Get The App

NDAમાં ડખા? ઝારખંડમાં પાસવાને વધારી ભાજપની ચિંતા, કાશ્મીરમાં પવારે ઉતાર્યા ઉમેદવાર

Updated: Aug 24th, 2024


Google NewsGoogle News
Chirag Paswan


Jharkhand And Jammu Kashmir Assembly Elections Updates : ઝારખંડમાં આગામી વિધાનસભા ચૂંટણી પહેલા તમામ રાજકીય પક્ષો પોતપોતાના સમર્થનને મજબૂત કરવામાં વ્યસ્ત છે, ત્યારે બિહારમાં પ્રભાવ ધરાવતી અને NDAમાં સામેલ પાર્ટીઓ ઝારખંડમાં ચૂંટણી પહેલા સક્રિય થઈ ગયા છે. પહેલા બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારની પાર્ટી જનતા દળ યુનાઈટેડ (JDU), પછી કેન્દ્રીય મંત્રી જીતન રામ માંઝીની પાર્ટી 'હમ' અને હવે લોક જનશક્તિ પાર્ટી (LJP) રામવિલાસ ઝારખંડમાં પોતાનું સંગઠન મજબૂત કરવામાં વ્યસ્ત છે, ત્યારે રાંચી ખાતે LJPના રામવિલાસની રાષ્ટ્રીય કારોબારી બેઠકમાં રાષ્ટ્રીય અધ્યક્ષ ચિરાગ પાસવાન સહિત તમામ ધારાસભ્યો અને રાષ્ટ્રીય કારોબારીના સદસ્યો હાજર રહેશે. બીજી તરફ, NCPએ જમ્મુ અને કાશ્મીર વિધાનસભા ચૂંટણી 2024ના પ્રથમ તબક્કા માટે ઉમેદવારોની યાદી જાહેર કરી છે.

આવતી કાલે LJPના રામવિલાસની રાષ્ટ્રીય કારોબારી બેઠક થશે

આવતી કાલે (25 ઑગસ્ટ) ઝારખંડની રાજધાની રાંચી ખાતે LJP રામવિલાસની રાષ્ટ્રીય કારોબારી બેઠક થવાની છે. આ સાથે જ એક વિશાળ કાર્યકર્તા સંમેલનનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ દરમિયાન કેન્દ્રીય મંત્રી અને રામવિલાસના રાષ્ટ્રીય અધ્યક્ષ ચિરાગ પાસવાન સહિત તમામ ધારાસભ્યો અને રાષ્ટ્રીય કારોબારીના સદસ્યો સાથે રાંચીમાં હાજર રહેશે.  LJPની રાજ્ય સમિતિ કાર્યક્રમની અંતિમ તૈયારીમાં લાગેલી છે.

આ પણ વાંચો : દિલ્હી ભગવાન ભરોસેઃ 45 દિવસમાં ડૂબી જવાથી કે કરંટ લાગવાથી 15ના મોત પણ તંત્ર ઘોર નિંદ્રામાં

ઝારખંડમાં 28થી વધુ બેઠકો પર LJPની મજબૂત સ્થિતિ

ચિરાગના કાર્યક્રમને લઈને LJP પાર્ટીના ઝારખંડના પ્રદેશ અધ્યક્ષ વીરેન્દ્ર પ્રધાને જણાવ્યું હતું કે, 'ઝારખંડમાં 28થી વધુ બેઠકો પર પાર્ટીની મજબૂત સ્થિતિમાં છે,  આમ જ્યાં પાર્ટી ઉમેદવાર ઊભા રાખેશે, ત્યાંથી તેમની જીત નક્કી છે. તેમણે દાવો કર્યો કે, ઝારખંડમાં LJPની મજબૂત સ્થિતિ છે, પહેલા પણ ચૂંટણી લડ્યાં છીએ.' કેન્દ્ર સરકારમાં પણ LJP મજબૂત સહયોગી તરીકે કામ કરી રહી છે. કેન્દ્ર સરકારમાં પણ LJP મજબૂત સહયોગી તરીકે કામ કરી રહી છે. 

