'હું જીવતો છું...', જમીન હડપવા માફિયાઓએ પરિવારને કર્યો મૃત જાહેર, અંતે જાહેર સુનાવણીમાં આવ્યો નિવેડો

યુવકે પોતે જીવીત હોવાનું સાબિત કરવા પોલીસ સ્ટેશન અને કોર્ટ-કચેરીમાં પણ ધક્કા ખાધા

પીડિતે જાહેર સુનાવણીમાં આવી કહ્યું, ‘જમીન હડપવા માટે અમને મૃત જાહેર કરાયા’

Updated: Nov 1st, 2023


Google NewsGoogle News
'હું જીવતો છું...', જમીન હડપવા માફિયાઓએ પરિવારને કર્યો મૃત જાહેર, અંતે જાહેર સુનાવણીમાં આવ્યો નિવેડો 1 - image

રાંચી, તા.01 નવેમ્બર-2023, વાર

ઝારખંડ (Jharkhand)માં જીવીત વ્યક્તિને મૃત જાહેર કરવાનો અજીબોગરીબ કિસ્સો સામે આવ્યો છે. રામગઢમાં રહેતા યુવકને સરકારી કાગળો પર મૃત જાહેર કરી દેવાયો છે, જેના કારણે તે વ્યક્તિના ઘણા કામો અટકી પડ્યા છે. આ યુવકે પોતાને જીવતો સાબિત કરવા પોલીસ સ્ટેશન અને કોર્ટ-કેચેરીના પણ ધક્કા ખાધા, તેમ છતાં કોઈ નિવેડો ન આવતા અંતે તેણે મંત્રી આલમગીર આલમ સમક્ષ ન્યાય અપાવવા વિનંતી કરવી પડી.

યુવકો પોતે જીવીત હોવાનું સાબિત કરવા પોલીસ સ્ટેશન અને કોર્ટ-કચેરીમાં પણ ધક્કા ખાધા

રામગઢના પતરાતૂનો રહેવાસી લોકનાથ સિંહને સરકારી કાગળોમાં મૃત જાહેર કરાયો છે, જેના કારણે તેમને ઘણા કામોમાં અવરોધો નડી રહ્યા છે. યુવકને પોતાને મૃત જાહેર કર્યો હોવાની જાણ થતાં તે પણ ચોંકી ગયો હતો. ત્યારબાદ યુવકે પોતે જીવીત હોવાનું સાબિત કરવા પોલીસ સ્ટેશન અને કોર્ટ-કચેરીમાં પણ ધક્કા ખાધા, તેમ છતાં નિવેડો આવ્યો ન હતો. અંતે યુવકને મંત્રી આલમગીર આલમ (Alamgir Alam) દ્વારા કોંગ્રેસ (Congress) ભવનમાં યોજાયેલ જાહેર સુનાવણી કાર્યક્રમની જાણ થતાં તે ત્યાં પહોંચી ગયો હતો. પીડિત વ્યક્તિએ મંત્રી આલમને તેની તમામ સઘડી હકીકતો જણાવી અને કહ્યું કે, ‘સાહેબ ! હું જીવતો છું, મને સરકારી કાગળોમાં મારી નખાયો.’ યુવકની આ વાત સાંભળી ત્યાં ઉપસ્થિ તમામ લોકો ચોંકી ઉઠ્યા હતા.

પેઢીનામામાં જીવિતને મૃત દર્શાવી જમીન હડપવાનું ષડયંત્ર

પીડિત વ્યક્તિ લોકનાથે મંત્રીને કહ્યું કે, હું જિવતો છું, પરંતુ પેઢીનામામાં મને મૃત જાહેર કરી અને નિસંતાન હોવાનું દર્શાવી જમીન હડપવાનું ષડયંત્ર ચાલી રહ્યું છે. તેમની જમીન વેચી ફેરફાર પણ કરવામાં આવી રહ્યો છે. લોકનાથ સિંહ પુત્ર પ્રેમનાથ સિંહ સાથે પહોંચ્યા હતા. તેમણે કહ્યું કે, તેઓ ન્યાય માટે ઘણી જગ્યાએ ધક્કા ખાધા, પરંતુ કોઈએ તેમને સાંભળ્યા નહીં.

મારા પરિવારના અન્ય સભ્યોને પણ મૃત જાહેર કર્યા

યુવકે કહ્યું કે, જમીન માફિયાઓએ મારા પરિવારના અન્ય સભ્યોને પણ મૃત જાહેર કરાવી દીધા છે. મૃત તેમજ નિસંતાન જાહેર કરી તેમની જમીન વેચી દેવામાં આવી. જ્યારે આ મામલે સર્કલ ઓફિસરને ફરિયાદ કરવામાં આવી, તો તેમણે કોઈ કાર્યવાહી ન કરી અને તે જમીનનો દાખલો રદ કરી દીધો. પીડિતની ફરિયાદને ગંભીરતાથી ધ્યાને લઈ મંત્રી આલમગીર આલમે સંબંધિત વિભાગના અધિકારીઓને તપાસના આદેશ તેમજ દોષિતો સામે કડક કાર્યવાહી કવાના આદેશ આપ્યા છે.


Google NewsGoogle News