રેલવેમાં ગ્રુપ સી અને ડીના પદ પર નોકરીની તક, અરજી કરવા આવતી કાલે છેલ્લી તારીખ, 63 હજાર હશે પગાર

કોઈપણ માન્યતા પાપ્ત સંસ્થામાંથી 50 ટકા સાથે ધોરણ 12મું પાસ કરીને સાથે ગ્રેજ્યુએટ થયેલા ઉમેદવાર અરજી કરી શકે છે

અરજી કરવાની છેલ્લી તારીખ આવતી કાલ એટલે કે 6 નવેમ્બર

Updated: Nov 5th, 2023


Google NewsGoogle News
રેલવેમાં ગ્રુપ સી અને ડીના પદ પર નોકરીની તક, અરજી કરવા આવતી કાલે છેલ્લી તારીખ, 63 હજાર હશે પગાર 1 - image


તા. 5 નવેમ્બર 2023, રવિવાર 

Railway Recruitment 2023 Apply Online: રેલવેમાં નોકરીની શોધ કરી રહેલા યુવાનો માટે સારા સમાચાર છે. જે પણ યુવાનોએ 10મી, 12મીં અને ગ્રેજ્યુએટ પાસ છે, તે ઉમેદવારો આ પદ માટે આસાનીથી નોકરી મેળવી શકે છે. તેના માટે Indian Railway દ્વારા રેલવે ભરતી સેલ (RRC) પશ્ચિમ મધ્ય રેલવેમાં સ્કાઉટ્સ અને ગાઈડ કોટા હેઠળ ગ્રુપ સી અને ગ્રુપ ડીની જગ્યાઓ માટે જાહેરાત પાડવામાં આવી છે. તેમા અરજી કરવાની છેલ્લી તારીખ આવતી કાલ એટલે કે 6 નવેમ્બરના રોજ છે. 

Railway માં આ પદો ભરવાની છે જગ્યા 

ગ્રુપ સી (લેવલ -2)  2 જગ્યા

પુર્વવર્તી ગ્રુપ ડી (લેવલ 1) 6 જગ્યા

ફોર્મ ભરવા માટેની યોગ્યતા

ગ્રુપ સી (લેવલ 2) :

ઉમેદવારો પાસે  કોઈપણ માન્યતા પાપ્ત સંસ્થામાંથી 50 ટકા સાથે ધોરણ 12મું પાસ કરીને સાથે ગ્રેજ્યુએટ પણ હોવા જોઈએ. સાથે સાથે ઉમેદવારને ક્લાર્ક સાથે ટાઈપિસ્ટની શ્રેણીમા નિયુક્તિ આપવામાં આવશે. જેમાં 30 શબ્દો પ્રતિ મિનિટની ટાઈપિંગ પ્રોફિશિંએશી હોવી જોઈએ.

પુર્વવર્તી ગ્રુપ ડી (લેવલ 1)

ધોરણ 10 પાસ સાથે ITI અથવા સમકક્ષ અથવા NCVT દ્વારા આપવામાં આવેલ નેશનલ એપ્રેન્ટિસશિપ સર્ટિફિકેટ (NAC) હોવું આવશ્યક છે.

પસંદગી થયા પછી આ પ્રમાણે રહેશે પગાર 

ગ્રુપ સી (લેવલ-2): લેવલ-2 (7મી સીપીસી) (પે મેટ્રિક્સ રૂ.19900-63200)

ગત ગ્રુપ ડી (લેવલ-1)-લેવલ-1 (7મી સીપીસી) (પે મેટ્રિક્સ રૂ. 18000-56900)

સૂચના અને એપ્લિકેશન માટે આ લિંક

Railway Recruitment 2023 નોટીફિકેશન માટે લિંક 

Railway Recruitment 2023 અરજી કરવા માટેની લિંક 


Google NewsGoogle News