ભારતીય માનક બ્યુરોમાં નોકરીની તક, પગાર 75000 રુ. પ્રતિ માસ, આટલી ઉંમરના લોકો પણ કરી શકશે અરજી
Bureau of Indian Standards Consultant Recruitment : ભારતીય માનક બ્યુરો (બ્યુરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડ્સ )BIS એ સલાહકારની જગ્યાઓ પર ભરતી માટે નોટીફિકેશ બહાર પાડ્યું છે. આ જગ્યાઓ માટે અરજી પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. જેમાં રસ ધરાવતા ઉમેદવારો 27મી સપ્ટેમ્બર સુધી સત્તાવાર વેબસાઇટ bis.gov.in પર જઈને અરજી કરી શકે છે. ઉમેદવારોએ એક વાત ખાસ ધ્યાનમાં રાખવી કે, આ પોસ્ટ્સ માટે માત્ર ઑનલાઇન મોડ દ્વારા જ અરજી કરવાની રહેશે. પોસ્ટ અથવા અન્ય માધ્યમથી કરવામાં આવેલી અરજીઓ માન્ય ગણવામાં આવશે નહીં.
BIS આ પ્રક્રિયા દ્વારા સલાહકારની દરેક પોસ્ટ્સની ભરતી કરવામાં આવશે. નોટીફિકેશનમાં જણાવ્યા પ્રમાણે ઉમેદવારો આ જગ્યાઓ પર નિયમો અનુસાર નિર્ધારિત છેલ્લી તારીખે અથવા તે પહેલાં અરજી કરી શકશે. ચાલો જાણીએ કે આ ભરતી માટે અરજી કરવા માટે માટે ઉમેદવાર પાસે શું યોગ્યતા હોવી જોઈએ અને કેવી રીતે પસંદગી કરવામાં આવશે.
અરજી કરવા માટેની લાયકાત
આયુષ સલાહકારની જગ્યાઓ માટે અરજદાર પાસે માન્ય યુનિવર્સિટીમાંથી BUMSની ડિગ્રી હોવી જરુરી છે. ઉપરાંત ઉમેદવારે રાજ્ય આયુષમાં નોંધણી કરાવવી જોઈએ. જ્યારે સિવિલ કન્સલ્ટન્ટ માટે ઉમેદવાર સિવિલ એન્જિનિયરિંગની ડિગ્રી ધરાવતો હોવો જોઈએ અને તેની પાસે બે વર્ષ સંબધિત કામનો અનુભવ પણ હોવો જોઈએ. લાયકાત સંબંધિત વધુ માહિતી માટે ભરતીની ભરતી જાહેરાત ચેક કરી શકશે.
વય મર્યાદા
અરજી કરનાર ઉમેદવારની ઉંમર 65 વર્ષથી વધુ ન હોવી જોઈએ. આ ભરતી માટે ઉમેદવારોએ કોઈપણ કેટેગરી માટે ઉમેદવારે કોઈ પણ અરજી ફી ચૂકવવાની રહેશે નહીં.
BIS ભરતી 2024 માટે કેવી રીતે અરજી કરવી
- BIS ની અધિકૃત વેબસાઇટ bis.gov.in પર જાઓ.
- હોમ પેજ પર આપેલ Career Opportunities ટેબ પર ક્લિક કરો.
- હવે અહીં Consultant Recruitmentની લિંક પર ક્લિક કરો.
- અરજી કરવા માટેની લિંક પર ક્લિક કરો.
- રજીસ્ટ્રેશન કરો અને અરજી ફોર્મ ભરો.
BIS ભરતી 2024 માટે અરજી કરવાની લિંક
પસંદગીની પ્રક્રિયા
શોર્ટલિસ્ટ થયેલા ઉમેદવારોને ઇન્ટરવ્યુ માટે બોલાવવામાં આવશે. પસંદગી એક વર્ષના કરારના આધારે કરવામાં આવશે. પસંદ કરાયેલ ઉમેદવારને 75,000 રૂપિયા માસિક પગાર આપવામાં આવશે. ભારતીય માનક બ્યુરો એ ભારત સરકારના ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રાલયના વહીવટી નિયંત્રણ હેઠળની એક વૈધાનિક સંસ્થા છે