'JDUના 3 નેતા NDAના સંપર્કમાં, મુખ્યમંત્રી નીતિશ કુમાર પલટી મારી શકે છે', પૂર્વ CMનું મોટું નિવેદન
જેડીયુ કાર્યકર્તાઓની માગ પર નીતિશ કુમારને પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ બન્યા છે
Bihar Politics: દિલ્હીમાં ગઈકાલે જનતા દળ યુનાઈટેડ(JDU)ની રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠક મળી હતા. જેમાં જેડીયુના અધ્યક્ષ પદેથી લલન સિંહે રાજીનામું ધરી દીધુ હતું અને બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર જેડીયુના નવા રાષ્ટ્રીય અધ્યક્ષ બન્યા હતા. આ વચ્ચે પૂર્વ મુખ્યમંત્રી જીતન રામ માંઝીએ મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કહ્યું કે નીતિશ કુમાર ફરી એકવાર પલટી મારી શકે છે.
મુખ્યમંત્રી નીતિશ કુમાર પર દબાણ વધી રહ્યું હતું: માંઝી
મીડિયા સાથેની વાતચીતમાં જીતન રામ માંઝીએ લલન સિંહ અંગે કહ્યું કે, તેનું ભવિષ્ય બેથી ત્રણ મહિના પહેલા લખાઈ ગયું હતું. એક પક્ષ મુખ્યમંત્રી નીતિશ કુમાર પર તેજસ્વી યાદવને મુખ્યમંત્રી બનાવવા માટે દબાણ કરી રહ્યું હતું. લલન સિંહ અને વિજેન્દ્ર યાદવ બંને તેજસ્વી યાદવને મુખ્યમંત્રી બનાવવાના પક્ષમાં હતા. તેમણે જેડીયુના ત્રણ નેતાઓ વિજય ચૌધરી, અશોક ચૌધરી અને સંજય ઝાનું નામ લેતા કહ્યું કે, આ ત્રણેય એવા છે જેઓ ક્યાંક ને ક્યાંક એનડીએ સાથે તાલમેલની વાત કરી રહ્યા છે.
જીતન રામ માંઝીએ જણાવ્યું કે, જો ભાજપના લોકો નક્કી કરે છે કે મુખ્યમંત્રી નીતિશ કુમાર એનડીએમાં અમારી સાથે રહેશે તો અમે તેમનો વિરોધ નહીં કરીએ. રાજકારણમાં બધું જ શક્ય છે. લલન બાબુ જો ત્યાં હોય તો. જો લલન બાબુ દેખાડો માટે રહેશે તો તે જેડીયુમાં જ રહેશે, નહીં તો તેમની હાલત આરસીપી સિંહ જેવી થશે.જેમ આરસીપી સિંહ આઉટ થયા હતા તેવી જ રીતે લલન સિંહ પણ બહાર થઈ જશે.