Get The App

VIDEO : સ્ટેજ પરથી મિથુન ચક્રવર્તીનું પર્સ ચોરી, ભાજપ નેતાએ કહ્યું- 'જેણે પણ લીધું હોય તે પરત આપી દે...'

Updated: Nov 12th, 2024


Google NewsGoogle News
VIDEO : સ્ટેજ પરથી મિથુન ચક્રવર્તીનું પર્સ ચોરી, ભાજપ નેતાએ કહ્યું- 'જેણે પણ લીધું હોય તે પરત આપી દે...' 1 - image


Jharkhand Assembly Election 2024 : ઝારખંડ વિધાનસભા ચૂંટણી માટે પ્રથમ તબક્કાનું મતદાન બુધવારે અને બીજા તબક્કાનું મતદાન 20 નવેમ્બરે યોજાશે. આ પહેલા રાજકીયપક્ષો દ્વારા જોરશોરથી પ્રચાર ચાલી રહ્યો છે. આ દરમિયાન મંગળવારે અભિનેતા અને ભાજપા નેતા મિથુન ચક્રવર્તી પ્રચાર કરવા ધનબાદ પહોંચ્યા હતા, જ્યાં સ્ટેજ પર કોઈએ તેમનું ખિસ્સું કાપીને તેમનું પર્સ ચોરી લીધું.

વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયો

એ પછી ભાજપના નેતાઓએ મંચ પરથી એલાન કર્યું કે, જેણે પણ મિથુન ચક્રવર્તીનું પર્સ ચોર્યું છે, તેણે તેને પરત કરવું જોઈએ. જો કે તેના પર્સમાં કેટલા રૂપિયા હતા અને કયા દસ્તાવેજો હતા, તે અંગેની માહિતી બહાર આવી નથી. પરંતુ તેનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે.

આ પણ વાંચો : સલમાન ખાનને ધમકી આપનાર આરોપીની કર્ણાટકથી ધરપકડ, પૂછપરછમાં થયો ચોંકાવનારો ખુલાસો



મિથુન ચક્રવર્તીના પર્સની ચોરીના મામલાને કોંગ્રેસે આડે હાથ લીધો

ત્યાં ભાજપની બેઠકમાં વરિષ્ઠ નેતા મિથુન ચક્રવર્તીના પર્સની ચોરીના મામલાને કોંગ્રેસે આડે હાથ લીધો છે. બિહાર કોંગ્રેસ દ્વારા તેનો એક વીડિયો શેર કરવામાં આવ્યો છે. X હેન્ડલ પર વીડિયો શેર કરતી વખતે પાર્ટીએ લખ્યું, ભાજપના મંચ પરથી  "ડિસ્કો ડાન્સર" મિથુન ચક્રવર્તીનું વોલેટ ચોરાઈ ગયું.

આ પણ વાંચો : પેટા ચૂંટણી: કેદારનાથમાં કોનું પલડું ભારે? ભાજપ અને કોંગ્રેસ માટે આબરૂ બચાવવાની જંગ


મિથુન ચક્રવર્તી ઝારખંડ વિધાનસભા ચૂંટણીનો પ્રચાર કરી રહ્યા છે

અત્રે ઉલ્લેખનીય કે, મિથુન ચક્રવર્તી ઝારખંડ વિધાનસભા ચૂંટણીને લઈને ભાજપના ઉમેદવારો માટે જોરદાર પ્રચાર કરી રહ્યા છે. સોમવારે જ્યાં તેમણે પૂર્વ સીએમ અર્જુન મુંડાની પત્ની અને ભાજપના ઉમેદવાર મીરા મુંડાના સમર્થનમાં સિંહભૂમમાં પ્રચાર કર્યો હતો. મંગળવારે તેઓ ભાજપના ઉમેદવારના પ્રચાર માટે ધનબાદ પહોંચ્યા હતા.

નોંધનીય છે કે, ઝારખંડની 81 વિધાનસભા બેઠકો પર બે તબક્કામાં ચૂંટણી યોજાશે. બુધવારે (13 નવેમ્બર) પહેલા તબક્કા માટે મતદાન થશે, જ્યારે બીજા તબક્કાની 20 નવેમ્બરે મતદાન થશે. ઝારખંડ વિધાનસભા ચૂંટણીના પરિણામો 23 નવેમ્બરે જાહેર થશે.


Google NewsGoogle News