કોલકતા મર્ડર કેસ: મમતા બેનરજી સાથે બેઠક બાદ જૂનિયર ડૉક્ટરોએ ભૂખ હડતાળ કરી ખતમ
Junior Doctor Hunder Strike : કોલકાતામાં મહિલા ડોક્ટર પર બળાત્કાર બાદ હત્યાના કારણે પશ્ચિમ બંગાળમાં જુનિયર ડોક્ટરોની ભૂખ હડતાળ ચાલી રહી હતી, જે હવે સમાપ્ત થઈ ગઈ છે. મુખ્યમંત્રી મમતા બેનરજીને મળ્યા બાદ ડોક્ટરોએ આ હડતાળનો અંત લાવી દીધો છે. નોંધનીય છે કે, આ મામલે જુનિયર ડોક્ટરો ધર્મતલામાં છેલ્લા 17 દિવસથી અનિશ્ચિત કાળની ભૂખ હડતાળ પર હતા.
બે કલાક સુધી બેઠક ચાલી
પશ્ચિમ બંગાળના મુખ્ય સચિવ મનોજ પંતે શનિવારે (ઓક્ટોબર 19) જુનિયર ડોક્ટરોને આજે (21 ઓક્ટોબર) મુખ્યમંત્રી મમતા બેનરજી સાથે બેઠક કરવા આમંત્રણ આપ્યું હતું. મમતા બેનરજી સાથેની આ મુલાકાત માટે જુનિયર ડોક્ટરોના પ્રતિનિધિમંડળને કુલ 45 મિનિટનો સમય ફાળવવામાં આવ્યો હતો. જો કે, મુખ્યમંત્રી સાથે જુનિયર ડોક્ટરોની બેઠક બે કલાક સુધી ચાલી હતી.
ડોક્ટરો પાંચ ઓક્ટોબરથી ભૂખ હડતાળ પર હતા
હડતાળમાં ભાગ લેનારા એક ડોક્ટરે કહ્યું હતું કે, 'અમારા પ્રતિનિધિમંડળે સકારાત્મક પરીક્ષણ કરવા સીએમ બેનરજી સાથે બેઠક કરી હતી અને અમારી બેઠક સફળ થઇ હતી. નોંધનીય છે કે, આરજી કર મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં જુનિયર મહિલા ડૉક્ટર પર બળાત્કાર અને હત્યાના મામલે જૂનિયર ડૉક્ટર પાંચ ઓક્ટોબરથી ભૂખ હડતાળ પર બેઠા હતા.'