Get The App

ભાજપને ભારે પડી સોરેનની 'જેલયાત્રા'! ઝારખંડમાં હેમંત સોરેને 24 વર્ષનો રેકૉર્ડ તોડ્યો

Updated: Nov 23rd, 2024


Google NewsGoogle News
ભાજપને ભારે પડી સોરેનની 'જેલયાત્રા'! ઝારખંડમાં હેમંત સોરેને 24 વર્ષનો રેકૉર્ડ તોડ્યો 1 - image


Jharkhand Assembly Election Result: ઝારખંડનો મિજાજ સત્તા બદલતા રહેવાનો રહ્યો છે. મતદાનની ટકાવારીમાં વધારો હોય કે ઘટાડો, રાજ્યમાં સત્તા બદલાતી રહે છે. પરંતુ, ચૂંટણી પરિણામોના વલણમાં આ ટ્રેન્ડ બદલાતો જોવા મળી રહ્યો છે. તાજેતરના વલણમાં ઝારખંડમાં 24 વર્ષનો રેકોર્ડ તૂટતો જોવા મળી રહ્યો છે. પહેલીવાર રાજ્યમાં કોઈ પાર્ટી મજબૂતી સાથે વાપસી કરી રહી છે. તાજેતરના વલણમાં ઝારખંડ મુક્તિ મોરચા (જેએમએમ)ની આગેવાનીવાળું INDIA ગઠબંધન 88 માંથી 55 બેઠકો પર આગળ ચાલી રહ્યું છે. આ જ વલણ જો પરિણામમાં બદલાય છે તો ઝારખંડમાં હેમંત સોરેનની વાપસી નક્કી છે. જેએમએમ 31 બેઠકો પર આગળ છે. જેએમએમની સહયોગી પાર્ટી કોંગ્રેસ 12 બેઠકો પર, આરજેડી 6 અને ડાબેરીઓ બે બેઠકો પર આગળ છે. ઝારખંડમાં આ ટ્રેન્ડ બાદ હવે ચર્ચા થઈ રહી છે કે, શું હેમંત સોરેનની જીતનો દરવાજો જેલમાંથી ખુલ્યો? 

આ પણ વાંચોઃ Jharkhand Election Results LIVE: ભાજપને ભારે પડી સોરેનની 'જેલયાત્રા'! ઝારખંડમાં ફરી કોંગ્રેસ-JMMના હાથમાં સત્તા

જેલમાંથી ખુલ્યો જીતનો દરવાજો?

લોકસભા ચૂંટણી પહેલા EDએ મની લોન્ડરિંગ કેસમાં મુખ્યમંત્રી હેમંત સોરેનની ધરપકડ કરી હતી. ધરપકડની ઠીક પહેલાં હેમંત સોરેને રાજભવન પહોંચી મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપી દીધું હતું. હેમંતની ધરપકડ બાદ ન ફક્ત ઝારખંડની સત્તાનો ચહેરો બદલાયો, પરંતુ આદિવાસી પ્રભુત્વ ધરાવતા રાજ્યના રાજકીય વાતાવરણમાં પણ મોટો પલટો જોવા મળ્યો. જેને પાંચ મુદ્દામાં સમજી શકાય છે. 

1. આદિવાસી અસ્મિતાનો દાવ 

આદિવાસી સમાજ જેએમએમની મુખ્ય વોટ બેન્ક છે. જેએમએમએ હેમંત સોરેનની ધરપકડને આદિવાસી અસ્મિતા સાથે જોડી દીધું. પાર્ટીના આ દાવથી આદિવાસી વોટબેન્ક પર હેમંત અને તેમની પાર્ટીની પકડ પહેલાં કરતા વધુ મજબૂત બની ગઈ. લોકસભા ચૂંટણીમાં આદિવાસી પ્રભુત્વ ધરાવતા વિસ્તારોમાં જેએમએમ અને ઈન્ડિયા ગઠબંધનનો દેખાવ સારો રહ્યો હતો. વિધાનસભા ચૂંટણીના વલણોમાં આદિવાસી બેઠકો પર જેએમએમની લીડને આ દિશામાં સંકેત માનવામાં આવે છે. હેમંત સોરેને ફરી એકવાર આદિવાસી રાજકારણ પર પોતાની પકડ સાબિત કરી છે.

