Get The App

જજના સંબંધીઓને મોટો ઝટકો, નહીં બની શકે જજ, કોલેજિયમમાં નામ આગળ ન વધારવા અંગે વિચારણા

Updated: Dec 30th, 2024


Google NewsGoogle News
જજના સંબંધીઓને મોટો ઝટકો, નહીં બની શકે જજ, કોલેજિયમમાં નામ આગળ ન વધારવા અંગે વિચારણા 1 - image


Judges Selection Process: હાઇકોર્ટ અને સુપ્રીમકોર્ટમાં ન્યાયાધીશોની નિમણૂકને લઈને ઘણી વખત એવી છાપ ઊભી થઈ છે કે પસંદગી પ્રક્રિયામાં પ્રથમ પેઢીના વકીલોને મહત્તવ આપવામાં આવતું નથી. તેના બદલે, જે લોકો બીજી પેઢીના વકીલો છે અને જેમના પરિવારના સભ્યો પહેલેથી જ જજ છે તેઓને જજ તરીકે બઢતી આપવામાં આવે છે. હવે આ ધારણાને ખતમ કરવાની પહેલ કોલેજિયમ તરફથી આવી શકે છે.  

જજોની પસંદગી કરવાની પ્રક્રિયામાં મોટો ફેરફાર થઈ શકે છે

અહેવાલ અનુસાર, કોલેજિયમ એવા લોકોના નામ આગળ મૂકવાથી બચશે, જેમના પરિવારના સભ્યો અથવા સંબંધીઓ પહેલાથી જ હાઇકોર્ટ અથવા સુપ્રીમકોર્ટના જજ છે. જો આમ થશે તો કોલેજિયમ દ્વારા જજોની પસંદગી કરવાની પ્રક્રિયામાં મોટો ફેરફાર થશે. ન્યાયાધીશોમાં મોટી સંખ્યામાં એવા લોકો છે જેમના પરિવારના સભ્યો અથવા સંબંધીઓ ભૂતકાળમાં પણ કાયદાકીય વ્યવસાય સાથે જોડાયેલા છે.

કોલેજિયમમાં સમાવિષ્ટ કેટલાક ન્યાયાધીશોએ જ પ્રસ્તાવ મૂક્યો હતો કે એવા લોકોના નામ આગળ ન મૂકવા જોઈએ, જેમના પરિવારના સભ્યો અથવા સંબંધીઓ પહેલાથી જ જજ રહી ચૂક્યા છે. જ્યારે આ અંગે ચર્ચા થઈ ત્યારે એ વાત પણ સામે આવી કે આવા નિર્ણય લેવાથી અમુક લાયકાત ધરાવતા લોકો દૂર થઈ શકે છે. કોલેજિયમમાં દલીલ કરવામાં આવી હતી કે આ લોકો સફળ વકીલ તરીકે સારું જીવન જીવી શકે છે. આ લોકોને પૈસા કમાવવાની તકોની કોઈ કમી નહીં હોય. ભલે તે કેટલાક લોકો માટે હાનિકારક હશે, પરંતુ મોટા હિતમાં આ નિર્ણય ખોટો નથી. કોલેજિયમ પોતે જ આવો નિર્ણય લે છે તે મહત્ત્વપૂર્ણ છે કારણ કે સુપ્રીમ કોર્ટની પાંચ જજોની બંધારણીય બેન્ચે 2015માં રાષ્ટ્રીય ન્યાયિક નિમણૂક પંચને ફગાવી દીધું હતું.

આ પણ વાંચો: માંડવીના ગોધરામાં ધોળા દિવસે તલવારના ઘા મારી ક્રૂરતાપૂર્વક હત્યા, પોલીસની કામગીરી સામે અનેક સવાલો


સરકારને આ સંસ્થાની રચના સંબંધિત કાયદો સંસદ દ્વારા સર્વસંમતિથી પસાર કરવામાં આવ્યો હતો, પરંતુ સુપ્રીમ કોર્ટે તેના પર સ્ટે મૂકી દીધો હતો. આવી સ્થિતિમાં હવે કોલેજિયમ માટે જ જજની નિમણૂક પ્રક્રિયામાં સુધારો લાવવાનો પ્રસ્તાવ લાવવો મહત્ત્વપૂર્ણ છે. જ્યારે રાષ્ટ્રીય ન્યાયિક નિમણૂક કમિશન(NJAC)ને સુપ્રીમ કોર્ટમાં ફગાવી દેવામાં આવ્યો હતો, ત્યારે એક વકીલે તેનો કેસ રજૂ કરતી વખતે પરિવાર વાદની દલીલ આપી હતી. તેમણે જણાવ્યું હતુ કે, 'લોકોના મનમાં એવી લાગણી છે કે કોલેજિયમ સિસ્ટમમાં જજ તેની પસંદગી કરે છે. એવું છે કે તમે મારી પીઠ ખંજવાળ કરો અને હું તમારી પીઠ ખંજવાળો. આના દ્વારા ઘણી વખત એવા લોકોને જ પસંદ કરવામાં આવે છે, જેમના પરિવારના સભ્યો પહેલાથી જ ન્યાયિક વ્યવસ્થામાં છે. આવા 50 ટકા જજ હાઇકોર્ટમાં છે, જેમના પરિવારના સભ્યો પહેલેથી જ કોર્ટમાં હતા.'

જજના સંબંધીઓને મોટો ઝટકો, નહીં બની શકે જજ, કોલેજિયમમાં નામ આગળ ન વધારવા અંગે વિચારણા 2 - image


Google NewsGoogle News