LJPના ચૂંટણી લડવાના દાવા સામે ભાજપના આ નેતાએ શું કહ્યું

ઝારખંડમાં 28થી વધુ બેઠકો પર LJPના ચૂંટણી લડવાના દાવા સામે ભાજપના રાંચીમાં છ વખત ધારાસભ્ય અને રાજ્યના પૂર્વ મંત્રી સીપી સિંહે કહ્યું કે, 'ચૂંટણી પહેલા તમામ પાર્ટીઓ દાવો કરે છે કે તેઓ ચૂંટણી લડશે, તે કાંઈ નવી વાત નથી.' LJP અને ભાજપ સહયોગી પાર્ટી છે, બધા સાથે મળીને ચૂંટણી લડશે, ટિકિટ વહેંચણી સહિતના તમામ મુદ્દાઓ કેન્દ્રીય નેતૃત્વ દ્વારા ઉકેલવામાં આવશે.

આ પણ વાંચો : UPSને મંજૂરી બાદ સરકારી કર્મચારીઓને હવે કેટલું પેન્શન મળશે? જાણો સરકારની યોજના

NCPએ તેના ઉમેદાવારોની યાદી જાહેર કરી

મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવારની આગેવાની હેઠળની રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીએ (NCP) જમ્મુ અને કાશ્મીરમાં આગામી વિધાનસભા ચૂંટણી માટે ટોન સેટ કર્યો છે. NCPના રાષ્ટ્રીય મહાસચિવ અને જમ્મુ-કાશ્મીરના પ્રભારી બ્રિજમોહન શ્રીવાસ્તવના જણાવ્યાં પ્રમાણે, NCPએ જમ્મુ અને કાશ્મીર વિધાનસભા ચૂંટણી 2024ના પ્રથમ તબક્કા માટે ઉમેદવારોની યાદી જાહેર કરી છે. શ્રીવાસ્તવે કહ્યું કે, 'પાર્ટીના સંસદીય બોર્ડે પુલવામા જિલ્લામાં ચૂંટણી લડવા માટે ત્રણ ઉમેદવારોના નામને મંજૂરી આપી દીધી છે.'

જમ્મુ અને કાશ્મીરમાં આમને-સામને ભાજપ અને NCP

શ્રીવાસ્તવે કહ્યું કે, 'ત્રાલથી મોહમ્મદ યૂસુફ હજામ, પુલવામાથી ઈશ્તિયાક અહમદ શેખ અને રાજપુરાથી અરુણ કુમાર રૈનાને મેદાને ઉતારવામાં આવ્યાં છે.' NCP પાર્ટી પ્રથમવાર જમ્મુ અને કાશ્મીરથી ચૂંટણી લડી રહી છે. જેમાં NCP અન્ય કોઈ પાર્ટી સાથે ગઠબંધન કર્યા વગર ચૂંટણી લડી રહી છે. એટલે કે, મહારાષ્ટ્રમાં સાથે મળીને સરકાર ચલાવી રહેલા ભાજપ અને NCP જમ્મુ-કાશ્મીરમાં એકબીજા સાથે ટકરાતા જોવા મળશે.

આ પણ વાંચો : આવતા વર્ષે પૃથ્વી પર પરત ફરશે સુનિતા વિલિયમ્સ: NASAએ કરી જાહેરાત, SpaceX કરશે મદદ

જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભાની ચૂંટણી 3 તબક્કામાં યોજાશે

તમને જણાવી દઈએ કે, જમ્મુ-કાશ્મીર વિધાનસભાની 90 બેઠકો માટે 3 તબક્કામાં ચૂંટણી યોજાવાની છે. આ અંતર્ગત 18 સપ્ટેમ્બરે પ્રથમ તબક્કામાં કુલ 24 વિધાનસભા બેઠકો પર મતદાન થશે. આ દરમિયાન પાર્ટીએ કહ્યું કે, 'અન્ય તબક્કા માટે ઉમેદવારોના નામ અને અન્ય સંબંધિત માહિતી ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે.' જમ્મુ-કાશ્મીરમાં  10 વર્ષ પછી વિધાનસભાની ચૂંટણી યોજાવવા થઈ રહી છે, ત્યારે ભાજપ અને અન્ય પક્ષો વચ્ચે જોરદાર સ્પર્ધા થશે. જો કે, 2014માં યોજાયેલી ચૂંટણી બાદ ભાજપે PDP સાથે મળીને સરકાર બનાવી હતી.

NDAમાં ડખા? ઝારખંડમાં પાસવાને વધારી ભાજપની ચિંતા, કાશ્મીરમાં પવારે ઉતાર્યા ઉમેદવાર 2 - image


Google NewsGoogle News