સુપ્રીમ કોર્ટના આદેશ છતાં આંદોલન કરવા તબીબો મક્કમ, કહ્યું- હજુ ન્યાય નથી મળ્યો
Kolkata Doctor Rape Case: તાલીમાર્થી લેડી ડોક્ટર સાથે કરવામાં આવેલી નિર્દયતાનો વિરોધ હજુ અટક્યો નથી. સુપ્રીમ કોર્ટના આદેશની અવગણના કરતા જુનિયર ડોકટરોએ કહ્યું છે કે, 'લેડી ડોક્ટર હજુ સુધી ન્યાય મળ્યો ન હોવાથી અમે કામ નહિ કરીએ.'
આરોગ્ય સચિવ અને આરોગ્ય શિક્ષણ નિયામક રાજીનામું આપે
વિરોધ કરી રહેલા તબીબોનું કહેવું છે કે, કહ્યું છે કે, 'અમારી માંગણીઓ હજુ સુધી સંતોષવામાં આવી નથી. મૃતકને ન્યાય મળ્યો નથી. અમારું આંદોલન ચાલુ રહેશે. અમે ઈચ્છીએ છીએ કે આરોગ્ય સચિવ અને આરોગ્ય શિક્ષણ નિયામક રાજીનામું આપે. અમે આજે બપોરે સ્વસ્થ્ય ભવન સુધી રેલી કાઢીશું.'
આ પણ વાંચો: કાનપુર બાદ હવે અજમેરમાં ટ્રેન ઉથલાવવાનું કાવતરું! રેલવે ટ્રેક પર મૂક્યા સિમેન્ટના બ્લોક
તબીબોને તાત્કાલિક કામ પર પાછા ફરવા સુપ્રીમનો આદેશ
જુનિયર ડોકટરો લગભગ એક મહિનાથી કામ કરી રહ્યા નથી. આથી સોમવારે ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ, જસ્ટિસ જેબી પારડીવાલા અને જસ્ટિસ મનોજ મિશ્રાની બેંચે વિરોધ કરી રહેલા તબીબોને ફરજની કિંમત પર વિરોધ કરી શકાય નહીં એવું કહીને સાંજે 5 વાગ્યા સુધીમાં કામ પર પાછા ફરવાનો આદેશ આપ્યો હતો. આ ઉપરાંત કોર્ટે તબીબોને ખાતરી આપી હતી કે જો તેઓ સાંજ સુધીમાં કામ પર આવશે તો તેમની સામે કોઈ કાર્યવાહી કરવામાં આવશે નહીં.
મેડિકલ કોલેજની તાલીમાર્થીની બળાત્કાર બાદ હત્યા
કોલકાતાના લાલ બજાર સ્થિત આરજી કર મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં 8 ઓગસ્ટ અને 9 ઓગસ્ટની વચ્ચેની રાત્રે એક જુનિયર મહિલા ડોક્ટર પર બળાત્કાર થયો હતો. આ પછી તેની હત્યા કરી દેવામાં આવી હતી.
9 ઓગસ્ટના રોજ સવારે મેડિકલ કોલેજના ચોથા માળે સેમિનાર હોલમાં ડોક્ટરની અર્ધ-નગ્ન હાલતમાં લાશ મળી આવી હતી. મૃતદેહ પાસે તેનો મોબાઈલ અને લેપટોપ પણ પડેલું હતું. પીએમ રિપોર્ટમાં મહિલા તબીબ પર બળાત્કાર થયાની પુષ્ટિ થઈ હતી. આ પછી પોલીસે કેસ નોંધ્યો હતો. એસઆઈટીએ સંજય રોયની ધરપકડ કરી હતી.