Get The App

'વન નેશન વન ઇલેક્શન' મુદ્દે JPCની પહેલી બેઠક, સભ્યોને બેગમાં ભરીને અપાયો 18 હજાર પેજનો રિપોર્ટ

Updated: Jan 8th, 2025


Google NewsGoogle News
'વન નેશન વન ઇલેક્શન' મુદ્દે JPCની પહેલી બેઠક, સભ્યોને બેગમાં ભરીને અપાયો 18 હજાર પેજનો રિપોર્ટ 1 - image


JPC Meeting: 'વન નેશન વન ઈલેક્શન' સંબંધી બે બિલ માટે રચાયેલી સંયુક્ત સંસદીય સમિતિ(JPC)ની પહેલી બેઠક બુધવાર(8 જાન્યુઆરી, 2025)ના રોજ યોજાઈ હતી. આ દરમિયાન સત્તા પક્ષ-વિપક્ષથી જોડાયેલા તમામ સાંસદોએ પોતપોતાની વાત સમિતિ સમક્ષ રાખી. સત્તા પક્ષથી જોડાયેલા સાંસદોએ આ બિલને દેશની જરૂરિયાત ગણાવી જ્યારે વિપક્ષી સાંસદોએ બિલને રાજ્યોના અધિકાર છીનવનારું બિલ ગણાવ્યું.

આ બેઠક દરમિયાન કાયદા મંત્રાયલના અધિકારીઓએ પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની બનાવેલી સમિતિના રિપોર્ટ અંગે સમિતિના સભ્યોને માહિતી આપી. તો આ સિવાય બિલની જોગવાઈઓ અંગે પણ સમિતિના સભ્યોને માહિતગાર કરાવાયા. બેઠક બાદ સમિતિના તમામ સભ્યોને એક મોટી બેગમાં 18,000થી વધુ પેજના દસ્તાવેજો સોંપવામાં આવ્યા. આમ આદમી પાર્ટીના સાંસદ સંજય સિંહે સૂટકેસની સાથે એક તસવીર પણ શેર કરી.

સમિતિના સભ્યોએ કહ્યું કે, 'આમાં તે તમામ દસ્તાવેજ છે, જે આ બિલને લાવવાના કારણ અને તેને કેવી રીતે લાગી કરી શકાય તેનાથી જોડાયેલી માહિતી સમિતિના સભ્યોની સામે રાખશે. બેઠક બાદ સમિતિના સભ્યો તે મોટી-મોટી બેગને પોતાની સાથે લઈ જતા જોવા મળ્યા.'

આ પણ વાંચો: સંભલ મંદિર-મસ્જિદ વિવાદમાં હાઈકોર્ટનો મોટો નિર્ણય, જિલ્લા કોર્ટની સુનાવણી પર લગાવી રોક

પ્રિયંકા ગાંધીએ પૂછ્યો સવાલ

સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર, આ બેઠક દરમિયાન પહેલીવાર સાંસદ બનીને સંસદ પહોંચેલા અને આ સમિતિનો હિસ્સો બનેલા પ્રિયંકા ગાંધીએ કહ્યું કે, 'સરકારે એ પણ જણાવવું જોઈએ કે જો દેશમાં તમામ ચૂંટણી એક સાથે થાય છે તો તેનાથી પૈસાની બચત કેવી રીતે થશે ? જો દેશભરની ચૂંટણી એક સાથે થવાની છે તો શું તેના માટે ઈવીએમ હાજર છે?'

બિલનું સમર્થન કરનારા સાંસદોએ શું દલીલ કરી?

સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, જે સાંસદોએ બિલનું સમર્થન કર્યું તેમની દલીલ હતી કે 1967 સુધી જ્યારે દેશમાં એક સાથે ચૂંટણી થઈ શકતી હતી તો તેના પર હવે શા માટે વાંધો દર્શાવાઈ રહ્યો છે. જો 1967 સુધી તે રાજ્યોના અધિકારી છીનવનારો કાયદો ન હતો તો પછી હવે તેને રાજ્યોના અધિકારમાં હસ્તક્ષેપ વાળું બિલ શા માટે કહેવામાં આવી રહ્યું છે?

જે સાંસદ બિલનું સમર્થન કરી રહ્યા હતા, તેમણે 1957નું ઉદાહરણ આપતા કહ્યું કે, '1957માં 6-7 વિધાનસભાઓના કાર્યકાળનો સમય પહેલા ભંગ કરીને એક સાથે ચૂંટણી કરાવવામાં આવી હતી. જે દરમિયાન એવું કરવામાં આવ્યું તે સમયે બંધારણ સભાના અધ્યક્ષ દેશના રાષ્ટ્રપતિ પદ પર બિરાજમાન હતા.'

આ પણ વાંચો: કેજરીવાલની એક જાહેરાતથી ભાજપને મોટો ઝટકો, મંદિરોના 100 વધુ ધર્મગુરૂ AAPમાં જોડાયા

સૂત્રોના અનુસાર, આ બેઠક દરમિયાન મહારાષ્ટ્ર, હરિયાણા અને ઝારખંડ જેવા રાજ્યોના ઉદાહરણ પણ આપવામાં આવ્યા. જ્યાં વિધાનસભા ચૂંટણી, લોકસભા ચૂંટણીના કેટલાક મહિનાઓની અંદર જ થાય છે. વિધાનસભા ચૂંટણીના કેટલાક મહિના બાદ મુંબઈ મહાનગરપાલિકા જેવી ચૂંટણી કરાવવામાં આવે છે એટલા આખું વર્ષ ચૂંટણી જ ચાલે છે. જેને લઈને જે વિકાસ પરિયોજનાઓ છે તે ખોરવાતી જાય છે.

ઉલ્લેખનીય છે કે, વન નેશન વન ઈલેક્શને લઈને બનાવવામાં આવેલી સંસદની આ સંયુક્ત સમિતિમાં 39 સભ્ય છે. આ સમિતિમાં 27 લોકસભાના તો 12 રાજ્યસભાના સભ્ય હાજર છે. આ કમિટીના અધ્યક્ષ પી. પી. ચૌધરી છે.


Google NewsGoogle News