Get The App

BOIમાં સરકારી નોકરી કરવાની તક, ગુજરાત સહિત દેશભરમાં ખાલી હોદ્દા માટે ભરતી

Updated: Mar 10th, 2025

GS TEAM


Google News
Google News
Job Opportunity in Bank of India


Job Opportunity in Bank of India: બૅન્ક ઑફ ઇન્ડિયાએ દેશભરના વિવિધ રાજ્યોમાં કુલ 400 ખાલી જગ્યાઓ ભરવા માટે ભરતી બહાર પાડી છે. આ ભરતી માટે અરજી કરવાની છેલ્લી તારીખ 15 માર્ચ 2025 છે. એવામાં જો તમે ગ્રેજ્યુએટ છો અને કોઈ બૅન્કમાં સરકારી નોકરી મેળવવા માંગો છો, તો તમે નિયત તારીખોમાં આ ભરતીમાં જોડાવા માટે ઓનલાઇન અરજી કરી શકો છો.

શૈક્ષણિક લાયકાત અને ઉંમર

આ ભરતી માટે જો શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો ઉમેદવારે માન્ય યુનિવર્સિટી/સંસ્થામાંથી કોઈપણ પ્રવાહમાં માત્ર સ્નાતક પાસ કરેલ હોવું જોઈએ. 

1 જાન્યુઆરી, 2025ના રોજની શૈક્ષણિક લાયકાતને ધ્યાનમાં રાખીને, ઉમેદવારની લઘુત્તમ વય 20 વર્ષથી ઓછી અને મહત્તમ વય 28 વર્ષથી વધુ ન હોવી જોઈએ. અનામત કેટેગરીના ઉમેદવારોને નિયમ મુજબ ઉપરની ઉંમરમાં છૂટછાટ આપવામાં આવશે.

BOIમાં સરકારી નોકરી કરવાની તક, ગુજરાત સહિત દેશભરમાં ખાલી હોદ્દા માટે ભરતી 2 - image

BOIમાં સરકારી નોકરી કરવાની તક, ગુજરાત સહિત દેશભરમાં ખાલી હોદ્દા માટે ભરતી 3 - image

અરજી ફી

આ ભરતીમાં, અરજી ફોર્મ ભરવાની સાથે, ઉમેદવારોએ કેટેગરી અનુસાર નિયત ફી જમા કરવાની રહેશે. ફી વગર ભરેલ ફોર્મ સ્વીકારવામાં આવશે નહી. અરજીની સાથે જ જનરલ, ઓબીસી, ઇડબ્લ્યુએસ કેટેગરીએ 800 રૂપિયા, એસસી/એસટી કેટેગરીએ 600 રૂપિયા અને તમામ કેટેગરીના મહિલા ઉમેદવારોએ 600 રૂપિયા જમા કરાવવાના રહેશે. PH કેટેગરીમાંથી આવતા ઉમેદવારોએ 400 રૂપિયા ચૂકવવાના રહેશે.

અરજી પ્રક્રિયા

- બૅન્ક ઑફ ઇન્ડિયા એપ્રેન્ટિસ ભરતી માટે અરજી કરવા માટે, પહેલા સત્તાવાર પોર્ટલ bfsissc.com/boi.php પર જાઓ.

- હવે Apply through NATS Portal પર ક્લિક કરો.

- આ પછી, ઉમેદવાર રજિસ્ટ્રેશન લિંક પર ક્લિક કરીને રજિસ્ટ્રેશન કરાવો.

- રજિસ્ટ્રેશન પછી, અન્ય વિગતો ભરીને ફોર્મ ભરો.

- છેલ્લે, નિયત ફી ભર્યા પછી ફોર્મ સબમિટ કરો અને તેની પ્રિન્ટઆઉટ લઈ લો અને તેને તમારી પાસે સુરક્ષિત રાખો.

BOIમાં સરકારી નોકરી કરવાની તક, ગુજરાત સહિત દેશભરમાં ખાલી હોદ્દા માટે ભરતી 4 - image

Tags :