Get The App

ઝારખંડમાં ફરી હેમંત સોરેન સરકાર, ઈન્ડિયા બ્લોકને 55થી વધુ બેઠકો જીતી

Updated: Nov 23rd, 2024


Google NewsGoogle News
ઝારખંડમાં ફરી હેમંત સોરેન સરકાર, ઈન્ડિયા બ્લોકને 55થી વધુ બેઠકો જીતી 1 - image


Jharkhand Assembly Election Results 2024: ઝારખંડમાં ફરી એકવાર હેમંત સરકારનો નારો સાચો સાબિત થતો નજરે પડી રહ્યો છે. રાજ્યમાં ફરી INDIAની સરકાર બનતી જોવા મળી રહી છે. ઈન્ડી બ્લોક હાલ 56 બેઠકો પર જીત મેળવતી નજરે પડી રહી છે. ચૂંટણી પ્રચાર દરમિયાન ખુબ આક્રમક પ્રચાર બાદ પણ રાજ્યમાં ભાજપની જીતની સંભાવના નહીવત જેવી લાગી રહી છે. ચૂંટણીમાં પાર્ટીનું પ્રદર્શન તેની આશા અનુસાર ના રહ્યું. NDA અંદાજિત 24 જેટલી બેઠકો પર જીત મેળવી નજરે પડી રહી છે. જણાવી દઈએ કે, ઝારખંડમાં બે તબક્કામાં કુલ 81 વિધાનસભા બેઠકો પર ચૂંટણી યોજાઈ હતી.

આદિવાસી કાર્ડની સામે 'ઘૂસણખોરને કાઢો' દાંવ ફ્લોપ

ભાજપે ચૂંટણી પ્રચારમાં મુખ્ય ચૂંટણીનો મુખ્ય મુદ્દો સંથાલ પરગણા ક્ષેત્રમાંથી 'ઘૂસણખોર'ને બહાર કાઢવાનો બનાવ્યો હતો, જે JMMના આદિવાસી કાર્ડની સામે ફ્લોપ સાબિત થયો. આ સિવાય JMMને મુખ્યમંત્રી હેમંત સોરેનની ધરપકડના કારણે લોકોની સહાનુભૂતિ પણ મળી.

હેમંત-કલ્પનાનું દમદાર નેતૃત્વ

ઝારખંડમાં ઈન્ડિ બ્લોકને મળેલી મોટી સફળતા પાછળ હેમંત સોરેન અને કલ્પના સોરેનનું દમદાર નેતૃત્વ સામે આવ્યું છે. મુખ્યમંત્રી હેમંત સોરેન અને તેમની પત્ની ધારાસભ્ય કલ્પના સોરેને ચૂંટણીઓની જાહેરાત બાદ અંદાજિત 200 ચૂંટણી રેલીઓ યોજી. ચૂંટણી વિશ્લેષણના અનુસાર, હેમંત સોરેન અને તેમની પત્ની બંને આદિવાસી મતદારોની વચ્ચે સહાનુભૂતિ મેળવવામાં સફળ રહ્યાં.

ઝારખંડમાં ઈન્ડિયા બ્લોક અને NDA વચ્ચે હતો જંગ

ઝારખંડમાં કુલ 81 વિધાસભા બેઠક છે. ત્યારે ઝારખંડ વિધાનસભા ચૂંટણીના અંતિમ અને બીજા તબક્કામાં 12 જિલ્લાની 38 બેઠકો પર મતદાન થયું હતું, પહેલા તબક્કામાં 13 નવેમ્બરે 43 બેઠકો પર મતદાન થયું હતું. ઝારખંડમાં NDA (ભાજપ-SJSU) અને ઈન્ડિયા બ્લોક (JMM-કોંગ્રેસ) વચ્ચે મુકાબલો હતો.

ઝારખંડમાં 68 ટકા જેટલું થયું હતું મતદાન

ઝારખંડમા 68.45 ટકા મતદાન થયું હતું. ઝારખંડમાં ભાજપે સત્તા મેળવવા માટે ઘણા વાયદા કર્યા હતા, તેમ છતાં અહીં ભાજપને સત્તા આંચકવાના પ્રયાસમાં સફળતા મળી નથી. જ્યારે મુખ્યમંત્રી હેમંત સોરેનના વડપણ હેઠળ JMMની આગેવાની હેઠળનું ગઠબંધન NDA સામે ગુમાવેલી બાજી જાળવી રાખવામાં સફળ રહ્યું છે.


Google NewsGoogle News