Get The App

ઝારખંડ સરકારના આ નિર્ણયથી ટેન્શનમાં આવી ગયા ચંપઈ સોરેન, કહ્યું- ‘મારા જીવને ખતરો’

Updated: Sep 25th, 2024


Google NewsGoogle News
Champai Soren



Champai Soren: ઝારખંડના પૂર્વ સીએમ ચંપઇ સોરેન અવારનવાર રાજ્ય સરકાર પર પ્રહાર કરતા હોય છે. આ દરમિયાન તેમણે ફરી એક વાર રાજ્ય સરકાર સામે સવાલ ઉભા કર્યા છે. તેમણે આરોપ લગાવ્યો કે, ઝારખંડ સરકારે તેમને આપેલા તમામ સુરક્ષા વાહનો પાછા ખેંચી લીધા છે અને આ કારણસર તેમના જીવને જોખમ છે. તેમણે કહ્યું કે, 'મેં ક્યારેય પોતાના મૂલ્યો સાથે અન્યાય કર્યો નથી. આગામી વિધાનસભા ચૂંટણીમાં રાજ્યની જનતા ઝારખંડ મુક્તિ મોર્ચા (જેએમએમ)ની આગેવાની વાળા ગઠબંધનને મજબૂત જવાબ આપશે.'

ઝારખંડમાં ભાજપની જીત નિશ્ચિતઃ ચંપઇ સોરેન

ઝારખંડના કેસરાયકેલામાં ચંપઇ સોરેને મહાપરિવર્તન રેલીમાં જનસભાને સંબોધતા કહ્યું કે, આ રેલી એક સંકેત છે કે આગામી ચૂંટણીમાં ભાજપની જીત સુનિશ્ચિત છે. આ પણ નિશ્ચિત છે કે અમારી સરકાર બનશે. મને રક્ષા આપવી કે ન આપવી એ તેમના (રાજ્ય સરકાર) પર છે, મારી રક્ષા હવે જનતા કરશે. અમે તો સંઘર્ષ કરનારા લોકો છીએ.

આ પણ વાંચોઃ યુપીની જેમ હવે હિમાચલમાં પણ દુકાનો પર માલિકના નામ અને ID લગાવવા ફરજિયાત, સરકારનો મોટો નિર્ણય

જનતા જવાબ આપશે

અગાઉ ચંપઇ સોરેને સુરક્ષા મામલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટ શેર કરતા લખ્યું કે, 'તમામ નિયમો અને પ્રોટોકોલને ભૂલીને રાજ્ય સરકારે મારી સુરક્ષા માટે ફાળવેલા વાહનોને પરત ખેંચી લીધા છે. ઝારખંડમાં પોતાના લોકો વચ્ચે મને કોઇ પણ પ્રકારની સુરક્ષાની જરૂરત નથી. એક પૂર્વ સીએમની સુરક્ષા સાથે રમતના આ રાજકીય કાવતરાનું જવાબ હવે જનતા આપશે.'

આ પણ વાંચોઃ ‘700 ખેડૂતોના મોતથી પણ મન ન ભરાયું, કંગનાની ટિપ્પણી પર જવાબ આપે PM મોદી’ રાહુલ ગાંધીના પ્રહાર

નોંધનીય છે કે, ઝારખંડ મુક્તિ મોર્ચાના નેતા હેમંત સોરેનની ભ્રષ્ટાચારના એક મામલામાં ધરપકડ બાદ ચંપઇ સોરેનને ઝારખંડના સીએમ બનાવવામાં આવ્યા હતા. આ પહેલાં તેઓ સોરેન સરકારમાં મંત્રી હતા, પરંતુ જેલની બહાર આવ્યા બાદ હેમંત સોરેન ફરી સીએમ બની ગયા. જેનાથી નારાજ થઇ ચંપઇ સોરેન ભાજપમાં જોડાયા છે. તેમણે તેમના રાજકીય કરિયરની શરૂઆત અપક્ષ ઉમેદવાર તરીકે કરી હતી.


Google NewsGoogle News