Get The App

ઝારખંડ ચૂંટણી: NDAમાં અંદરોઅંદર વધતો વિવાદ! નીતિશ કુમાર હજુ સંતુષ્ટ નહીં, છેલ્લી ઘડીએ લેવાશે નિર્ણય

Updated: Oct 19th, 2024


Google NewsGoogle News
ઝારખંડ ચૂંટણી: NDAમાં અંદરોઅંદર વધતો વિવાદ! નીતિશ કુમાર હજુ સંતુષ્ટ નહીં, છેલ્લી ઘડીએ લેવાશે નિર્ણય 1 - image


Jharkhand Election : ઝારખંડ વિધાનસભા ચૂંટણી માટે સીટોની સંખ્યા વહેંચીને NDAએ I.N.D.I.A. ગઠબંધન પર પોતાનો દબદબો બતાવ્યો છે, પરંતુ આ મુદ્દો હજુ અટવાયેલો છે. ભાજપના સહ-ચૂંટણી પ્રભારી હિમંતા વિશ્વ શર્માના જણાવ્યા અનુસાર, પ્રથમ તબક્કાની ચૂંટણી માટે નોમિનેશનના અંતિમ દિવસ સુધી બેઠકની અદલાબદલી થઈ શકે છે. આવી બેઠકોની સંખ્યા ત્રણથી વધુ નહીં હોય અને તે મુખ્યત્વે ભાજપ અને AJSU વચ્ચે હશે. જેડીયુ પણ બે બેઠકોથી સંતુષ્ટ નથી. તેમને એ વાત પર પણ વાંધો છે કે સરયુ રાયની બેઠક છોડી દેવી પડી હતી. સરયુ રાય હવે જમશેદપુર પૂર્વને બદલે તેમની પરંપરાગત બેઠક જમશેદપુર પશ્ચિમથી ચૂંટણી લડશે. 

ચિરાગ પાસવાનના નેતૃત્વમાં એલજેપીઆરને એક સીટ મળી છે. તેમના તરફથી કોઈ પ્રતિક્રિયા આવી નથી, પરંતુ તેમણે જે રીતે ડઝન બેઠકોની માંગણી કરી હતી, તેમાંથી એક બેઠક મેળતા માઠું લાગ્યું છે. 

આ પણ વાંચો : રાજ્યના તમામ સરકારી કર્મચારી માટે હેલ્મેટ ફરજિયાત, પાછળ બેસનારાને પણ લાગુ પડશે નિયમ

કેમ ઉમેદવારોના નામની જાહેરાતમાં વિલંબ કરી રહી છે?

AJSU ટુંડીની બેઠક માંગી રહ્યું છે. ટુંડી વિસ્તાર કુર્મી પ્રભુત્વ ધરાવે છે, જ્યાંથી જેએમએમના મથુરા મહતો ચૂંટણી જીતતા આવ્યા છે. AJSU વડા સુદેશ મહતો કુર્મી સમુદાયમાંથી આવે છે. આ વખતે તેઓ બે બેઠકો પરથી ચૂંટણી લડવા માંગે છે. તેમાં બેઠક ટુંડી પણ છે. ભાજપ ટુંડી પોતાની પાસે રાખવા માંગે છે. આવી એક-બે બેઠકો હશે, જ્યાં છેલ્લી ઘડીએ ફેરફાર શક્ય છે. આ કારણે ભાજપ મતદારક્ષેત્રો અને ઉમેદવારોના નામની જાહેરાતમાં વિલંબ કરી રહી છે. 

હિમંતાએ અગાઉ કહ્યું હતું કે, ચૂંટણીની તારીખની જાહેરાતના 48 કલાકની અંદર ઉમેદવારોની જાહેરાત કરવામાં આવશે. પરંતુ, આ સમસ્યાને કારણે આવું થઈ શક્યું નહીં. પ્રથમ તબક્કામાં 43 બેઠકો માટે નોમિનેશન પ્રક્રિયા 18મી ઓક્ટોબરથી શરૂ થઈ ગઈ છે અને છેલ્લી તારીખ 25મી ઓક્ટોબર હોવાથી ભાજપ કોઈપણ સમયે તેના ઉમેદવારોના નામની જાહેરાત કરી શકે છે.