2. જેલ જવાથી ઝીરો થઈ ગઈ એન્ટી ઇનકમ્બન્સી

ધરપકડને કારણે હેમંત સોરેનની આગેવાનીવાળી સરકારને થોડા મહિનાનો બ્રેક મળ્યો હતો. હેમંતની ધરપકડ બાદ, ચંપાઈ સોરેન થોડા મહિનાઓ સુધી મુખ્યમંત્રી રહ્યા અને જેલમાંથી બહાર આવ્યા બાદ અને ચૂંટણીના થોડા મહિના પહેલા મુખ્યમંત્રી સોરેને ફરી સરકારની કમાન પોતાના હાથમાં પકડી લીધી. વચ્ચે જે બ્રેક મળ્યો તેનું પરિણામ કહો કે, જેલ જવાના કારણે મળેલી સહાનુભૂતિ, હેમંત સરકાર સામે એન્ટી-ઈનકમ્બન્સી ફેક્ટર ઝીરો થઈ ગોય અને તેના કારણે સહાનુભૂતિ મળી ગઈ.


3. ચંપાઈ-સીતાના પક્ષપલાટાથી પણ મળ્યો લાભ

હેમંત સોરેનની ભાભી સીતા સોરેને લોકસભા ચૂંટણી પહેલા કેસરિયો ધારણ કરી લીધો હતો. પરિવારમાં જ થયેલાં બળવાથી જેએમએમને બીજો મોટો ફટકો પડ્યો. તેમજ મુખ્યમંત્રી પદથી દૂર થવાના કારણે નારાજ ચંપા સોરેન પણ ભાજપમાં જોડાઈ ગયાં. પહેલા હેમંતની ધરપકડ અને બાદમાં પાર્ટીના બળવાથી, JMMએ વિપક્ષ પર આદિવાસી મુખ્યમંત્રીને હેરાન કરવાનો, પરિવારને તોડવાનો અને કોઈપણ રીતે સત્તા કબજે કરવા માટેની દરેક યુક્તિ અપનાવવાનો આરોપ લગાવ્યાં. જો તાજેતરના વલણો પરિણામમાં ફેરવાય તો એ વાત પર મહોર લાગી જશે કે, શાસક પક્ષ વિપક્ષ સામે નેરેટિવ સેટ કરવામાં સફળ રહ્યું. 

આ પણ વાંચોઃ ઝારખડમાં વિધાનસભા ચૂંટણીના એક દિવસ પહેલા જ ઇડીના દરોડા

4. હેમંત સોરેનનું કદ થયું મજબૂત

EDની કાર્યવાહીથી લઈને ચંપાઈ સોરેનના પક્ષપલટા સુધી, ઝારખંડમાં આ ઘટનાક્રમોએ હેમંત સોરેનનું કદ વધુ મજબૂત કર્યું. EDની કાર્યવાહી અને ભાભીના બળવાથી જેએમએમ અને હેમંત સોરેનની ઇમેજ એક એવા નેતા રૂપે બની જે કોઈપણ પ્રકારના દબાણ છતાં ઝૂકતો નથી. ચંપાઈના બળવા સમયે તેમની સાથે કોલ્હાન વિસ્તારના ઘણાં ધારાસભ્યોએ પણ જેએમએમ છોડવાની ચર્ચા હતી. જ્યારબાદ હેમંતે ખુદ કમાન સંભાળી અને પરિણામ એવું આવ્યું કે, જેએમએમ સાથે બળવો કરી ભાજપમાં જોડાવવા માટે ચંપાઈને દીકરા સિવાય કોઈનો સાથ ન મળ્યો. જેનાથી હેમંતની ઇમેજ વધુ મજબૂત બની.

5. પત્નીએ પલટી બાજી?

હેમંત જેલમાં જતા પહેલા પોતાની પત્ની કલ્પના સોરેનની ઇમેજ એક કુશળ ગૃહિણી તરીકે બનાવતા ગયાં. રાજકારણથી દૂર રહેનારી કલ્પના પતિના જેલમાં જવાથી રાજકારણમાં એક્ટિવ થઈ ગઈ અને ગાંડેય બેઠકથી પેટાચૂંટણી જીતીને પહેલીવાર ધારાસભ્ય તરીકે ચૂંટાઈ. કલ્પનાની રાજકારણમાં એન્ટ્રીથી હેમંતને બૂસ્ટર મળ્યું. કલ્પના ન ફક્ત ચૂંટણી રેલીના મામલે પતિનો દરેક ડગલે સાથ આપતી જોવા મળી, પરંતુ ભાજપની સાઇલેન્ટ વોટર ગણાતી મહિલા મતદાતાઓને જેએમએમના તરફેણમાં લાવવામાં સફળ રહી.



Google NewsGoogle News