ્રદાયિકતાનો એક મહત્વપૂર્ણ સિદ્ધાંત અંતરાત્માની સ્વતંત્રતા છે અને જસ્ટિસ નરીમન જે કંઈ પણ કરી રહ્યા છે, તે તેમના અંતરાત્મા દ્વારા કરી રહ્યા છે.

અમે ચુકાદાના દરેક શબ્દ માટે અડગ 

તેમણે કહ્યું, 'હકીકત એ છે કે આપણા સમાજમાં એવા લોકો છે જેઓ તેમના વિચારો મુક્ત રીતે રજૂ કરે છે. તે યાદ અપાવે છે કે દેશમાં ધર્મનિરપેક્ષતા જીવંત છે. હું મારા નિર્ણયનો બચાવ કરવા માંગતો નથી, કારણ કે સ્પષ્ટ છે કે હું મારા નિર્ણયનો બચાવ કરી શકતો નથી. અમે ફક્ત પાંચ જજોની બેન્ચ દ્વારા અમારા મંતવ્યો રજૂ કર્યા છે અને દરેક પ્રકારની દલીલો રજૂ કરી છે. આવી સ્થિતિમાં દરેક જજ નિર્ણયનો એક ભાગ છે. અમારા માટે આ એક સામૂહિક નિર્ણય છે અને અમે અમારા દરેક શબ્દ માટે અડગ છીએ. 

ધર્મનિરપેક્ષતા વિશે શું બોલ્યાં 

ધર્મનિરપેક્ષતા વિશે જસ્ટિસ નરીમનની વાત પર જસ્ટિસ ચંદ્રચૂડે કહ્યું કે, 'આ એક ધારણા છે અને બીજી ઘણી ધારણાઓ પણ હશે. આવી સ્થિતિમાં અદાલતો વર્તમાન મુદ્દાઓ પર નિર્ણય લે છે. તેઓ દેશ સમક્ષના મુદ્દાઓ પર નિર્ણય લે છે. નાગરિકોને ટીકા કરવાનો, ચર્ચા કરવાનો, ટિપ્પણી કરવાનો અધિકાર છે. લોકશાહીમાં આ બધું સંવાદની પ્રક્રિયાનો એક ભાગ છે. આ જસ્ટિસ નરીમનનો મત છે અને દરેક વ્યક્તિ આ દૃષ્ટિકોણનું સન્માન કરે છે, પરંતુ ચોક્કસપણે આ દૃષ્ટિકોણ સત્યના એકાધિકારને પ્રતિબિંબિત કરતું નથી. અંતિમ શબ્દ સુપ્રીમ કોર્ટના હશે.

શું કહ્યું હતું જસ્ટિસ નરીમને

ભૂતપૂર્વ ન્યાયાધીશ જસ્ટિસ આર.એફ નરીમને રામજન્મભૂમિ-બાબરી મસ્જિદ કેસમાં સર્વોચ્ચ અદાલતના 2019ના ચુકાદાની ટીકા કરી હતી અને તેને "ન્યાયની મજાક" ગણાવતાં કહ્યું હતું કે તે બિનસાંપ્રદાયિકતાના સિદ્ધાંત સાથે ન્યાય કરતું નથી. જસ્ટિસ નરીમને કહ્યું કે, 'હું માનું છું કે ન્યાયની સૌથી મોટી મજાક એ છે કે આ ચુકાદામાં ધર્મનિરપેક્ષતાને યોગ્ય સ્થાન આપવામાં આવ્યું નથી. જસ્ટિસ નરીમને મસ્જિદ તોડી પાડવાનું ગેરકાયદેસર હોવા છતાં વિવાદિત જમીન આપી દેવા માટે કોર્ટ દ્વારા આપવામાં આવેલા તર્ક સાથે અસંમતિ દર્શાવી હતી. 

'હું અયોધ્યા અંગેના ચુકાદાનો બચાવ કરવા નથી માગતો..', જસ્ટિસ નરીમનને પૂર્વ CJIનો જવાબ 2 - image



Tags :
justice-narimanayodhya-verdictformer-cji-dy-chandrachudSupreme-Court

Google News
Google News