Get The App

ઝારખંડમાં ઝામુમોનો ચૂંટણી ઢંઢેરો જાહેર : ખેડૂતોને વ્યાજ વગરની લોન

Updated: Nov 12th, 2024


Google NewsGoogle News
ઝારખંડમાં ઝામુમોનો ચૂંટણી ઢંઢેરો જાહેર : ખેડૂતોને વ્યાજ વગરની લોન 1 - image


- જરૂરિયાતમંદ પરિવારોને રૂ. 450માં ગેસ સિલિન્ડર

- ગરીબ વ્યકિતને દર મહિને સાત કીલો ચોખા અને બે કીલો દાળ : સરકારી નોકરીઓમાં મહિલાઓને 33 ટકા અનામત

રાંચી : ઝારખંડની ૮૧ વિધાનસભા બેઠકો પર ૧૩ અને ૨૦ નવેમ્બરે મતદાન થવાનું છે. તમામ પક્ષોના ચૂંટણી પ્રચારની વચ્ચે ઝારખંડ મુક્તિ મોરચાએ પોતાનો ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો છે. 

ઝામુમો સુપ્રીમો શિબુ સોરને અધિકાર પત્રના સ્વરૂપમાં પક્ષના ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો છે. ઝામુમોના ચૂંટણી ઢંઢેરામાં મંઇયામ સન્માન યોજના હેઠળ સન્માન રકમ ૨૫૦૦ રૂપિયા અને સરકારી નોકરીઓમાં મહિલાઓને ૩૩ ટકા અનામત આપવાનું વચન આપવામાં આવ્યું છે. 

આ ઉપરાંત ખેડૂતોને ઝીરો વ્યાજ દર પર લોન આપવાનું વચન આપવામાં આવ્યું છે. રાજ્યના સહારા ઇન્ડિયાથી પીડિત રોકાણકારોની લડાઇ સુપ્રીમ કોર્ટથી લઇને રાજ્યની દરેક કોર્ટ તથા સડકથી લઇને સંસદ સુધી દરેક મોરચે લડવાનું વચન આપવામાં આવ્યું છે. 

જમીન વિહોણા દલિતો અને વિસ્થાપિતોને જાતિ, રહેઠાણ પ્રમાણ પત્ર બનાવવાની પ્રક્રિયા સરળ બનાવવામાં આવશે. સરકાર બનવાના છ મહિનાની અંદર તમામ અરજકર્તાઓને પ્રમાણ પત્ર આપવામાં આવશે. 

ચોખાના ટેકાના ભાવ વધારી ક્વિન્ટલ દીઠ ૩૨૦૦ રૂપિયા કરવાનું વચન આપવામાં આવ્યું છે. રાજ્ય સરકારની તમામ નિમણૂકોમાં મહિલાઓ માટે ૩૩ ટકા અનામતનું વચન આપવામાં આવ્યું છે. 

રાજ્યના તમામ જરૂરિયાતવાળા પરિવારોને ૧૫ લાખ રૂપિયાના અબુઆ સ્વાસ્થ્ય  સુરક્ષા યોજનાથી જોડવાનું વચન આપવામાં આવ્યું છે. ૨૫ લાખથી વધુ અબુઆ આવાસ બનાવવામાં આવશે.


Google NewsGoogle News