Get The App

વિદેશ જવા માગતા વિદ્યાર્થીઓને ઝટકો, ઓસ્ટ્રેલિયા સરકારે વિઝા નિયમ કડક કર્યા, નવી ટેસ્ટની જાહેરાત

ઓસ્ટ્રેલિયા જવા માગતા વિદ્યાર્થીઓ માટે માઠા સમાચાર

Updated: Mar 22nd, 2024


Google NewsGoogle News
વિદેશ જવા માગતા વિદ્યાર્થીઓને ઝટકો, ઓસ્ટ્રેલિયા સરકારે વિઝા નિયમ કડક કર્યા, નવી ટેસ્ટની જાહેરાત 1 - image

image : Freepik



Australia Students News | ઓસ્ટ્રેલિયા જવા માગતા વિદ્યાર્થીઓ માટે માઠા સમાચાર આવ્યા છે. ઓસ્ટ્રેલિયન સરકારે દેશમાં સ્થળાંતર કરનાર લોકોની સંખ્યા રેકોર્ડ સ્તરે પહોંચતાં વિદ્યાથીઓ માટે સખત વિઝા નિયમો લાગુ કરવાનું નક્કી કર્યું છે. આ માટે શનિવારથી વિદ્યાથી અને ગ્રેજ્યુએટ વિઝા માટે અંગ્રેજી ભાષાની આવશ્યકતાઓમાં વધારો કરવામાં આવશે. આ સાથે જ સરકારને નિયમભંગ કરીને આંતરરાષ્ટ્રીય વિદ્યાથીઓને એડમિશન આપતી કોલેજની ભરતી પ્રક્રિયા સ્થગિત કરવાની સત્તા આપવામાં આવશે.

કોરોના કાળ બાદ અર્થવ્યવસ્થાને બેઠી કરવા માટે ઓસ્ટ્રેલિયન સરકારે આંતરરાષ્ટ્રીય વિદ્યાથીઓ માટે અપ્રતિબંધિત કામના કલાકો સહિત ઘણી છૂટછાટ આપી હતી. સરકારે વ્યવસાયોને સ્ટાફની ભરતી કરવા માટે વાર્ષિક સ્થળાંતરની સંખ્યામાં વધારો કયી હતો. પરંતુ, હવેથી ઓસ્ટ્રેલિયન સરકાર તમામ પ્રકારની છૂટછાટ પરત લઈને નિયમો કડક બનાવવા જઈ રહી છે. સરકારે સપ્ટેમ્બર મહિનાથી લીધેલા પગલાના કારણે આંતરરાષ્ટ્રીય વિદ્યાથી વિઝામાં પાછલા વર્ષની સરખામણીમાં ૩૫ ટકા ઘટાડો આવ્યો છે. જેમાં, વધુ ઘટાડો થઈ શકે છે.

હવે આંતરરાષ્ટ્રીય વિદ્યાથીઓ સાચેમાં જ ભણવા માટે દેશમાં આવી રહ્યાં છે, તેની ખાતરી કરવા માટે ખાસ “જેન્યુઈન સ્ટુડેન્ટ ટેસ્ટ' લેવામાં આવશે. જેથી, યોગ્ય વિદ્યાથીઓ જ ઓસ્ટ્રેલિયામાં પ્રવેશ કરી શકે. આ પાછળનું એક કારણ દેશમાં રેકોર્ડ બ્રેક સંખ્યામાં નાગરિક્તા લઈ રહેલા લોકો છે. ૩૦ સપ્ટેમ્બર, ૨૦૨૩ સુધીમાં દેશમાં નેટ ઈમિગ્રેશનની સંખ્યા ૬૦ ટકા વધીને ૫,૪૮,૮૦૦એ પહોંચી હતી. ઓસ્ટ્રેલિયામાં નાગરિક્તા લઈ રહેલા લોકોની સંખ્યા વધતાં દેશની વસ્તી ૨.૫ ટકા વધીને ૨.૬૮ કરોડ થઈ ગઈ છે. 



Google NewsGoogle News