Get The App

‘હું તેને મારી નાખીશ...’ શ્રી રામ વિશે ટિપ્પણી કરનારા NCP ધારાસભ્યને સંતની ધમકીથી હોબાળો

NCP ધારાસભ્ય જિતેન્દ્ર આવ્હાડે ભગવાન રામ પર વિવાદાસ્પદ ટિપ્પણી કર્યા બાદ દેશભરમાં રોષ

આવ્હાડે શ્રી રામને માંસાહારી અને શિકારી કહ્યા હતા, મુંબઈ પોલીસમાં જિતેન્દ્ર આવ્હાડ સામે ફરિયાદ

Updated: Jan 4th, 2024


Google NewsGoogle News
‘હું તેને મારી નાખીશ...’ શ્રી રામ વિશે ટિપ્પણી કરનારા NCP ધારાસભ્યને સંતની ધમકીથી હોબાળો 1 - image


Paramhans Acharya Warning Jitendra Awhad : NPC શરદ પવાર જૂથના ધારાસભ્ય જિતેન્દ્ર આવ્હાડે ભગવાન રામ પર વિવાદાસ્પદ ટિપ્પણી કર્યા બાદ દેશભરમાં રોષ ભભુકી ઉઠ્યો છે. ભાજપ અને શિવસેનાના એનસીપી પર આકરા પ્રહારો બાદ હવે સંત સમુદાયમાં પણ વિરોધ શરૂ થઈ ગયો છે. અયોધ્યાના સંત પરમહંસ આચાર્યએ કહ્યું કે, કેન્દ્ર અને મહારાષ્ટ્ર સરકારે તેમની વિરુદ્ધ કાર્યવાહી કરવી જોઈએ. તેમની ટિપ્પણીથી કરોડો રામભક્તોની લાગણી દુભાઈ છે.

‘તમે કાર્યવાહી ન કરી શકો તો હું તેની હત્યા કરી નાખીશ’

પરમહંસે ચેતવણી આપતા કહ્યું છે કે જો સરકાર કોઈ કાર્યવાહી ન કરી શકતી હોય તો તેઓ તેની હત્યા કરી નાખશે. જિતેન્દ્રનું નિવેદન અપમાનજનક છે. હું કેન્દ્ર અને મહારાષ્ટ્ર સરકારને તેની સામે કાર્યવાહી કરવા વિનંતી કરું છું. જો તેમની સામે કાર્યવાહી કરવામાં નહીં આવે તો હું જિતેન્દ્ર આવ્હાડને મારી નાખીશ.

પરમહંસે આવ્હાડના દાવાને રદિયો આપ્યો

પરમહંસે આવ્હાડના દાવાને રદિયો આપતા કહ્યું છે કે, એનસીપી ધારાસભ્યનું નિવેદન ભગવાન રામનું અપમાન છે. તેઓ ખોટા છે. આપણા ધર્મગ્રંથોમાં ક્યાં પણ લખાયું નથી કે, ભગવાન રામે વનવાસ દરમિયાન માસાંહારી ભોજન કર્યું હતું. આવી વ્યક્તિને ભગવાનનું રામનું અપમાન કરવાનો કોઈ અધિકાર નથી.

‘લાગણી દુભાવવી વિપક્ષની માનસિકતા’

બીજી તરફ ભાજપ નેતા રામ કદમે મુંબઈ પોલીસમાં જિતેન્દ્ર આવ્હાડ સામે ફરિયાદ નોંધાવી છે. તેમણે કહ્યું કે, વિપક્ષની માનસિકતા જ લાગણી દુભાવવાની છે. અયોધ્યામાં ભગવાન રામનું મંદિર બની રહ્યું છે, તે વાતને વિપક્ષો પચાવી શકતા નથી.

ઉલ્લેખનીય છે કે, જિતેન્દ્ર આવ્હાડે બુધવારે વિવાદાસ્પદ નિવેદન કરતા કહ્યું હતું કે ‘ભગવાન રામ માંસાહારી હતા. તેઓ તો શિકારી હતા અને બહુજન સમુદાયમાંથી આવતા હતા.’


Google NewsGoogle News