Get The App

'એક દેશ-એક ચૂંટણી' માટે JPCની રચના, રૂપાલા, પ્રિયંકા ગાંધી સહિત 31 સભ્યો સામેલ

Updated: Dec 18th, 2024


Google NewsGoogle News
'એક દેશ-એક ચૂંટણી' માટે JPCની રચના, રૂપાલા, પ્રિયંકા ગાંધી સહિત 31 સભ્યો સામેલ 1 - image


One Country One Election JPC Formed: એક દેશ-એક ચૂંટણી માટે સંયુક્ત સંસદીય કમિટી (JPC)ની રચના થઈ ચૂકી છે. 21 સભ્યોની JPCમાં પરષોત્તમ રૂપાલા, અનુરાગ ઠાકુર અને પ્રિયંકા ગાંધી સહિતના સાંસદોના નામ સામેલ છે. આ કમિટીની અધ્યક્ષતા ભાજપ સાંસદ પી.પી.ચૌધરી કરશે. વન નેશન - વન ઇલેક્શન બિલનો લોકસભામાં સ્વીકાર કરી લેવાયો છે. હવે તેને સંયુક્ત સંસદીય સમિતિ (JPC)ની પાસે મોકલી દેવાયું છે. જણાવી દઈએ કે, લોકસભાના 21 અને રાજ્યસભાના 10 સભ્યો સામેલ હશે.

જેપીસીની ભલામણો મળ્યા બાદ હવે નરેન્દ્ર મોદી સરકારનો આગામી પડકાર તેને સંસદમાં પાસ કરાવવાનો હશે. કારણ કે વન નેશનલ વન ઇલેક્શનથી જોડાયેલું બિલ બંધારણ સંશોધન વિધેયક છે એટલા માટે લોકસભા અને રાજ્યસભામાં આ બિલને પાસ કરાવવા માટે વિશેષ બહુમતીની જરૂર હશે. કલમ 368(2) હેઠળ બંધારણ સંશોધન માટે વિશેષ બહુમતીની જરૂરિયાત હોય છે. તેનો અર્થ છે કે દરેક સંસદમાં એટલે કે લોકસભા અને રાજ્યસભામાં ઉપસ્થિત અને મતદાન કરનારા સભ્યોના બે-તૃત્યાંશ બહુમતી દ્વારા આ વિધેયકને મંજૂરી આપવાની રહેશે.

આ પણ વાંચો: વન નેશન, વન ઈલેક્શન: સમર્થનમાં 269, વિરોધમાં 198 મત, બિલ JPCને મોકલાયું

જેપીસીમાં લોકસભાના 21 સભ્યો સામેલ

1. પી.પી. ચૌધરી (ભાજપ)
2. ડૉ. સીએમ રમેશ (ભાજપ)
3. બાંસુરી સ્વરાજ (ભાજપ)
4. પરષોત્તમભાઈ રૂપાલા (ભાજપ)
5. અનુરાગ સિંહ ઠાકુર (ભાજપ)
6. વિષ્ણુ દયાલ રામ (ભાજપ)
7. ભર્તૃહરિ મહતાબ (ભાજપ)
8. ડૉ. સંબિત પાત્રા (ભાજપ)
9. અનિલ બલૂની (ભાજપ)
10. વિષ્ણુ દત્ત શર્મા (ભાજપ)
11. પ્રિયંકા ગાંધી વાડ્રા (કોંગ્રેસ)
12. મનીષ તિવારી (કોંગ્રેસ)
13. સુખદેવ ભગત (કોંગ્રેસ)
14. ધર્મેન્દ્ર યાદવ (સમાજવાદી પાર્ટી)
15. કલ્યાણ બેનર્જી (TMC)
16. ટી.એમ. સેલ્વાગણપતિ (DMK)
17. જીએમ હરીશ બાલયોગી (TDP)
18. સુપ્રિયા સુલે (NCP-શરદ જૂથ)
19. ડૉ. શ્રીકાંત એકનાથ શિંદે (શિવસેના-શિંદે જૂથ)
20. ચંદન ચૌહાણ (RLD)
21. બાલશોવરી વલ્લભનેની (જનસેના પાર્ટી)

રાજ્યસભામાં 10 સભ્યો પણ સામેલ

આ સમિતિમાં રાજ્યસભાના 10 સભ્યોને પણ સામેલ રકાયા છે, જે બિલની સમીક્ષામાં મહત્ત્વની ભૂમિકા નિભાવશે.

આ પણ વાંચો: તો 2027માં ગુજરાતમાં બે વર્ષ જ ચાલશે સરકાર: વન નેશન-વન ઈલેક્શન માટે રાજ્યોમાં બદલાશે ચૂંટણીની તારીખ

શું કરશે જેપીસી?

સરકારે આ બિલને સંયુક્ત સંસદીય સમિતિ (JPC)ની પાસે મોકલ્યું છે. JPCનું કામ છે, તેના પર વ્યાપક વિચાર-વિમર્શ કરવો, અલગ અલગ પક્ષકારો અને વિશેષજ્ઞો સાથે ચર્ચા કરવી અને પોતાની ભલામણો સરકારને આપવી. વરિષ્ઠ વકીલ સંજય ઘોષનું કહેવું છે કે, JPCની જવાબદારી છે કે તેઓ વ્યાપક પરામર્શ કરે અને ભારતના લોકોના મંતવ્યો સમજે.


Google NewsGoogle News