જેએનયુ ફરી ચર્ચામાં, નાણાકીય સંકટને લીધે સંપત્તિ વેચવાનો પ્લાન બનાવતા વિદ્યાર્થીઓ રોષે ભરાયા

Updated: Aug 22nd, 2024


Google NewsGoogle News


Jawaharlal Nehru University News

JNU Financial crisis: દેશની ટોચની યુનિવર્સિટી પૈકી એક જવાહરલાલ નેહરુ યુનિવર્સિટી (JNU) આર્થિક કટોકટીનો સામનો કરી રહી છે, જેમાંથી ઉભરવા યુનિવર્સિટી પોતાની બે ટોચની સંપત્તિ વેચવાની યોજના બનાવી રહી છે. આ પગલું યુનિવર્સિટીના સંચાલનને સમર્થન આપવા માટે, મૂડી એકત્ર કરવા અને સ્થિર આવક સ્રોત ઊભો કરી શકે છે. જો કે, જેએનયુના વિદ્યાર્થી સંગઠન યુનિવર્સિટીના આ પગલાંનો વિરોધ કરી રહ્યા છે. તેમનું માનવુ છે કે, જો જેએનયુ તેનું ગેસ્ટહાઉસ વેચી દેશે અથવા તો લીઝ પર આપશે, તો વિદેશી મહેમાનોએ હોટલમાં રોકાવું પડશે અને તેનું બિલ કોણ ચૂકવશે?

રિડેવલપમેન્ટ અથવા લીઝ પર આપવાની યોજના

યુનિવર્સિટી આ મિલકતોને ખાનગી સંસ્થાઓને રિડેવલપમેન્ટ અથવા લીઝ પર આપવાનું વિચારી રહી છે. આ મિલકતોમાં એક મંડી હાઉસ ખાતે આવેલ ગેસ્ટ હાઉસ છે, જે જેએનયુના મુખ્ય સ્થળોમાંનું એક છે. જેએનયુના સૂત્રોના જણાવ્યા અનુસાર આ ગેસ્ટ હાઉસનો ઉપયોગ લાંબા સમયથી યુનિવર્સિટીના કોઈ ખાસ કામ માટે કરવામાં આવી રહ્યો નથી. તેમ છતાં આ ગેસ્ટ હાઉસની જાળવણી સાથે સંકળાયેલા કર્મચારીઓનો પગાર હજુ પણ યુનિવર્સિટીના બજેટમાંથી ચૂકવવામાં આવતો હોવાથી આર્થિક બોજ વધી રહ્યો છે.

આ પણ વાંચોઃ ભારતના સંરક્ષણ ક્ષેત્રમાં નિકાસમાં ઝડપી વધારો પણ સૌથી મોટો ખરીદાર કોણ? નામ જાણી ચોંકી જશો

જેએનયુના નિર્ણયનો વિરોધ શરુ

JNUSU અને અન્ય વિદ્યાર્થી સંગઠનોએ જેએનયુ પ્રશાસનની આ યોજનાની આકરી ટીકા કરી રહ્યા છે. JNUSU પ્રમુખ ધનંજયે કહ્યું કે, "કેમ્પસ માટે તે ચિંતાજનક સ્થિતિ છે, તે તેની મિલકતો વેચી રહ્યા છે. તેઓ કુલપતિ છે કે પછી પ્રોપર્ટી ડીલર? તેમનું કામ પરિસ્થિતિને વધુ સારી બનાવવાનું છે, પરંતુ તે તેને વધુ ખરાબ કરી રહ્યા છે."

JNUSU વિરોધ પ્રદર્શન કરશે

JNUSU પ્રમુખે એવો પણ સવાલ ઉઠાવ્યો હતો કે વિદેશી મહેમાનો આ ગેસ્ટ હાઉસમાં રહે છે, હવે તેઓ ક્યાં રહેશે? જો તેઓ હોટલમાં રોકાણ કરશે, તો તેમના બિલ કોણ ચૂકવશે? JNUSU આ મુદ્દે શિક્ષણ મંત્રાલયની બહાર વિરોધ પ્રદર્શન કરવાની પણ યોજના બનાવી રહ્યું છે.

આ મામલે ABVP પણ વાઇસ ચાન્સેલર પર સવાલો ઉઠાવી રહી છે. JNU ABVP સેક્રેટરી શિખા સ્વરાજે કહ્યું કે, "જો પૈસાની અછત છે, તો પછી તેઓએ કુલપતિના ઘરના સમારકામમાં પૈસા કેમ ખર્ચ્યા? જો તેમને કોઈ વસ્તુ વેચવી હોય તો પહેલા કુલપતિનું ઘર વેચવું જોઈએ." કુલપતિ માત્ર મીડિયામાં હેડલાઇન્સમાં રહેવા માટે આવા નિવેદનો આપ્યા કરે છે. 


જેએનયુ ફરી ચર્ચામાં, નાણાકીય સંકટને લીધે સંપત્તિ વેચવાનો પ્લાન બનાવતા વિદ્યાર્થીઓ રોષે ભરાયા 2 - image


Google NewsGoogle News