Jharkhand Election : ભાજપે ભારે કરી, પ્રથમ યાદીમાં 35 પક્ષ પલટુને આપી ટિકિટ, JMMએ જાહેર કર્યું લિસ્ટ
Jharkhand Assembly Elections 2024 : ઝારખંડમાં ટૂંક સમયમાં વિધાનસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે. જેની તારીખો જાહેર થઈ ગઈ છે, ત્યારે તમામ પક્ષોની ચૂંટણીની તૈયારીઓ તેજ થઈ ગઈ છે. ઝારખંડની 81 બેઠકો પર મતદાન થવાનું છે, ત્યારે ભારતીય જનતા પાર્ટી (BJP)એ 81 માંથી 66 બેઠકો માટે ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. આ પ્રથમ યાદીમાં 35 પક્ષ પલટુને આપી ટિકિટ આપી. મુખ્યમંત્રી ફેસ ગણાતા બાબુ લાલ મરાંડીને ભાજપે ધનવરથી ટિકિટ આપી છે, જ્યારે પૂર્વ મુખ્યમંત્રી ચંપાઈ સોરેનને સરાઈકેલાથી ટિકિટ આપવામાં આવી છે.
दल-दल बदलू भारतीय जनता पार्टी ने टिकट दिया -
— Jharkhand Mukti Morcha (@JmmJharkhand) October 21, 2024
1. बाबूलाल मरांडी - JVM
2. लोबिन हेंब्रम - JMM
3. परितोष सोरेन - JVM
4. माधव महतो - JVM, AJSU
5. सीता सोरेन - JMM
6. देवेंद्र कुंवर - JVM
7. गंगा नारायण - AJSU, IND (4 चुनाव हारे)
8. रंधीर सिंह -…
રસપ્રદ વાત એ છે કે, આ બંને નેતાઓએ ઝારખંડ વિકાસ મોર્ચા (JVM)માંથી પરિવર્તિત ઝારખંડ મુક્તિ મોરચા (JMM)ને છોડીને ભાજપમાં જોડાયા છે. જો ભાજપના તમામ ઉમેદવારોની પૃષ્ઠભૂમિ પર નજર કરીએ તો 66માંથી 35 એવા ચહેરા છે જેઓ અગાઉ અન્ય પક્ષમાં હતા અને હાલમાં ભાજપમાં છે. જોકે, રાજકારણમાં નેતાઓ માટે એક પક્ષમાંથી બીજા પક્ષમાં જવું એ મોટી વાત નથી.
જેએમએમએ ભાજપ ઉમેદવારોની યાદીને પક્ષપલટાના મુદ્દે નિશાન બનાવ્યું છે. જેએમએમએ ભાજપના ઉમેદવારોની યાદીમાંથી 35 નામો શેર કરતી વખતે તેમની જૂની પાર્ટી તરીકે નામ આપ્યા છે, તેમને ટર્નકોટ ગણાવ્યા છે અને પાર્ટી નેતૃત્વ પર નિશાન સાધ્યું છે.
ઝારખંડમાં બે તબક્કામાં મતદાન થશે
આ વખતે ચૂંટણી પંચે ઝારખંડમાં 2 તબક્કામાં મતદાન કરાવવાની જાહેરાત કરી છે. પ્રથમ તબક્કાનું મતદાન 13મી નવેમ્બરે જ્યારે બીજા તબક્કાનું મતદાન 20મી નવેમ્બરે યોજાશે. મત ગણતરીની તારીખ 23 નવેમ્બર રાખવામાં આવી છે.