I.N.D.I.A. ગઠબંધન બેઠકની વહેંચણી પર વિચારણા કરશે

કોંગ્રેસના ટોચના નેતા રાહુલ ગાંધી બંધારણ સન્માન કાર્યક્રમમાં ભાગ લેવા માટે રાંચી પહોંચ્યા છે. આરજેડી નેતા તેજસ્વી યાદવ શુક્રવારે રાત્રે જ પટનાથી રાંચી પહોંચ્યા હતા. કોંગ્રેસના ઝારખંડ પ્રભારી ગુલામ મીર પહેલેથી જ રાંચીમાં છે. ઉમેદવારોની પસંદગી માટે તેઓ સતત તેમના નેતાઓ સાથે બેઠક કરી રહ્યા છે. કોંગ્રેસે પોતાની પસંદગીની બેઠકો માટે ઉમેદવારોના નામ પર વિચાર મંથન કર્યું છે. દરેક બેઠક માટે ત્રણ ઉમેદવારોના નામોની યાદી તૈયાર કરવામાં આવી છે. શક્ય છે કે I.N.D.I.A. ગઠબંધન  શનિવારે (19મી ઓક્ટોબર) બેઠકની વહેંચણી પર ચર્ચા કરશે. ત્યારબાદ કોંગ્રેસ હાઈકમાન્ડ તેના ઉમેદવારોના નામ નક્કી કરશે. આમાં બે થી ત્રણ દિવસ લાગી શકે છે.

આ પણ વાંચો : I.N.D.I.A.માં એક બાદ એક વિખવાદ: અખિલેશ યાદવ બાદ હવે લાલુ યાદવનો પક્ષ પણ નારાજ, જાણો કારણ

હાજરા અને ઉમાકાંતે પાર્ટી બદલી

જોકે ટિકીટ કપાવવાની આશંકા પહેલાં ભાજપ અને આજસૂના બે નેતાઓ જેએમએમ સાથે જોડાયા છે. ભાજપના ધારાસભ્ય કેદાર હાજરા અને આજસૂના ઉમાકાંત રજકે પાર્ટી બદલી દીધી છે. ઉમાકાંતે એટલા માટે આજસૂ છોડી કે તેમની ચંદનકિયારી સીટ ભાજપના ખાતામાં જતી રહી છે અને કેદાર હાજરાની જગ્યાએ કોંગ્રેસ છોડીને ભાજપમાં આવેલી મંજૂ કુમારી જમુઆથી ભાજપની ટિકીટની દાવેદાર બની ગઇ છે.         

AJSUને મળી ત્રણ આદિવાસી સીટો

વર્ષ 2019 ની વિધાનસભા સીટોમાં AJSUને બે સીટો જીતી હતી. આ વખતે તેણે ભાજપને 10 સીટો આપી છે. તેમાં પાકુડની સીટ હજુ કોંગ્રેસ પાસે છે. ગોમિયા, સિલ્લી અને રામગઢ આજસૂની સિટીંગ સીટ છે. ભાજપે માંડૂની પોતાની સિટીંગ સીટ આજસૂને આપી છે. આ ઉપરાંત ઇચાગઢ, જુગસલાઇ, ડુમરી, લોહરદગા અને મનોહરપુરની સીટો આજસૂના ખાતામાં ગઇ છે. બીજા શબ્દોમાં કહીએ તો એનડીએની ચાર સીટો જ સીટિંગ છે. બાકી પર I.N.D.I.A. ગઠબંધનનો કબજો છે.


Google NewsGoogle News