લાલ કિલ્લો-તાજ મહેલ તોડીને જ જોઇ લો, સાચો ઈતિહાસ બહાર આવી જશે
નવી દિલ્હી, તા. 23 મે 2022 સોમવાર
દેશમાં જ્ઞાનવાપી મંદિર-મસ્જિદથી લઈને કુતુબ મિનારના નામકરણને લઈને વિવાદ ચાલી રહ્યો છે. આ મુદ્દાઓ હવે ટોક ઓફ ધ ટાઉન બની ગયાં છે. જોકે હવે આ અંગે ચોતરફ રોષ ભભૂકી રહ્યો છે. એક ઈતિહાસકારે તો કહ્યું કે ઈતિહાસ જ જાણવો હોય તો તોડી પાડો તાજમહલ અને કુતુબ મિનાર, એની નીચેથી જ તમને સાચી હકીકત જાણવા મળી જશે.
ખ્યાતનામ લેખક અને ઈતિહાસકાર એસ ઈરફાન હબીબને આ વિશે નિવેદન આપ્યું કે મંદિરોને તોડીને મસ્જિદ બનાવવામાં આવી તે અંગેનો કોઈ ઈતિહાસ નથી. દરેક હુમલા વિશેની તમામ બાબતો ઈતિહાસમાં નોંધાયેલી છે. આજકાલ જે દાવા કરવામાં આવી રહ્યા છે તે મને જ પહેલીવાર જાણવા મળી રહ્યાં છે. આ બધી દરેકની દેખાદેખીમાં કરેલ મનઘડંત વાતો છે. જો ઈતિહાસ જાણઓ જ હોય તો એક વખત તમામ સ્ટ્રક્ચર તોડી દો. ધ્વસ્ત કરીને જોઈ લો. બધી જ હકીકત સામે આવી જશે. આટલી ખોટી ચર્ચાઓ કરવાની જરૂરત જ નથી.
ઈતિહાસકારોએ પુરાવા મેળવ્યા છે કે મંદિર તોડીને મસ્જિદો બનાવવામાં આવી. આપણે ઈતિહાસમાં જઈશુ તો ઔરંગઝેબના કેટલાય બધા ફરમાન છે જેને ઈતિહાસકારોએ પણ લખ્યા છે કે મંદિરોને તોડવામાં આવ્યા અને ત્યાં મસ્જિદો બનાવવામાં આવી. એટલે સુધી કે મંદિરોને કેમ તોડવામાં આવ્યા. તેનો પણ એક અલગ ઈતિહાસ છે.
બધુ જ ઈતિહાસમાં નોંધાયેલુ છે, કંઈ નવી વાત નથી
એસ ઈરફાન હબીબ કહે છે કે તે સમયમાં જે થયુ, તે બધુ ઈતિહાસમાં નોંધાયેલુ છે પરંતુ આજે જે દાવો કરવામાં આવી રહ્યો છે કે આ પહેલીવાર લોકોને બતાવવામાં આવી રહ્યુ છે અને ઈતિહાસકારોએ કંઈ જણાવ્યુ નહીં, આ બધી ખોટી વાતો છે. આ બધી બાબત પહેલેથી જ ઈતિહાસમાં નોંધાયેલી હતી. વાત એ છે કે તમે ઈતિહાસમાં કેટલુ પાછળ જવા ઈચ્છો છો? તમે મધ્યકાલીન યુગમાં જ કેમ રોકાવ છો અને પાછળ કેમ જતા નથી?
બ્રાહ્મણ શાસક શુંગે બૌદ્ધ વિહાર તોડ્યા
તેમણે કહ્યુ કે જો તમારે ઈતિહાસને જ સાચો કરવો છે તો તમે બૌદ્ધ કાળમાં જાવ. જ્યાં અશોકા બાદ પુષ્યમિત્ર શુંગ જે બ્રાહ્મણ હતા અને અશોકના દરબારી હતા. જ્યારે તેમની પાસે શાસન આવ્યુ અને સામ્રાજ્ય સ્થાપિત થયુ તો તેમણે તમામ બૌદ્ધ વિહાર તોડી દીધા, આ બધુ જ ઈતિહાસમાં નોંધાયુ છે. પરંતુ વોટ બેન્ક માટે આ મુદ્દો નથી.
તો મુસ્લિમોએ શિવલિંગની ખૂબ ઈજ્જત કરી
હબીબે કહ્યુ કે તમારે હિંદુ-મુસ્લિમ અને મંદિર તોડ્યા સિવાય હિંદુ-મુસ્લિમ વિવાદનો ઈતિહાસ રચવાનો છે અને બતાવવાનુ છે કે મધ્યકાલીન ભારતમાં કંઈ થયુ નથી. તેમણે જ્ઞાનવાપી મામલે કહ્યુ કે ત્યાં શિવલિંગ કેવી રીતે હોઈ શકે છે અને તે ત્યાં કેવી રીતે રહ્યુ, જ્યાં 400 વર્ષથી મસ્જિદ છે. જો મુસલમાન ઈચ્છે તો તેને ખતમ કરી શકતા હતા. તેઓ શિવલિંગને કેવી રીતે સંભાળીને રાખી રહ્યા છે. મુસલમાનોએ તેમની ખૂબ ઈજ્જત કરી અને તેને અકબંધ રાખ્યુ.
