ઝારખંડ : રાંચીમાં તોફાનીઓનું તાંડવ : હિન્દુ મંદિરમાં તોડફોડ કરી : સમગ્ર વિસ્તારમાં વ્યાપેલી તંગદીલી

Updated: Nov 19th, 2023


Google NewsGoogle News
ઝારખંડ : રાંચીમાં તોફાનીઓનું તાંડવ : હિન્દુ મંદિરમાં તોડફોડ કરી : સમગ્ર વિસ્તારમાં વ્યાપેલી તંગદીલી 1 - image


- રાંચીના માંડરમાં એકી સાથે જ દેવ, દેવીઓની પ્રતિમાઓ ખંડિત કરાઈ : હિન્દુઓ લાઠીઓ, ડંડીકાઓ અને અન્ય શસ્ત્રો સાથે સડક પર ઉતર્યા

રાંચી : ઝારખંડના પાટનગર રાંચીમાં ઉપદ્રવીઓએ એક હિન્દુ મંદિરમાં તોડફોડ કરી નાખી છે. માંડર પોલીસ થાણા વિસ્તારમાં બનેલી આ ઘટના પછી સમગ્ર વિસ્તારમાં હડકંપ મચી ગયો છે. હજ્જારો હિન્દુઓ હાથમાં લાઠી અને ડંડા લઈ સડક ઉપર ઉતરી પડયા હતા. કેટલાકના હાથમાં ઘાતક શસ્ત્રો પણ હતા. અનેક સ્થળોએ હિન્દુઓએ જબરજસ્ત પ્રદર્શનો કર્યા હતા. પરિસ્થિતિને અનુલક્ષીને વધારાનું પોલીસ દળ ત્યાં ગોઠવાઈ ગયું છે. પોલીસ અધિકારીઓ સ્થાનિક લોકોને શાંત રાખવાની કાર્યવાહીમાં ગુંચાઈ ગયા છે.

પ્રાપ્ત માહિતી પ્રમાણે માંડરના મુડમા વિસ્તારમાં મહાવીર મંદિર, છોટા-બજરંગ-બલિ-મંદિર, બૂઢા મહાદેવ અને મડઈ-દેવ મંદિરના મંડળોની પ્રતિમાઓને અસામાજિક તત્વોએ કટર મશીનથી ખંડિત કરી હતી. શુક્રવારે રાત્રે બનેલી આ ઘટના પછી તેની જાણ થતા હજ્જારો હિન્દુઓ હાથમાં લાઠી, ડંડા અને કેટલાક ઘાતક શસ્ત્રો (તલવારો વ.) સાથે માર્ગો ઉપર આવી ગયા હતા. તેમાં મહિલાઓ મોટા પ્રમાણમાં હતી અને તે તોફાનીઓની ધરપકડ કરવા સુત્રોચ્ચાર કરતા હતા. તેટલું જ નહીં પરંતુ તે ઉપદ્રવીઓને ફાંસીની સજા કરવાની માગણી કરતા હતા.

ઝનૂને ભરાયેલા લોકોએ માર્ગો ઉપર ઠેર ઠેર બેરિકેડર લગાવી દીધી હતી. ટાયરો બાળ્યા હતા.

વહીવટી તંત્રે તેઓને શાંત રાખવા આપેલ આદેશ પછી પોલીસ ખરા અર્થમાં સક્રિય બની ગઈ હતી અને ઘટનાની તમારા માટે ''સ્પેશ્યલ ઈન્વેસ્ટિગેશન ટીમ રચી દીધી છે.''

પ્રદેશ ભાજપ પ્રમુખ બાબુલાલ મરાંડીએ મંદિરો તેમજ તેમાં રહેલી મૂર્તિઓને ક્ષતિગ્રસ્ત કરવાની તે દુષ્ટ કાર્યવાહી વિષે બોલતા કહ્યું હતું કે રાંચી જીલ્લામાં તો હિન્દુઓની ભાવનાને ઠેસ પહોંચાડવાની ''કાર્યવાહી'' તો રાજયમાં હવે રોજિંદી ઘટનાઓ બની છે. જરૂરી આ તબક્કે તો પેલા તોફાનીઓની ધરપકડ કરવાની છે.


Google NewsGoogle News