Get The App

કોંગ્રેસ માટે હવે આ રાજ્યથી માઠા સમાચાર, પત્તું કપાતાં મોટા પદાધિકારીએ પાર્ટીને કર્યું અલવિદા

Updated: Apr 29th, 2024


Google NewsGoogle News
કોંગ્રેસ માટે હવે આ રાજ્યથી માઠા સમાચાર, પત્તું કપાતાં મોટા પદાધિકારીએ પાર્ટીને કર્યું અલવિદા 1 - image


Jharkhand Lok Sabha Elections 2024 : દેશભરમાં જોરશોરથી લોકસભા ચૂંટણીનો પ્રચાર જોવા મળી રહ્યો છે, વિવિધ પક્ષો દ્વારા મોટાભાગની બેઠકો પર ઉમેદવારોના નામ જાહેર કરી દેવાયા છે, ત્યારે ઝારખંડની 14 લોકસભા બેઠકોમાંની એક જમશેદપુર બેઠક (Jamshedpur Seat) મામલે કોંગ્રેસનો આંતરીક વિવાદ સામે આવ્યો છે. પાર્ટીના વરિષ્ઠ નેતા જિતેન્દ્ર સિંહ (Jitendra Singh)ને ટિકિટ ન મળતા તેઓ નારાજ થયા છે અને તેમણે પાર્ટીને અલવિદા કહી પ્રાથમિક સભ્ય પદ સહિત જિલ્લા ઉપાધ્યક્ષ પદેથી રાજીનામું આપી દીધું છે. એટલું જ નહીં તેમણે જમશેદપુર લોકસભા બેઠક પરથી અપક્ષ તરીકે ચૂંટણી લડવાની પણ જાહેરાત કરી છે.

કોંગ્રેસે ટિકિટ ન આપતા હું અપક્ષમાંથી ચૂંટણી લડીશ : જિતેન્દ્ર સિંહ

જિતેન્દ્ર સિંહે એક પ્રેસ કોન્ફરન્સ યોજી પોતાના રાજીનામાની જાહેરાત કરી છે. આ દરમિયાન તેમણે કહ્યું કે, ‘ઉમેદવારીપત્ર ભરવાનો સોમવારે છેલ્લો દિવસ હતો, પરંતુ કોંગ્રેસે હજુ સુધી ઉમેદવારનું નામ જાહેર કર્યું નથી. હું ઘણા સમયથી ટિકિટની માંગ કરી રહ્યો હતો, પરંતુ પાર્ટીએ ગઠબંધન ધર્મનો હવાલો આપી મારી અવગણના કરી છે. આ જ કારણે મેં નારાજ થઈને રાજીનામું આપી દીધું છે. હવે હું જનતાની સેવા માટે અપક્ષમાંથી ચૂંટણી લડીશ.’

જિતેન્દ્ર સિંહ 1989થી કોંગ્રેસના સક્રિય નેતા

વરિષ્ઠ કોંગ્રેસ નેતા જિતેન્દ્ર સિંહ 1989થી પાર્ટીમાં જોડાયેલા છે. તેમણે ચંદન બાગચીની ચૂંટણીમાં પોલિંગ એજન્સ તરીકે રાજકીય કારકિર્દીની શરૂઆત કરી હતી. તેઓ જિલ્લા અધ્યક્ષ પદ માટે ચાર વખત દાવેદાર પણ રહી ચુકેલા છે. તેમણે 2019માં જમશેદપુર પશ્ચિમ વિધાનસભા બેઠક પર ચૂંટણી લડવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. કોંગ્રેસ નેતા જિતેન્દ્ર સિંહે કહ્યું કે, તેઓ પ્રજાની અપેક્ષાઓ પૂર્ણ કરવા માટે અપક્ષમાંથી ચૂંટણી લડશે. તેમને વિશ્વાસ છે કે, પ્રજા તેમની સાથે ઉભી રહેશે અને જીત અપાવશે.’


Google NewsGoogle News