જ્ઞાનવાપીમાં શિવલિંગ નહીં, માત્ર ફુવારો છે
તેમણે કહ્યુ કે તે શિવલિંગ નથી, તે માત્ર ફુવારો છે અને મોટી મસ્જિદોમાં દરેક જગ્યાએ ફુવારા મળશે. મેરઠમાં અમારી ફોજવાળી મસ્જિદ છે ત્યાં પણ ફાઉન્ટેન છે જેટલી પણ મોટી મસ્જિદ છે જ્યાં જગ્યા છે ત્યાં વજુ માટે જગ્યા બનાવવામાં આવે છે અને બ્યૂટીફિકેશન માટે ફાઉન્ટેન લગાવવામાં આવે છે અને તે જ પ્રકારનો ફુવારો છે.
હબીબનુ કહેવુ હતુ કે તે ફુવારો ઘણા દિવસથી બંધ છે. ઘણા લોકોએ નીચે સુધી શોધ કરી છે પરંતુ શિવલિંગ આ રીતે હોતુ નથી. આ ફુવારો ઘણા વર્ષોથી ફંક્શનલ નથી અને અમારા ઘણા બધા ફુવારા બંધ પડી ગયા છે. તેમણે કહ્યુ કે આ એક્સેપ્ટેડ સેટ છે કે તે જમાનામાં ઘણા બધા મંદિર તોડવામાં આવ્યા અને તેની પર મસ્જિદ બનાવવામાં આવી કેમ કે તે પોતાની ઓથોરિટીને જોવા માટે મંદિરને તોડીને મસ્જિદ બનાવતા હતા.
આ હિંદુ શાસકોએ તો મંદિર પણ તોડ્યા
ઘણા બધા હિંદુ રાજા છે, જેમણે પણ આ કામ કર્યુ. તેઓ પણ પોતાનુ શક્તિ પ્રદર્શન કરવા ઈચ્છતા હતા. તે જેને હરાવતા હતા, તેમના ઈષ્ટ દેવના મંદિરને તોડતા હતા અને પોતાની દેવીને સ્થાપિત કરતા હતા પરંતુ આ તે સમયે એક પરંપરા હતી. કાશ્મીરનો એક રાજા હર્ષ હતો, જે ઈતિહાસમાં ઓળખાય છે. તેણે બધા મંદિર તોડ્યા. ચોલા રાજાઓએ બંગાળની સેના ડાયનેસ્ટી પર હુમલો કર્યો અને હુમલા બાદ જેટલા મંદિર હતા, તે સૌને તોડ્યા અને ત્યાંથી કેટલીક મૂર્તિ લઈને દક્ષિણ ભારત ચાલ્યા ગયા જ્યારે બંને હિંદુ હતા.
કુતુબ મિનારમાં બધુ જ શિલાલેખ પર લખેલુ છે
આજના મોર્ડન ઈતિહાસમાં એ કહેવુ કે અમે આને રિક્લેમ કરીશુ. આ રાજકારણ સિવાય બીજુ કશુ નથી. હબીબે કુતુબ મિનારને કહ્યુ કે કુતુબુદ્દીન એબકનો પોતાનો લખેલો શિલાલેખ કુતુબ મિનાર પર છે. જેમાં લખ્યુ છે કે મંદિર તોડીને મસ્જિદ બનાવવામાં આવી હતી અને ત્યાં એએસઆઈ તરફથી પણ લખવામાં આવ્યુ છે તેથી તેમાં કોઈ ખુલાસો નથી જે દાવો કરાઈ રહ્યા છે. તેમણે એ પણ કહ્યુ કે કુતુબમીનારને વિષ્ણુ સ્તંભ કહેવાનુ શરૂ કરી દીધુ છે જે ખોટુ છે.
તો દેશની તમામ રચનાઓને તોડીને જોઈ લો
કુતુબ મિનારનો ઈતિહાસ કુતુબ મિનાર પોતે દર્શાવે છે અને તેની પર બધુ જ લખેલુ છે. આ નવા મટેરિયલથી બનેલુ છે. આ મંદિરોના અવશેષોથી બનેલુ છે. કોની નીચે શુ છે, એ કોણ જાણે છે. જામા મસ્જિદની નીચે ગણાવાય છે કે કંઈક છે. આવા જેટલા માળખા છે તે સૌને હવે તોડી દો. તાજમહેલ-લાલકિલ્લો તોડી દો. જામા મસ્જિદને ધ્વસ્ત કરીને જોઈ લો કંઈ મળશે તે સામે આવશે. આ યુનેસ્કો હેરીટેજ સાઈટ છે અને દુનિયા સારુ માને છે. બીજા લોકોએ કર્યુ છે તો તમે પણ કરી લો.
આ તમામ સ્ટ્રક્ચર દેશની ધરોહર
આ બધુ તમે આજના મુસલમાનો પર કેમ થોપી રહ્યા છો. આ મુસલમાનોના હેરિટેજ નથી. આ આપણા દેશની ધરોહર છે. આ આપણા સૌ ની ધરોહર છે. જે સમયમાં આપ જઈ રહ્યા છો તે માત્ર હિંદુ-મુસ્લિમ નથી પરંતુ એ જમાનામાં રામચરિતમાનસ લખવામાં આવી જે તુલસીદાસે લખી. અકબરે દરબારી અબ્દુલ રહીમ ખાનખાના અને તુલસીદાસ એક-બીજા મિત્ર હતા. તુલસીદાસ પર બ્રાહ્મણોએ આરોપ લગાવ્યો કે તમે સંસ્કૃતમાંથી હિંદીમાં અનુવાદ કરી રહ્યા છો જ્યારે અકબરના દરબારીએ તુલસીદાસની આર્થિક મદદ પણ કરી. આ જમાનામાં મહાભારતનુ અનુવાદ ફારસીમાં થયુ પરંતુ આ બધુ તમને નથી દેખાતુ. સંસ્કૃતની ઉત્પત્તિ પણ આ જ જમાનામાં થઈ.