ChatGPT ને ટક્કર આપવા તૈયાર થશે BharatGPT, જિયો અને IIT બોમ્બે સાથે મળીને કરશે તૈયાર

આકાશ અંબાણીની એન્યુઅલ ટેક્નોલોજી ફેસ્ટિવલમાં જાહેરાત

જિયો અને IIT બોમ્બે સંયુક્ત રીતે આ યોજના પાર પાડશે

Updated: Dec 28th, 2023


Google NewsGoogle News
ChatGPT ને ટક્કર આપવા તૈયાર થશે BharatGPT, જિયો અને IIT બોમ્બે સાથે મળીને કરશે તૈયાર 1 - image
add caption

Aakash Ambani news | Chat GPT ને ટક્કર આપવા માટે આકાશ અંબાણીએ કમર કસી લીધી છે. આ મામલે Reliance Jio Infocomm ના ચેરમેન આકાશ અંબાણીએ કહ્યું કે અમે Bharat GPT પર કામ કરી રહ્યા છીએ. આ પ્રોગ્રામ ઈન્ડિયન ઈન્સ્ટિટ્યુટ ઓફ ટેક્નોલોજી બોમ્બે (IIT-Bombay) સાથેની ભાગીદારીથી શરૂ કરાઈ રહ્યો છે. 

આકાશ અંબાણીએ આપી માહિતી 

રિપોર્ટ્સ અનુસાર આકાશ અંબાણીએ આ વાતની જાણકારી IIT-Bombay ઈન્સ્ટિટ્યુટના એન્યુઅલ ટેક્નોલોજી ફેસ્ટિવલમાં આપી હતી. BharatGPT ની તુલના Open AI દ્વારા તૈયાર કરાયેલા ChatGPT સાથે થઈ રહી છે, જે આખી દુનિયામાં ચર્ચિત છે. આ પ્લેટફોર્મ ગત વર્ષે લોન્ચ કરાયું હતું. 

વિઝન Jio 2.0 વિશે માહિતી આપી 

આકાશ અંબાણીએ એક જબરદસ્ત ઈકો સિસ્ટમ તૈયાર કરવી કેમ જરૂરી છે તે વિશે વાત કરી હતી. આ દરમિયાન તેમણે કંપનીના વિઝન Jio 2.0 વિશે પણ જાણકારી આપી હતી. આ માટે તેમણે 2014માં IIT Bombay સાથે ભાગીદારી કરી હતી જેનો હેતુ generative AI અને લાર્જ લેંગ્વેજ મોડેલ તૈયાર કરવાનો હતો જે ChatGPT જેવું જ હશે. આ સાથે Jio એક મહત્ત્વાકાંક્ષી વેન્ચર પર કામ કરી રહ્યું છે, જે એક ટેલિવિઝન ટેક્નોલોજી હશે. તેમણે કહ્યું હતું કે કંપની તેમના ટીવી માટે એક ઓપરેટિંગ સિસ્ટમ તૈયાર કરી રહી છે. 

ChatGPT ને ટક્કર આપવા તૈયાર થશે BharatGPT, જિયો અને IIT બોમ્બે સાથે મળીને કરશે તૈયાર 2 - image



Google NewsGoogle News