Get The App

ઝારખંડમાં વિજય બાદ કોંગ્રેસે હેમંત સરકાર સમક્ષ મૂકી આ માગણીઓ, ઝામુમોએ જવાબ ન આપ્યો!

Updated: Nov 24th, 2024


Google News
Google News
ઝારખંડમાં વિજય બાદ કોંગ્રેસે હેમંત સરકાર સમક્ષ મૂકી આ માગણીઓ, ઝામુમોએ જવાબ ન આપ્યો! 1 - image


Jharkhand CM Hemant Soren Oath and New Cabinet: ઝારખંડ વિધાનસભા ચૂંટણી 2024 બાદ હેમંત સરકારે ફરી એકવાર સત્તામાં વાપસી કરી છે. રાજ્યની 81 બેઠકોમાંથી 56 બેઠકો I.N.D.I.A ગઠબંધનના  ખાતામાં ગઈ છે. આ પરિણામોમાં હેમંત સોરેનની પાર્ટી ઝારખંડ મુક્તિ મોરચા (JMM) 34 બેઠકો સાથે રાજ્યની સૌથી મોટી પાર્ટી બનીને ઉભરી આવી છે. બીજી તરફ કોંગ્રેસ 16 બેઠકો સાથે I.N.D.I.A ગઠબંધનમાં બીજા ક્રમે રહી છે. હેમંત સોરેન ટૂંક સમયમાં ઝારખંડમાં પોતાની આગામી ઈનિંગ શરૂ કરવા જઈ રહ્યા છે. ત્યારે હવે પ્રાપ્ત માહિતી પ્રમાણે કોંગ્રેસ પાર્ટીએ સોરેન સમક્ષ મોટી માગ મૂકી છે. 

કોંગ્રેસની માગ

એક અહેવાલ પ્રમાણે કોંગ્રેસની બેઠકો JMM કરતા અડધી છે. આવી સ્થિતિમાં કોંગ્રેસ પાર્ટીએ હેમંત કેબિનેટમાં કેટલીક બેઠકોની માગણી કરી છે. કોંગ્રેસ પાર્ટી 4:1ના આધારે કેબિનેટ વિભાજન ઈચ્છે છે. જો કે હેમંત સોરેને કોંગ્રેસની આ માગ પર કોઈ જવાબ નથી આપ્યો.

આ પણ વાંચો: ઝારખંડમાં મુક્તિ મોરચાનો વિજય, ભાજપનું હિન્દુત્વ કાર્ડ જનતાએ ફગાવ્યું

હેમંત સોરેનનો શપથ ગ્રહણ સમારોહ

પ્રાપ્ત માહિતી પ્રમાણે આજે સાંજે 4:00 વાગ્યે હેમંત સોરેન રાજ્યપાલને મળશે અને સરકાર બનાવવાનો દાવો રજૂ કરશે. હેમંત સોરેન 26 નવેમ્બરે ઝારખંડના મુખ્યમંત્રી તરીકે શપથ ગ્રહણ કરશે. તેમનો શપથ ગ્રહણ સમારોહ ઝારખંડની રાજધાની રાંચીમાં યોજાશે. હેમંત સોરેનની કેબિનેટ પર હજુ પણ સસ્પેન્સ છે. જો કે, મંગળવારે હેમંત સોરેન તેમના સમગ્ર કેબિનેટ સાથે શપથ ગ્રહણ કરશે.

Tags :
JharkhandCM-Hemant-Soren-Oath-CeremonyHemant-Soren-New-CabinetJMMCongress

Google News
Google News