વ્હાઇટ હાઉસથી જતાં જતાં બાઈડેનનો ભારત માટે મોટો નિર્ણય, 1.17 અબજ ડોલરની ડીલને મંજૂરી
USA Allows To sale Defense Equipment: અમેરિકામાં જો બાઈડેન પ્રશાસને 1.17 અબજ ડોલરના ખર્ચે MH-60R મલ્ટી મિશન હેલિકોપ્ટર ઈક્વિપમેન્ટ સહિત સંબંધિત ઉપકરણોના વેચાણને મંજૂરી આપી દીધી છે. ડિફેન્સ સિક્યોરિટી કોર્પોરેશન એજન્સીએ યુએસ કોંગ્રેસને આ અંગે જાણકારી આપી હતી કે, પ્રસ્તાવિત વેચાણથી ભારતની એન્ટી સબમરીન વોરફેર ક્ષમતાઓ અપગ્રેડ થશે. જેનાથી ભવિષ્યના જોખમોનો સામનો કરવામાં મદદ મળશે.
બાઈડેને થોડા સમય પહેલાં જ આપ્યો હતો નિર્ણય
બાઈડેન પ્રશાસનનો કાર્યકાળ ખતમ થવાના થોડા સપ્તાહ પહેલાં જ ભારતને પ્રમુખ રક્ષા ઉપકરણોના વેચાણને મંજૂરી આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પ 20 જાન્યુઆરીએ અમેરિકાના 47માં રાષ્ટ્રપતિ પદે શપથ ગ્રહણ કરશે.
આ સિસ્ટમ ખરીદવા અપીલ કરી ભારતે
ભારતે અમેરિકાને મલ્ટીફંક્શનલ ઈન્ફોર્મેશન ડિસ્ટ્રિબ્યૂશન સિસ્ટમ જોઈન્ટ ટેક્ટિકલ રેડિયો સિસ્ટમ ખરીદવા અપીલ કરી હતી. જેમાં હાઈટેક ડેટા ટ્રાન્સફર, આઉટર ફ્યુલ ટેન્ક, AN/AAS 44C(V) ફોરવર્ડ લુકિંગ ઈન્ફ્રારેડ સિસ્ટમ, એક ઓપરેટર મશીન ઈન્ટરફેસ આસિસ્ટન્ટ, સ્પેયર કન્ટેનર, ફેસિલિટી સ્ટડીઝ, ડિઝાઈન, કંસ્ટ્રક્શન અને સપોર્ટ, સપોર્ટ ટેસ્ટ ઈક્વિપમેન્ટ, યુદ્ધ સામગ્રી અને ઈન્ટિગ્રેશન સામેલ છે.