ગુજરાતના આ રાજ્યસભા સાંસદને ગૃહના નેતા બનાવાયા, મોદી સરકારે આપી મોટી જવાબદારી

Updated: Jun 24th, 2024


Google NewsGoogle News
Modi Cabinet


JP Nadda Elected Leader of House in Rajya Sabha: કેન્દ્રીય આરોગ્ય મંત્રી તથા ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ જે.પી. નડ્ડાને રાજ્યસભામાં ગૃહના નેતા નિયુક્ત કરબામાં આવ્યા છે. ગૃહના નેતાના રૂપમાં નડ્ડા પીયૂષ ગોયલની જગ્યા લેશે. નોંધનીય છે કે જે.પી. નડ્ડા ગુજરાતનાં રાજ્યસભા સાંસદ છે.

અગાઉ પીયૂષ ગોયલ રાજ્યસભામાં ગૃહના નેતા હતા

કેન્દ્રીય મંત્રીમંડળમાં જે.પી. નડ્ડાએ કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયનો હવાલો સંભાળ્યો છે. તેમને રસાયણ અને ખાતર મંત્રાલય પણ સોંપવામાં આવ્યું હતું. તે હાલમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ છે. પાર્ટી અધ્યક્ષ તરીકેનો તેમનો કાર્યકાળ 30મી જૂને પૂરો થઈ રહ્યો છે. આવી સ્થિતિમાં તેમની જગ્યાએ નવા ચહેરાને ભાજપ સંગઠનની જવાબદારી મળી શકે છે. હવે ભાજપે તેમને રાજ્યસભામાં ગૃહના નેતાની મહત્ત્વની જવાબદારી સોંપી છે. અત્યાર સુધી પીયૂષ ગોયલ રાજ્યસભામાં નેતા હતા, પરંતુ આ વખતે તેઓ લોકસભાની ચૂંટણી જીત્યા છે. હવે જે.પી. નડ્ડા આ જવાબદારી સંભાળશે.

જે.પી. નડ્ડાની રાજકીય કારકિર્દી

જે.પી. નડ્ડા 1975માં ચર્ચામાં આવ્યા, જ્યારે તેમણે બિહાર આંદોલનના કાર્યકર તરીકે તેમની રાજકીય કારકિર્દીની શરૂઆત કરી, જેને જે.પી. આંદોલન તરીકે પણ ઓળખવામાં આવે છે. ત્યારબાદ તે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP)માં જોડાયા. પટના યુનિવર્સિટીમાં સ્ટુડન્ટ્સ સેન્ટ્રલ યુનિયનની ચૂંટણી લડી અને 1977માં સેક્રેટરી બન્યા.

જે.પી. નડ્ડા વર્ષ 1977થી 1979 વચ્ચે વિદ્યાર્થી તરીકે રાજકારણમાં સક્રિય રીતે સામેલ હતા. તે પહેલીવાર 2012માં હિમાચલ પ્રદેશમાંથી રાજ્યસભામાં ચૂંટાયા હતા અને 2014માં તેમને ભાજપના સંસદીય બોર્ડના સભ્ય બનાવવામાં આવ્યા હતા. જે.પી. નડ્ડા વર્ષ 1993થી 2007 દરમિયાન ત્રણ વખત હિમાચલ પ્રદેશની બિલાસપુર વિધાનસભામાં ધારાસભ્ય તરીકે પણ કામ કરી ચૂક્યા છે.

ગુજરાતના આ રાજ્યસભા સાંસદને ગૃહના નેતા બનાવાયા, મોદી સરકારે આપી મોટી જવાબદારી 2 - image


Google NewsGoogle News