Get The App

ઝારખંડની યુનિવર્સિટીમાં પોલિટિકલ સાયન્સના પેપરમાં આવ્યો ‘ગોદી મીડિયા’નો સવાલ, એક વર્ષથી ટોપિક ભણાવાતો હતો

Updated: Apr 16th, 2024


Google NewsGoogle News
ઝારખંડની યુનિવર્સિટીમાં પોલિટિકલ સાયન્સના પેપરમાં આવ્યો ‘ગોદી મીડિયા’નો સવાલ, એક વર્ષથી ટોપિક  ભણાવાતો હતો 1 - image


Kolhan University In Jharkhand: છેલ્લા કેટલાક વર્ષોમાં રાજકીય પક્ષો દ્વારા મીડિયાને 'ગોડી મીડિયા' કહીને ટારગેટ કરવામાં આવે છે. જો કે, અત્યાર સુધી ગોડી મીડિયા શબ્દનો ઉપયોગ માત્ર રાજકારણમાં જ થતો હતો, પરંતુ હવે ઝારખંડની કોલ્હાન યુનિવર્સિટી (Kolhan University)ના પોલિટિકલ સાયન્સના પેપરમાં ગોદી મીડિયા (Godi Media)ને લઈને સવાલ પૂછવામાં આવતાં હંગામો મચી ગયો છે.

સવાલથી વિદ્યાર્થીઓ મુંઝવણમાં મુકાયા

પોલિટિકલ સાયન્સના પેપરમાં ગોડી મીડિયા અંગે પૂછવામાં આવેલા સવાલથી વિદ્યાર્થીઓ મુંઝવણમાં મુકાયા હતા. આનો શું અને કેવી રીતે જવાબ આપવો તે કોઈને સમજાતું ન હતું. ઘણાં વિદ્યાર્થીઓએ આ સવાલને જ છોડી દીધો હતો, જ્યારે ઘણાં વિદ્યાર્થીઓએ આનો જવાબ પણ આપ્યો હતો. આ સવાલને લઈને યુનિવર્સિટીના વિવિધ વિદ્યાર્થી સંગઠનો પણ સામસામે આવી ગયા હતા.

ગોદી મીડિયાનો સવાલ સવાલ શું છે?

મીડિયાને લઈને વિદ્યાર્થીઓ મુંઝવણ મુકતો સવાલ એવો હતો કે, 'ગોડી મીડિયાને તમે શું સમજો છો?' આ સવાલ પાંચ ગુણનો હતો. હવે આ મામલે વિવાદ વધ્યો છે. આ બાબતે યુનિવર્સિટીના રજિસ્ટ્રાર અને ડીન ડો.રાજેન્દ્ર ભારતીએ જણાવ્યું છે કે, 'યુનિવર્સિટીની એકેડેમિક કાઉન્સિલની મંજૂરી બાદ આ વિષયનો અભ્યાસક્રમમાં સમાવેશ કરવામાં આવ્યો હતો.'

એબીવીપીએ રજિસ્ટ્રારને ફરિયાદ કરી 

અહેવાલો અનુસાર, કોલ્હાન યુનિવર્સિટીના અભ્યાસક્રમમાં છેલ્લા કેટલાક સમયથી ગોડી મીડિયા અને અર્બન નક્સલવાદ જેવા વિષયો સતત ભણાવવામાં આવી રહ્યા છે. ઝારખંડની આ યુનિવર્સિટીમાં ચાર વર્ષના યુજી (અંડરગ્રેજ્યુએટ) કોર્સ દરમિયાન આ પ્રકારની સમસ્યા પહેલીવાર આવી છે. હવે આ બાબતએ જોર પકડ્યું છે અને એબીવીપી કોલ્હનના સંગઠન સચિવ પ્રતાપ સિંહે રજિસ્ટ્રાર પાસે ફરિયાદ કરી છે. યુનિવર્સિટીએ કહ્યું છે કે, 'આ સવાલ અન્ય યુનિવર્સિટીના શિક્ષકોએ તૈયાર કર્યો હતો.'

ઝારખંડની યુનિવર્સિટીમાં પોલિટિકલ સાયન્સના પેપરમાં આવ્યો ‘ગોદી મીડિયા’નો સવાલ, એક વર્ષથી ટોપિક  ભણાવાતો હતો 2 - image


Google NewsGoogle News