Get The App

એક પણ બેઠક ન મળતા ચૂંટણી પહેલા જ NDAના દિગ્ગજ ભાજપથી નારાજ, કહ્યું- મને ઘણો અફસોસ છે

Updated: Oct 22nd, 2024


Google NewsGoogle News
એક પણ બેઠક ન મળતા ચૂંટણી પહેલા જ NDAના દિગ્ગજ ભાજપથી નારાજ, કહ્યું- મને ઘણો અફસોસ છે 1 - image


Jharkhand Assembly Election: ઝારખંડ વિધાનસભા ચૂંટણી 2024 માટે એનડીએની બેઠકોની ફાળવણીને અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું છે. ઉમેદવારોની જારી યાદી મુજબ ભાજપ 68 બેઠકો પર, AJSU 10 પર, JDU 2 અને LJP 1 બેઠક પર ચૂંટણી લડશે. જેડીયુ ઝારખંડમાં વધુ બેઠકો માંગી રહ્યો છે, પરંતુ ભાજપે તેને મનાવી લીધો છે. જો કે, બેઠક ન મળવા બદલ માંઝી ભાજપથી નારાજ થયા હોવાના અહેવાલો મળ્યા છે. માંઝીએ પોતે ઝારખંડમાં ત્રણ બેઠકો માટે હકદાર હોવાનો દાવો કરતાં નારાજગી વ્યક્ત કરી છે.

ગયામાં મીડિયા સાથે વાત કરતા કેન્દ્રીય મંત્રી અને HAM પાર્ટીના સંસ્થાપક જીતન રામ માંઝીએ કહ્યું કે બેઠક ન મળી હોવા છતાં તેઓ એનડીએના સમર્થનમાં છે અને સહયોગીઓને સમર્થન આપવા તૈયાર કર્યા છે. જો કે, તેમણે સ્પષ્ટ કહ્યું કે, ઝારખંડમાં બેઠક ન મળવાનું દુઃખ છે પરંતુ તે બિહાર વિધાનસભા ચૂંટણીમાં આ નુકસાનની ભરપાઈ કરશે.

કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે ભાજપ ઘણી બેઠકો પર લડ્યો છે. રાષ્ટ્રીય અધ્યક્ષ આવી રહ્યા છે અને અમે તેમની સાથે બેઠક ફાળવણી મુદ્દે વાત કરીશું અને પૂછીશું કે અમને બેઠકો ફાળવશે કે નહીં,  અને જો ઉમેદવારી રજૂ નહીં કરવામાં આવે તો અમને તેનું ખૂબ જ દુખ થશે. અમને ઓછામાં ઓછી 3 બેઠકો મળવી જોઈએ.

અમે એનડીએની સાથે છીએ

માંઝીએ કહ્યું કે જ્યારે એનડીએની વાત આવે છે તો અમે એનડીએ સાથે છીએ. અમે દરેકને મદદ કરીશું. પ્રામાણિકતાની આવશ્યકતા એ છે કે જ્યારે તે લોકોને બેઠકો મળી, ત્યારે અમને પણ મળવી જોઈએ. જ્યારે અમે ત્યાં ગયા ત્યારે અમે કહ્યું કે અમે 10 બેઠકો લઈશું, પરંતુ એવું લાગે છે કે મામલો આગળ વધ્યો નથી. અમે પક્ષ અને એનડીએના શિસ્તબદ્ધ સમર્થક છીએ. અમે લોકસભા ચૂંટણીમાં 3 બેઠક માંગી હતી, પરંતુ અમને એક બેઠક મળી હતી. અમે કશું બોલ્યા નહિ. તેવી જ રીતે, જો અમને ઝારખંડમાં બેઠક નહીં મળે તો અમે બિહારની ચૂંટણીમાં તેમની પાસે બેઠકો માંગીશું.

એક પણ બેઠક ન મળતા ચૂંટણી પહેલા જ NDAના દિગ્ગજ ભાજપથી નારાજ, કહ્યું- મને ઘણો અફસોસ છે 2 - image


Google NewsGoogle News